For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

News In Brief: 4 રાજ્યોની 18 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી, લાલુ-નીતિશની પરીક્ષા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 ઓગષ્ટ: દેશ-દુનિયાથી આવતા રાજકીય, આર્થિક, તથા રમત-જગત ક્ષેત્રના તમામ તાજા સમાચારોથી અમે આપને અહીં અપડેટ રાખીશું. તાજા સમાચારથી અપડેટ રહેવા આ પેજને રિફ્રેશ કરતા રહો...

5.10PM: સંયુક્ત રાષ્ટ્ર નાઇજીરિયામાં બોકો હરામના ચંગુલમાંથી બચવા કેટલીંક શાળાની બાળકીઓની મદદ કરશે.

4.50PM: બ્રાઝીલમાં શોધાઈ ઝેર વગરના સાપની નવી પ્રજાતિ

4.30PM: લોકતંત્રના સમર્થન માટે પાકિસ્તાનમાં વકિલોની એક દિવસીય હડતાળ

4.00PM: હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના રોહતરંગ ગામમાં એક ખાનગી બસ 400 ફૂટ ઉંડી ખીણમાં પડી જતાં ઓછામાં ઓછા 15 લોકોના મોત નિપજ્યા છે અને 17 લોકોને ઇજા પહોંચી છે.

3.30pm: રશિયાએ મેકડોનોલ્ડની ચાર શાખાને સાફ-સફાઇ બરાબર નહી રાખવાને કારણે હંમેશ માટે બંધ કરી દીધી છે.

3.00pm: ચિન્હિત માર્ગો પર સેમી હાઇ-સ્પીડ ટ્રેન ચલાવવાની સરકારની યોજના હેઠળ રેલ વિભાગે મંડળ વિભાગે રેલવે મેનેજરો (ડીઆરએમ)ને કહ્યું કે તે આ અંગે બે અઠવાડિયામં રિપોર્ટ રજૂ કરે.

2.30pm: પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે રાજકિય ઉથલપાથલના પગલે રાષ્ટ્રપતિ મમનૂન હુસૈન સાથે મુલાકાત કરી હતી.

2.15pm: પંજાબના કેટલાક શહેરોમાં ભૂકંપ ઝટકા અનુભવાયા, હજુ સુધી કોઇપણ શહેરમાંથી જાનહાનિના સમાચાર નથી.

2.10pm: બિહારની પેટાચૂંટણીમાં 10 વિધાનસભા સીટો માટે મતદાન ચાલું છે. બપોરના એક વાગ્યા સુધી 27.89 ટકા વોટ નાખવામાં આવ્યા.

2.00pm: રાજનાથે તેલંગાણાના સાંસદોને કહ્યું કે રાજ્યપાલના અધિકારમાં કોઇ પરિવર્તન થશે નહી, પરંતુ રાજ્યપાલને કહીશું કે તે મુખ્યમંત્રીના કામમાં દરમિયાનગિરી ન કરે.

1.40pm: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોટી જાહેરાત- પૂર્વી વિસ્તારોમાં ઘરે-ઘરે પાઇપલાઇન લાવીશું

1.25pm: રાંચીમાં આઇઆઇટીની સ્થાપના કરીશું- નરેન્દ્ર મોદી

1.20pm: રાંચીના કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ કહ્યું ઝારખંડને 400 કરોડ મળશે.

1.10pm: ઝારખંડને પ્રગતિની ઉંચાઇઓ પર લઇ જવું છે, ભારતનું અંધારૂ ઝારખંડથી દૂર થશે: નરેન્દ્ર મોદી

1.00pm: ગુજરાતથી પણ આગળ જઇ શકે છે ઝારખંડ, આ રાજ્ય ત્રણ પાછળ રહેવા માટે બન્યું નથી: મોદી

<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/0w-ksfrQto8?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

10.50am: એમ્સના ચીફ વિજિલેંસ ઓફિસરને હટાવવાના મુદ્દે સવાલ, અરવિંદ કેજરીવાલે પૂછ્યું શું આવી રીતે ભ્રષ્ટાચાર ખતમ કરશે ભાજપ?

