લશ્કરે હરિદ્વાર રેલવે સ્ટેશન, મંદિરોને ઉડાવવાની ધમકી
હરિદ્વાર, 3 ઓક્ટોબર: આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયબાએ એકવાર ફરી હરિદ્વાર રેલવે સ્ટેશનના અધીક્ષકને એક પત્ર મોકલીને 29 ડિસેમ્બરના રોજ રેલવે સ્ટેશન અને શહેરના મંદિરોને બોમ્બથઈ ઉડાવી દેવાની ધમકી આપી છે.
કથિત રીતે લશ્કર એ તૈયબાના એરિયા કમાન્ડર અંસારી દ્વારા મોકલવામાં આવેલા આ પત્ર અંગે હરિદ્વાર રેલવે અધિક્ષક ગોપાલ કૃષ્ણા દાસે પોલીસને જાણકારી આપી દીધી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આતંકવાદી સંગઠન તરફથી પત્ર દ્વારા હરિદ્વાર રેલવે સ્ટેશન અને મંદિરોને ઉડાવવાની ધમકી આપવામાં આવી રહી છે.

જોકે એ તપાસ કરવામાં આવી રહી છે કે આ પત્ર અસલી છે કે કોઇએ મજાક કરી છે. સ્ટેશન અધીક્ષક દાસે જણાવ્યું કે પત્ર બાદ સુરક્ષાને ધ્યાનમા રાખી સ્ટેશન પરિસરમાં સીસીટીવી કેમેરાઓની સંખ્યા વધારી દેવામાં આવી છે. અને ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે.












Click it and Unblock the Notifications
