For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Lakhimpur Kheri Update : પ્રિયંકા ગાંધીએ કહ્યું - તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી અજય મિશ્રાએ મંત્રી પદ છોડે

ગુરુવારના રોજ પણ આ અંગે રાજકારણ ચાલુ છે. એક તરફ જ્યાં આ કેસમાં ન્યાયિક તપાસ માટે એક સભ્ય પંચની રચના કરવામાં આવી છે, તો બીજી તરફ વિપક્ષ આરોપીઓની ધરપકડની માગ પર અડગ છે.

|
Google Oneindia Gujarati News

Lakhimpur Kheri Update : રવિવારના રોજ લખીમપુર ખેરીમાં થયેલી હિંસાનો વિવાદ હજૂ શમ્યો નથી. ગુરુવારના રોજ પણ આ અંગે રાજકારણ ચાલુ છે. એક તરફ જ્યાં આ કેસમાં ન્યાયિક તપાસ માટે એક સભ્ય પંચની રચના કરવામાં આવી છે, તો બીજી તરફ વિપક્ષ આરોપીઓની ધરપકડની માગ પર અડગ છે. બુધવારના રોજ રાહુલ અને પ્રિયંકા ગાંધીના પીડિત પરિવારોને મળ્યા બાદ, આજે અખિલેશ યાદવ, સતીશ મિશ્રા, નવજોત સિદ્ધુ સહિત ઘણા વિપક્ષી નેતાઓ પીડિત પરિવારોને મળવા માટે લખીમપુર જશે.

Lakhimpur Kheri

પ્રિયંકા ગાંધીએ કહ્યું - તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી મંત્રી પદ છોડે અજય મિશ્રા

પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી બુધવારની મોડી રાત સુધી મૃતક ખેડૂતો અને પત્રકારના પરિવારોને મળ્યા હતા. જે બાદ ગુરુવારની સવારે પ્રિયંકાએ જણાવ્યું છે કે,લોકશાહીમાં ન્યાય આપણો અધિકાર છે. જ્યારે પીડિતોને ન્યાય નહીં મળે તો હું તેમના માટે લડીશ. ગઈકાલે મને મળેલા તમામ પરિવારોની એક જ માગ હતી કે,અમને ન્યાય મળે. ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાએ નૈતિક આધાર પર રાજીનામું આપવું જોઈએ. જ્યાં સુધી આ મામલાની તપાસ ન થાય ત્યાં સુધી તેમને બરતરફ કરીદેવા જોઈએ.

સુઓમોટો નહીં, અમે PIL જેવા કેસ નોંધવા જણાવ્યું હતું - ચીફ જસ્ટિસ

સુઓમોટો નહીં, અમે PIL જેવા કેસ નોંધવા જણાવ્યું હતું - ચીફ જસ્ટિસ

સુપ્રીમ કોર્ટમાં લખીમપુર કેસની સુનાવણી શરૂ થઈ છે. મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણે જણાવ્યું હતું કે, મંગળવારના રોજ બે વકીલોએ કોર્ટને પત્ર લખ્યો હતો, તેથીઅમે રજિસ્ટ્રીને આ મામલાને PIL તરીકે નોંધવાનું જણાવ્યું હતું, પરંતુ સંદેશાવ્યવહારના વિક્ષેપને કારણે તેને સુઓમોટો કેસ તરીકે નોંધવામાં આવ્યો હતો. આમામલાની સુનાવણી આજે થશે.

કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે કહ્યું - રાહુલને ખબર નથી કે તેઓ શું બોલી રહ્યા છે

કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે કહ્યું - રાહુલને ખબર નથી કે તેઓ શું બોલી રહ્યા છે

લખીમપુર ખેરી હિંસા કેસમાં ન્યાયની માગ કરી રહેલા રાહુલ ગાંધી અંગે કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે કહ્યું કે, રાહુલ ગાંધીને ખબર નથી કે તેઓ શું કહી રહ્યા છે, જ્યારે તેલોકો આ સાથે સહમત છે, તો પછી તેમને કહેવાનો શું અર્થ છે કે, ન્યાયની જરૂર છે. તે લોકોને ન્યાય મળશે, સરકાર તપાસ કરી રહી છે, દોષિતો સામે પગલાં લેવાશે.

