For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લખીમપુર કેસઃ પડોશી છોટુએ છોકરીઓની સોહેલ-જુનેદ સાથે કરાવી હતી દોસ્તી, રેપ બાદ પુરાવાનો નાશ કરવા માટે હત્યા

લખીમપુર ખીરી દલિત બહેનોની રેપ બાદ હત્યાની ઘટનામાં સંડોવાયેલા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

લખીમપુર ખીરીઃ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાના એક ગામમાં બુધવારે બે દલિત છોકરીઓના મૃતદેહ ઝાડ પર લટકેલા મળી આવ્યા હતા. ઘટના બાદ તરત જ પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. જેના આધારે પોલીસે પણ તે જ એંગલથી તપાસ શરૂ કરી હતી. આ ઘટનામાં સંડોવાયેલા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે પોલીસે હત્યાનુ કારણ પણ શોધી કાઢ્યુ હતુ. મૃતદેહોના પોસ્ટમોર્ટમ માટે 3 ડૉક્ટરોની પેનલ બનાવવામાં આવી છે.

lakhimpur case

લખીમપુર ખીરીના એસપી સંજીવ સુમનના જણાવ્યા અનુસાર અલગ-અલગ રીતે ગુનામાં સામેલ કુલ 6 આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે. જેમની ઓળખ છોટુ, જુનેદ, સોહેલ, હાફિઝુલ, કરીમુદ્દીન અને આરિફ તરીકે થઈ છે. આરોપી જુનેદ એન્કાઉન્ટરમાં પકડાયો હતો જેના કારણે તેને પગમાં ગોળી વાગી હતી. તપાસમાં જાણવા મળ્યુ કે આરોપીઓ મૃતક યુવતીઓના પરિચિત હતા. સોહેલ અને જુનેદ છોકરીઓને લલચાવીને ખેતરમાં લઈ ગયા અને ત્યાં બળાત્કાર કર્યો. યુવતીઓ તેને લગ્ન કરવાનુ કહેતી હતી તેથી સોહેલ, હાફિઝુલ અને જુનેદે તેનુ ગળુ દબાવીને હત્યા કરી હતી. પછી તેણે કરીમુદ્દીન અને આરીફને બોલાવ્યા. પુરાવાનો નાશ કરવા માટે છોકરીઓને ફાંસી આપવામાં આવી હતી.

એસપીના જણાવ્યા અનુસાર છોટુ સિવાયના તમામ છોકરાઓ લખીમપુર ખીરીના લાલપુર ગામના રહેવાસી હતા. છોટુ જે છોકરીઓનો પાડોશી હતો તેણે બંને છોકરીઓનો પરિચય આરોપી છોકરાઓ સાથે કરાવ્યો હતો. તેની પણ ધરપકડ કરવામાં આવી છે. વળી, પોલીસે બળજબરીથી અપહરણની વાતને નકારી કાઢી છે. પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછમાં ખબર પડી કે યુવતીઓ ખુદ આરોપીઓ સાથે બાઇક પર ગઈ હતી. તેમનુ અપહરણ થયુ ન હતુ. એસપી સંજીવ સુમને કહ્યુ કે આ કેસ મહિલાઓ અને સમાજના એક નબળા વર્ગ વિરુદ્ધ છે. અમે ઝડપ અને સંવેદનશીલતા સાથે કામ કર્યુ. આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 302, 376 અને POCSO એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

ઉપ મુખ્યમંત્રીએ કહી આ વાત

બીજી તરફ ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી બ્રજેશ પાઠકે કહ્યુ કે લખીમપુરની ઘટના ખૂબ જ દુઃખદ છે. સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી હતી. સરકાર બારીકાઈથી નજર રાખી રહી હતી. લખીમપુરની ઘટનાનો પર્દાફાશ થઈ ગયો છે. આરોપીએ પહેલા છોકરીઓ પર બળાત્કાર કર્યો પછી હત્યા કરી અને ફાંસી આપી. આ કેસમાં સરકાર એવી કાર્યવાહી કરશે કે આ આરોપીઓની આવનારી પેઢીના આત્મા કાંપી ઉઠશે. સરકાર પીડિત પરિવારની સાથે છે. કોઈપણ સંજોગોમાં તેમને ન્યાય મળશે. અમે આ મામલાને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઈ જઈશુ અને શક્ય તેટલી વહેલી તકે આરોપીઓને સજા આપવામાં આવશે.

English summary
Lakhimpur Kheri: All 6 accused arrested in Dalit girls rape and murder case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X