For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિહાનાના ટ્વિટ પર હવે લતા મંગેશકરે આપ્યો જોરદાર જવાબ

ભારત રત્ન સ્વર કોકિલા લતા મંગેશકરે અમેરિકી પૉપ સિંગર રિહાનાને જોરદાર જવાબ આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

Lata Mangeshkar on Rihanna Tweet: ભારતમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનને સમર્થન આપ્યા બાદ અમેરિકી પૉપ સિંગર રિહાના(Rihanna)ચારે તરફથી ઘેરાઈ ચૂકી છે. તેના ખેડૂત આંદોલન સાથે જોડાયેલ એક રિપોર્ટ ટ્વિટ કર્યા બાદ બૉલિવુડથી લઈને ભારતીય ખેલાડીઓએ તેને દેશના આંતરિક મામલામાં હસ્તક્ષેપ ન કરવાની સલાહ આપી છે. આ કડીમાં હવે ભારત રત્ન સ્વર કોકિલા લતા મંગેશકરે(Lata Mangeshkar) પણ તેમને જોરદાર જવાબ આપ્યો છે. તેમણે કહ્યુ કે અમે ભારતીયો પોતાની સમસ્યાઓને ખુદ ઉકેલવા માટે સક્ષમ છે.

lata mangeshkar

લતા મંગેશકરે ટ્વિટ કરીને લખ્યુ કે ભારત ગૌરવશાળી રાષ્ટ્ર છે અને અમે બધા ભારતીયો શિશ ઉંચુ કરીને ઉભા છે. તેમણે કહ્યુ કે મને પૂરો વિશ્વાસ છે કે જે મુદ્દાઓ કે સમસ્યાઓનો આપણો સામનો કરી રહ્યા છે, અમે તેમના લોકોના હિતને ધ્યાનમાં રાખીને સમાધાન કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. વળી, તેમણે #IndiaTogether અને #IndiaAgainstPropaganda હેશટેગનો પણ ઉપયોગ કર્યો.

વાસ્તવમાં 71 દિવસોથી ચાલી રહેલ દિલ્લી બૉર્ડર એરિયામાં ખેડૂતોના પ્રદર્શન(Farners Protest)બાદ અમેરિકી પૉપ સિંગર રિહાનાએ(Rihanna) મંગળવારે રાતે એક ટ્વિટ કર્યુ હતુ. ટ્વિટમાં રિહાનાએ ખેડૂતોનુ સમર્થન કરીને ઈન્ટરનેટ બેનની નિંદા કરી હતી. તેમણે ખેડૂતો સાથે જોડાયેલ એક રિપોર્ટ પણ શેર કર્યો. રિહાનાના ટ્વિટના તરત બાદ અક્ષય કુમાર(Akshay Kumar), અજય દેવગણ(Ajay Devgun), કરણ જોહર(Karan Johar), સુનીલ શેટ્ટી(Sunil Shetty) સહિત ઘણી બૉલિવુડ હસ્તીઓ સરકારના સમર્થમાં ઉતરી અને ખેડૂતોના ચાલી રહેલ વિરોધ પર પોતાની પ્રતિક્રિયા આપી. બૉલિવુડના દિગ્ગજોએ લોકોને ભારતના વિરોધમાં ખોટો પ્રચારને ન વધારવાની અપીલ કરી છે.

English summary
Lata Mangeshkar reaction on American pop singer Rihanna farners protest tweet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X