અખિલેશ યાદવ લખીમપુર ખેરી જવા રવાના

અખિલેશ યાદવ લખીમપુર ખેરી જવા રવાના

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપા પ્રમુખ અખિલેશ યાદવ આજે સવારે લખનઉથી લખીમપુર ખેરી જવા રવાના થયા હતા. અહીં તેઓ મૃતક ખેડૂતોના પરિવારઅને પત્રકારને મળશે. લખીમપુર જતા પહેલા અખિલેશ યાદવે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, જ્યારે ગૃહ રાજ્યમંત્રી પોતે લોકોને ધમકી આપે, ત્યારે તમેકેવી રીતે ન્યાયની અપેક્ષા રાખી શકો. સુપ્રીમ કોર્ટે આ મામલાની જાતે નોંધ લીધી છે અને અમને આશા છે કે, પીડિત પરિવારોને ન્યાય મળશે.

જાણો શું છે સમગ્ર ઘટના ?

જાણો શું છે સમગ્ર ઘટના ?

ઉલ્લેખનીય છે કે, લખીમપુર ખેરીમાં કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા સામે ખેડૂતોના વિરોધ દરમિયાન રવિવારના રોજ પરિસ્થિતિ વધુ વણસી હતી. ખેડૂતોનો આરોપ છેકે, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્રએ વિરોધ કરી રહેલા ખેડૂતો પર તેમની કારને ચડાવી દીધી હતી.

આ ઘટનામાં અત્યાર સુધીમાં 8 ખેડૂતોના મોત થયા છે. જે વચ્ચે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પણ લખીમપુરમાં ખેડૂતોને મળવા 3-4 ઓક્ટોબરના રોજ બપોરે 1 વાગ્યેતેમના નિવાસસ્થાનેથી નીકળ્યા હતા, પરંતુ હરગાંવથી અટકાયત કરીને સીતાપુર પોલીસ લાઈન્સમાં લઈ જવામાં આવી હતી. આ દરમિયાન પ્રિયંકા ગાંધીનો એકવીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેઓ પોલીસકર્મીઓ પર રોષે ભરાયા હતા.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ યોજી હતી પત્રકાર પરિષદ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ યોજી હતી પત્રકાર પરિષદ

ઉત્તરપ્રદેશમાં લખીમપુર ખેરી ઘટનાને લઈને ભારે હોબાળો મચી રહ્યો છે. બુધવારના રોજ આ અંગે પત્રકારો સાથે વાતચીત કરતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ખેડૂતોને જીપ દ્વારા કચડી નાખવામાં આવી રહ્યા છે, તેમની હત્યા કરવામાં આવી રહી છે, આ ઘટનામાં (લખીમપુર ખેરી) એક કેન્દ્રીય મંત્રી અને તેમના પુત્રનું નામ સામે આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા તેમણે વધુમાં કહ્યું કે, "ગઈકાલે (મંગળવારે) વડાપ્રધાન લખનઉ ગયા હતા, પણ લખીમપુર ખેરી ગયા ન હતા. આ ખેડૂતો પર આયોજિત હુમલો છે.

આ મુદ્દો ઉઠાવવાની જવાબદારી મીડિયાની છે, પરંતુ જ્યારે અમે સવાલ પૂછીએ ત્યારે આ મુદ્દો ઉઠાવો, તમે (મીડિયા) કહો કે અમે રાજકારણ કરી રહ્યા છીએ. તેઓ બે મુખ્યમંત્રી સાથે લખનઉ જશે. ત્યાંથી લખીમપુર જવાનો પ્રયત્ન કરીશું. કલમ 144 હેઠળ પણ ત્રણ લોકો જઈ શકે છે. અમે લખીમપુરમાં જમીનની સ્થિતિ જોવા માગીએ છીએ. પ્રિયંકા કે મારી ધરપકડ થાય તો વાંધો નથી. અમારી તાલીમ લડવાની છે. આ ખેડૂતોનો પ્રશ્ન છે.

English summary
The controversy over the violence in Lakhimpur Kheri on Sunday has not yet subsided. Politics is still going on in this regard on Thursday. While a one-member commission has been constituted for judicial inquiry into the case, the Opposition is adamant on the demand for arrest of the accused.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X