જાણો કોણે તેજ પ્રતાપને 'બીજો કૃષ્ણ' બનાવ્યો અને કેમ?
રાજદ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવ પોતાની પત્ની ઐશ્વર્યા સાથે નથી રહેવા માંગતા.
રાજદ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવ પોતાની પત્ની ઐશ્વર્યા સાથે નથી રહેવા માંગતા. તેને કારણે રવિવાર રાતથી તેઓ ગાયબ છે. જણાવવામાં આવી રહ્યું છે કે હાલમાં તેઓ વૃંદાવનમાં છે. તેઓ પોતાને કૃષ્ણ કહે છે અને ઐશ્વર્યા રૂપે તેને રાધા નથી મળી જેને કારણે તેઓ પોતાની પત્ની સાથે નથી રહેવા માંગતા. તેજ પ્રતાપ મુજબ જ બીજું પણ કોઈ છે જે કહે છે કે તેજ પ્રતાપ 'બીજા કૃષ્ણ' છે. આ કારણે તેમને મથુરાથી લોકસભા 2019 ચૂંટણી લડવી જોઈએ.
આ પણ વાંચો: રાધાની શોધમાં છે તેજ પ્રતાપ, ઐશ્વર્યાથી દૂર ભાગી રહ્યા છે

તેજ પ્રતાપ યાદવને 'બીજા કૃષ્ણ' ગણાવ્યા
આ વ્યક્તિનું નામ લક્ષ્મણ શર્મા છે, જે બનારસનો રહેવાસી છે. તેની મુલાકાત બ્રજનગરીમાં 27 ઓક્ટોબરે તેજ પ્રતાપ યાદવ સાથે થઇ. તેમને તેની સાથે આધ્યાત્મ સાથે જોડાયેલી વાતચીત કરી અને આ દરમિયાન તેમને તેજ પ્રતાપને 'બીજા કૃષ્ણ' કહીને લોકસભા ચૂંટણી 2019 લડવાની સલાહ આવી.

તેજ પ્રતાપ યાદવે વીડિયો શેર કર્યો
લક્ષ્મણ શર્મા સાથે વાતચીતનો વીડિયો તેજ પ્રતાપે પોતાના ઓફિસિયલ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ દિવસે તેજ પ્રતાપ મથુરા-વૃંદાવનની યાત્રા પર હતા. તેમને લક્ષ્મણ શર્મા સાથે ત્રણ ફેસબૂક લાઈવ કર્યા છે. આ લાઈવ વીડિયોમાં તેઓ યમુનાની દુર્દશા દર્શાવે છે.

ઐશ્વર્યામાં મને રાધા નહીં મળી: તેજ પ્રતાપ
મીડિયા સૂત્રો અનુસાર તેજ પ્રતાપ રાધાની શોધમાં છે. ખરેખર પોતાને નંદલાલ પ્રિય ગણાવતા તેજ પ્રતાપને રાધાની શોધ હતી. દિલ્હીમાં ઉચ્ચ શિક્ષા મેળવનાર ઐશ્વર્યામાં તેને રાધા નહીં મળી.

તલાકની અરજી પર 29 નવેમ્બરે સુનાવણી
તેજ પ્રતાપે જણાવ્યું કે ઐશ્વર્યા સાથે તેના લગ્ન રાજનૈતિક કારણોસર કરવામાં આવ્યા હતા. પરંતુ હવે તેમનો શ્વાસ રૂંધાવા લાગ્યો છે જેને કારણે તેજ પ્રતાપે ઐશ્વર્યાથી અલગ થવા માટે પટના હાઇકોર્ટમાં તલાક માટે અરજી દાખલ કરી છે, જેના પર 29 નવેમ્બરે સુનાવણી થશે. હાલમાં કેમેરાની નજર અને પરિવાર તેજ પ્રતાપને શોધવામાં લાગ્યા છે. લોકલ મીડિયા રિપોર્ટ અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે તેજ પ્રતાપ 29 નવેમ્બર પહેલા પટના નહીં આવે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
