News In Brief: યોગી આદિત્યનાથ વિરુદ્ધ એફઆઇઆર દાખલ
2.00pm: ભડકાઉ ભાષણ: યૂપી પોલીસની ચાર્જશીટમાં કોર્ટે ખામી કાઢી પરત કરી
1.30pm: કાશ્મીર પૂર: તબાહી બાદ જમ્મૂ કાશ્મીરમાં પાણી ઘટ્યું પરંતુ મુશ્કેલીઓ વધી
1.00pm: દિલ્હીમાં ભાજપ પાસે સરકાર બનાવવાનો જનાદેશ, કોઇ સમર્થન આપશે તો ના પાડી દઇશું- અમિત શાહ
12.30pm: કાશ્મીર પૂર: લોકો પોતે મદદ માટે આગળ આવ્યા, પુલ નીચે કરી રહ્યાં છે લોકોની સારવાર
12.00pm: શીલા દીક્ષિતના દિલ્હીમાં સરકાર બનાવવાના નિવેદન પર હંગામો, કોંગ્રેસ નેતા મુકેશ શર્માએ કહ્યું- શીલાનું અંગત નિવેદન
11.00am: દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતે કહ્યું કે જો ભાજપ પાસે નંબર છે તો તેને સરકાર બનાવવી જોઇએ.
10:10 am: લખનઉમાં જિલ્લા તંત્રની ના હોવા છતાં રેલી કરનાર યોગી આદિત્યનાથ વિરુદ્ધ એફઆઇઆર દાખલ.
10:00 am: બ્રિટનની સંસદમાં કાશ્મીર પર ચર્ચા, ભારતે ઊઠાવ્યો વાંધો.
9:30 am: ભારત તરફથી સુષમા સ્વરાજે અફગાનિસ્તાનને આશ્વાસન આવ્યું છે કે સંકટના સમયે તે તેની સાથે રહેશે.
9:20 am: જમ્મુ કાશ્મીરમાં હજી પણ ચાર લાખ લોકો ફસાયેલા છે, બચાવકામગીરી ચાલુ.
9:10 am: દિલ્હીમાં હેલ્મેટ વગર ટૂ-વ્હિલર વાહન ચલાવનાર 3000 મહિલાઓનું ચલણ કાપવામાં આવ્યું.
8:45 am: ઓબામાએ જણાવ્યું છે કે અમેરિકા નીતિગત પ્રમાણે આઇએસઆઇએસ વિરુદ્ધ હવાઇ હુમલાનું અભિયાન ચલાવશે.
8:30 am: રાષ્ટ્રીય તપાસ એજન્સી(એએનઆઇ)એ ભારતમાંથી એક શ્રીલંકન નાગરિકની ધરપકડ કરી છે. અરુણ સેલ્વારાજન નામનો આ શખ્શ ભારતમાં રહીને પાકિસ્તાન માટે જાસુસી કરતો હતો.
8:00 am: ઇરાકની રાજધાની બગદાદમાં થયેલા એક હુમલામાં 30 લોકોના મોત થયા છે.