Video: આતંકીઓએ જારી કર્યો સેનાના જવાન ઔરંગઝેબનો અંતિમ વીડિયો
આતંકીઓએ 44 રાષ્ટ્રીય રાઈફલ્સના જવાન ઔરંગઝેબનો એક વીડિયો શુક્રવારે જારી કર્યો છે. આ વીડિયો ઔરંગઝેબની હત્યાની પહેલાનો છે.
આતંકીઓએ 44 રાષ્ટ્રીય રાઈફલ્સના જવાન ઔરંગઝેબનો એક વીડિયો શુક્રવારે જારી કર્યો છે. આ વીડિયો ઔરંગઝેબની હત્યાની પહેલાનો છે. રાઈફલમેન ઔરંગઝેબ 44 રાષ્ટ્રીય રાઈફલ્સ સાથે તૈનાત હતા અને આતંકીઓએ ગુરુવારે તેમનું અપહરણ એ સમયે કર્યુ જ્યારે તે ઈદની રજાઓ માટે પોતાના ઘરે જઈ રહ્યા હતા. પુલવામાંથી 10 કિલોમીટર દૂર ગુસૂ ગામમાં ગોળીઓ ચલાવી પુંછના રહેવાસી ઔરંગઝેબની હત્યા કરી દીધી. તેમની લાશ પોલિસ અને સેનાની સર્ચ ટીમને મળી હતી.

આતંકી કરી રહ્યા હતા પૂછપરછ
આ વીડિયોમાં આતંકી ઔરંગઝેબની પૂછપરછ કરતા જોવા મળે છે. આતંકીઓએ આ અંતિમ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે. વીડિયોમાં તેમણે કાળી ટી-શર્ટ અને વાદળી જીન્સ પહેરેલુ છે અને તેઓ આતંકીઓના સવાલોના જવાબો આપી રહ્યા છે. વીડિયોમાં તે કહેતા દેખાય છે કે તેમણે અને મેજર રોહિત શુક્લાએ કાશ્મીરમાં સમીર ટાઈગર સહિત ઘણા આતંકીઓને માર્યા છે. ઔરંગઝેબે આતંકીઓને જણાવ્યુ કે તેણે મેજર રોહિત શુક્લા સાથે મળી લશ્કર-એ-તૈયબાના ત્રણ ટૉપ કમાન્ડર્સ અને જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર્સને માર્યા છે. ગુરુવારની સાંજે તેમનો મૃતદેહ મળી હતો. ગુરુવારે સવારે આતંકીઓએ તેમનું અપહરણ કર્યુ હતુ.
પિતાએ આપ્યુ બદલો લેવાનું અલ્ટીમેટમ
પોલિસ તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ આતંકીઓએ ઔરંગઝેબના માથા અને ગળામાં ગોળી મારી છે. રાઈફલમેન ઔરંગઝેબ 4 જમ્મુ કાશ્મીર લાઈટ ઈન્ફેન્ટ્રીના જવાન હતા પરંતુ શોપિયાના શાદીમર્ગ સ્થિત 44 રાષ્ટ્રીય રાઈફલ્સના કેમ્પ સાથે જોડાયેલા હતા. ઔરંગઝેબના પિતાએ શુક્રવારે રાજ્ય અને કેન્દ્ર સરકારને અલ્ટીમેટમ આપ્યુ છે કે તે 72 કલાકની અંદર તેમના પુત્રના હત્યારાને શોધે નહિતર તે પોતે પોતાના દીકરાની મોતનો બદલો લેવા માટે નીકળી પડશે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપીલ કરતા કહ્યુ કે, "હું નરેન્દ્ર મોદીને મારા પુત્રના હત્યારાને શોધવા માટે 72 કલાકનો સમય આપુ છુ નહિતર પછી હું જાતે મારા પુત્રના મોતનો બદલો હત્યારાઓ પાસેથી લઈશ."
-
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Petrol Diesel Price: 2 એપ્રિલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: UP-દિલ્હી સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026: KKRએ જીત્યો ટોસ, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના -
KKR vs SRH: હૈદરાબાદની શાનદાર જીત, કોલકાતાને 65 રનથી હરાવ્યું -
કેજરીવાલે પત્ર લખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવાનો સમય માંગ્યો, જાણો કેમ? -
પાકિસ્તાનમાં મોંઘવારીનો આંચકો: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો -
પાકિસ્તાન આર્થિક સંકટ: કટોરો લઈને ભીખ માંગવા IMF જશે પાક, ઈરાને હાલત કરી ખરાબ, કેટલા પૈસાની છે જરૂર?










Click it and Unblock the Notifications
