Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

stone mine collapse : મિઝોરમમાં પથ્થરની ખાણમાં ભૂસ્ખલન, 15 મજૂરો દબાયા હોવાની શંકા

મિઝોરમમાં સોમવારના રોજ મોટો અકસ્માત સર્જાયો છે. મિઝોરમમાં પત્થરની ખાણમાં ભૂસ્ખલન થયું હતું. આ ઘટનામાં ખાણમાં કામ કરતા 15 મજૂરો તેમાં દબાઇ ગયા હોવની આશંકા સેવાઇ રહી છે.

stone mine collapse : મિઝોરમમાં સોમવારના રોજ મોટો અકસ્માત સર્જાયો છે. મિઝોરમમાં પત્થરની ખાણમાં ભૂસ્ખલન થયું હતું. આ ઘટનામાં ખાણમાં કામ કરતા 15 મજૂરો તેમાં દબાઇ ગયા હોવની આશંકા સેવાઇ રહી છે. હાલ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રેસક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. હાલ અંધારાને કારણે રેસક્યૂ ઓપરેશનમાં સમસ્યા આવી રહી છે.

stone mine collapse

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ હંહથીયાલમાં પથ્થરની ખાણ છે, ત્યાં મજૂરો રાબેતા મુજબ કામ કરી રહ્યા હતા. જે બાદ બપોરે 3 કલાકની આસપાસ પથ્થરની ખાણ ત્યાં ધરાશાયી થઈ હતી, જેમાં ઘણા મજૂરો દટાયા હોવાની આશંકા છે. ઘટના સ્થળ આઇઝોલથી લગભગ 160 કિમી દૂર દક્ષિણ મિઝોરમમાં છે. હાલમાં ત્યાં બચાવ કામગીરી ચાલી રહી છે. જેમાં SDRF, BSF, આસામ રાઈફલના જવાનોને પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

જુલાઈમાં પણ ઘટી હતી આવી ઘટના

ઉલ્લેખીય છે કે, જુલાઈમાં ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં પણ આવો અકસ્માત થયો હતો, જેમાં બે લોકોના મોત થયા હતા. ત્યારે કેટટી માર્કુંડીના લંગરા મોર પાસે ખોદકામ ચાલી રહ્યું હતું, જ્યાં ખાણનો ઉપરનો ભાગ તૂટી પડ્યો હતો. જેમાં પોકલેન મશીનનો ડ્રાઈવર અને મદદનીશ દટાઈ ગયા હતા. રેસક્યૂ ટીમે તેમને તાત્કાલિક ધોરણે બહાર કાઢ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X