ટ્રેનમાં લાલુ યાદવનું શુગર વધ્યું, કાનપુર સ્ટેશન પર થયું ચેકઅપ
ચારા ઘોટાળામાં સજા ભોગવી રહેલા લાલુ યાદવ સોમવારે દિલ્હી એમ્સ થી ડિસ્ચાર્જ થયા પછી રાંચી રાજધાની એક્સપ્રેસ ઘ્વારા પટના જઈ રહ્યા હતા.
ચારા ઘોટાળામાં સજા ભોગવી રહેલા લાલુ યાદવ સોમવારે દિલ્હી એમ્સ થી ડિસ્ચાર્જ થયા પછી રાંચી રાજધાની એક્સપ્રેસ ઘ્વારા પટના જઈ રહ્યા હતા. રસ્તામાં તેમની અચાનક તબિયત ખરાબ થઇ ગયી, તો કાનપુર સ્ટેશન પર બે સદસ્યની ડોક્ટરોની ટીમે તેમનું મેડિકલ ચેકઅપ કર્યું. તપાસ દરમિયાન ખબર પડી કે તેમનું સુગર લેવલ વધી ગયું છે. ડોક્ટરો અનુસાર સુગર લેવલ લગભગ 200 જેટલું હતું. એટલું જ નહીં પરંતુ તેમનું બીપી પણ વધ્યું હતું. મેડિકલ ચેકઅપ પછી ટ્રેન પટના માટે રવાના કરી દેવામાં આવી.

લાલુ પ્રસાદ યાદવ રાજધાની એક્સપ્રેસ ફર્સ્ટ ક્લાસ કોચ એચ1 માં હતા. રાત્રે લગભગ 9 વાગ્યે ટ્રેન સેન્ટ્રલ સ્ટેશન પહોંચી ત્યારે ટ્રેનને ફોર્સ ઘ્વારા ઘેરી લેવામાં આવી. અહીં હોસ્પિટલ ડોક્ટર ઘ્વારા તેમનું ચેકઅપ કરવામાં આવ્યું. ડોક્ટરો ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમનું સુગર લેવલ વધી ચૂક્યું છે. તેમને ઈન્સુલિન ડોઝ આપવામાં આવી. પ્લેટફોર્મ નંબર ચાર પર થોડો સમય રોકાયા પછી ટ્રેન રાંચી માટે રવાના થઇ ગયી. આપણે જણાવી દઈએ કે રાંચી ના રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં હવે તેમનો ઉપચાર ચાલશે.
બિહારના પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવની કાનપુર રેલવે સ્ટેશન પર પહોંચવાની જાણકારી મળતા જ ફોર્સ ઘ્વારા સ્ટેશનને ચારે તરફથી ઘેરી લેવામાં આવ્યું. જણાવી દઈએ કે લાલુ યાદવ આવવાની જાણકારી મળતા જ મીડિયાનો પણ જમાવડો લાગી ગયો હતો. પરંતુ ટ્રેનની અંદર કોઈને પણ એન્ટ્રી આપવામાં આવી ના હતી.
Jharkhand: RJD Chief Lalu Prasad Yadav arrives in Ranchi, to be taken to Rajendra Institute of Medical Sciences pic.twitter.com/gmVwPe9QwQ
— ANI (@ANI) May 1, 2018












Click it and Unblock the Notifications
