રાધાની શોધમાં છે તેજ પ્રતાપ, ઐશ્વર્યાથી દૂર ભાગી રહ્યા છે
લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવ પોતાની પત્ની ઐશ્વર્યા સાથે કોઈ પણ પ્રકારે સુલેહ કરવા માટે તૈયાર નથી.
લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવ પોતાની પત્ની ઐશ્વર્યા સાથે કોઈ પણ પ્રકારે સુલેહ કરવા માટે તૈયાર નથી. ઘરવાળા હજુ પણ પ્રત્યન કરી રહ્યા છે કે બંને વચ્ચે સુલેહ થઇ જાય પરંતુ તેજ પ્રતાપ કોઈ પણ રીતે સમજવા માટે તૈયાર નથી. પોતાના પરિવારથી નારાજ ચાલી રહેલા તેજ પ્રતાપ દિવાળી પર પણ ઘરે નથી આવ્યા, જેને કારણે તેમનો પરિવાર ખુબ જ ચિંતામાં છે. આ સમયે તેજ પ્રતાપ ક્યાં છે તેમના વિશે પણ પરિવારને કોઈ જ જાણકારી નથી.
આ પણ વાંચો: દીકરાએ આપી તલાકની અરજી, બાપની ઉંગ ઉડી, ડિપ્રેશનમાં લાલુ યાદવ

તેજ પ્રતાપ ક્યાં છે?
આ પહેલા ખબર આવી હતી કે તેજ પ્રતાપ બૌદ્ધ ગયા થી સીધા વૃંદાવન જવા માટે નીકળ્યા હતા. તેમના ફોનની લોકેશન રવિવારે રાત્રે બનારસ પાસે ટ્રેસ થઇ હતી. પરંતુ હજુ સુધી કોઈને બરાબર માહિતી નથી કે આખરે તેજ પ્રતાપ ક્યાં છે?

ઐશ્વર્યામાં મને રાધા નહીં મળી: તેજ પ્રતાપ
મીડિયા સૂત્રો અનુસાર તેજ પ્રતાપ રાધાની શોધમાં છે. ખરેખર પોતાને નંદલાલ પ્રિય ગણાવતા તેજ પ્રતાપને રાધાની શોધ હતી. દિલ્હીમાં ઉચ્ચ શિક્ષા મેળવનાર ઐશ્વર્યામાં તેને રાધા નહીં મળી.

તલાકની અરજી પર 29 નવેમ્બરે સુનાવણી
તેજ પ્રતાપે જણાવ્યું કે ઐશ્વર્યા સાથે તેના લગ્ન રાજનૈતિક કારણોસર કરવામાં આવ્યા હતા. પરંતુ હવે તેમનો શ્વાસ રૂંધાવા લાગ્યો છે જેને કારણે તેજ પ્રતાપે ઐશ્વર્યાથી અલગ થવા માટે પટના હાઇકોર્ટમાં તલાક માટે અરજી દાખલ કરી છે, જેના પર 29 નવેમ્બરે સુનાવણી થશે.

ખુબ જ જલ્દી તેજ પ્રતાપની રાધાથી પરદો હટશે
તેજ પ્રતાપની નજરમાં રાધા કોણ છે તેના વિશે હજુ સુધી કોઈ પણ પ્રકારનો ખુલાસો નથી કરવામાં આવ્યો. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ખુબ જ જલ્દી તેજ પ્રતાપની રાધા વિશે માહિતી મળી જશે.

29 નવેમ્બર પહેલા પટના નહીં આવે તેજ પ્રતાપ
હાલમાં કેમેરાની નજર અને પરિવાર તેજ પ્રતાપને શોધવામાં લાગ્યા છે. લોકલ મીડિયા રિપોર્ટ અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે તેજ પ્રતાપ 29 નવેમ્બર પહેલા પટના નહીં આવે.












Click it and Unblock the Notifications