10.30am: એમ્સના ચીફ વિજિલેંસ ઓફિસરને હટાવવાના મુદ્દે વિવાદ ઉભો થયો છે. એમ્સમાં ભ્રષ્ટાચારના ઘણા ખુલાસા કરનાર ચીદ વિજિલેંસ ઓફિસર સંજીવ ચર્તુવેદીને ચૌદ ઓગષ્ટના રોજ હટાવવામાં આવ્યા હતા.

10.00am: રાજ્યપાલ હટાવવાનો ઝઘડો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, ઉત્તરાખંડના રાજ્યપાલ અજીજ કુરૈશીની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

9.30am: અસમ-નાગાલેંડ બોર્ડર પર થઇ રહેલી હિંસા પર ગૃહમંત્રી રાજનાથ સિંહે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ફોન પર કરી વાત, ગૃહમંત્રી પીએમને પરિસ્થિતીથી વાકેફ કરશે.

9.20am: અસમના ગોલાઘાટ પર થયેલ ફાયરિંગમાં 3 લોકોના મોત બાદ મંગળવારથી જ અસમ-નાગાલેંડ બોર્ડર પર તણાવ છે.

9:20 am: શેરબજારમાં શરૂઆતી કારોબારમાં ગુરુવારે તેજીનો માહોલ જોવા મળ્યો.

9.10 am: મધ્ય પ્રદેશના ટીકમગઢ જિલ્લામાં ફોન પર વાત નહીં કરવાને લઇને નારાજ ભારતીય જનતા પાર્ટીના વિધાયક કેકે શ્રીવાસ્તવે જનપદ પંચાયતના મુખ્ય કાર્યપાલન અધિકારી ઉદયરાજને માર માર્યો. પીડિત અધિકારીએ પોલીસ ફરિયાદ કરી છે.

9.00 am: ISISએ અમેરિકાના બીજા પત્રકારને મારવાની આપી ધમકી.

8.45am: નરેન્દ્ર મોદીએ કેબિનેટની પ્રથમ બેઠકમાં કાળા નાણાને પાછા લાવવા માટે ચર્ચા કરી એસઆઇટીની રચના કરી હતી. સુપ્રીમ કોર્ટના રિટાયર્ટ જજ જસ્ટિસ એમબી શાહની અધ્યક્ષામાં એસઆઇટી કામ કરશે. જેને લઇને સુપ્રીમ કોર્ટે વખાણ કર્યા હતા.

8.35 am: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહારાષ્ટ્રની મુલાકાતે જશે.

8:30 am: ઉત્તર પ્રદેશમાં પૂરનો પ્રકોપ હજી જારી છે જેમાં 82 લોકોના મોત થઇ ગયા છે.

8:15 am: ઉત્તર પ્રદેશ બદાયૂ બળાત્કાર બાદ હત્યાકાંડમાં નવો વળાંક સામે આવ્યો છે. મામલાની ફોરેંસિક તપાસ કરી રહેલી હૈદરાબાદની લેબ એ પરિણામ પર પહોંચી છે કે હત્યા પહેલા બંને બહેનો સાથે કોઇ બળાત્કાર નથી થયો.

8:00 am: ચાર રાજ્યોની 18 વિધાનસભા બેઠકો પર આજે પેટાચૂંટણી માટે વોટિંગ થઇ રહ્યું છે. સૌથી રસપ્રદ મુકાબલો બિહારમાં છે, જ્યાં 10 બેઠકો પર પેટાચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેના વિરોધી લાલુ પ્રસાદ અને નીતિશ કુમારના પ્રભાવનો ફેસલો થશે.

English summary
Latest News in brief of 21 August.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X