For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

News In Brief: સોનિયાએ કહ્યું કોંગ્રેસે 'ચૂંટણી જીતવા માટે ક્યારેય સિદ્ધાંતોની કુરબાની આપી નથી'

|
Google Oneindia Gujarati News

modi
નવી દિલ્હી, 20 ઓગષ્ટ: દેશ-દુનિયાથી આવતા રાજકીય, આર્થિક, તથા રમત-જગત ક્ષેત્રના તમામ તાજા સમાચારોથી અમે આપને અહીં અપડેટ રાખીશું. તાજા સમાચારથી અપડેટ રહેવા આ પેજને રિફ્રેશ કરતા રહો...

4.15 pm : ગુજરાતમાં કેજરીવાલની પાર્ટી 'આપ' પેટા ચૂંટણી લડશે નહીં.

4.00 pm : ગુજરાત સરકારના મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત પોરબંદર પોલીસે પોરબંદર શહેરમાં ઠેર ઠેર પોસ્ટર લગાવ્યા છે. આ પોસ્ટરને કારણે વિવાદ સર્જાયો છે. પોસ્ટરમાં યુવતીઓને 'અયોગ્ય કપડાં પહેરી બહાર ન નીકળો' કહીને જીન્સ અને ટી શર્ટ નહીં પહેરવાની અપ્રત્યક્ષ રીતે અપીલ કરી છે.

3.15 pm : ગુજરાતના વડોદરા શહેરમાં સગા કાકાએ ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યાની ઘટના બહાર આવી છે.

2.20pm: નવાજ શરીફ આજે સાંજ સુધી રાજીનામું નહી આપે તો અમે PM આવાસમાં પ્રવેશ કરી જઇશું: ઇમરાન ખાન

1.30pm: રાજીવ ગાંધી જયંતિ પર સોનિયાએ કહ્યું કે હાર-જીત તો થતી રહે છે, પરંતુ કોંગ્રેસે ચૂંટણી જીતવા માટે ક્યારેય સિદ્ધાંતોની કુરબાની આપી નથી.

1.00pm: સોનિયાએ રાજીવ ગાંધી જયંતિના અવસર પર કહ્યું કે ભલે તે આજે નથી, પરંતુ તેમણે મહિલાઓના સશક્તિકરણમાં મોટું યોગદાન આપ્યું છે.

12.30pm: પાકનું બેવડું વલણ સામે આવ્યું, અલગાવવાદીઓ સાથે મુલાકાત બાદ શાંતિનો પાઠ

12.00am: અસમ: સુરક્ષાદળો સાથે મુઠભેડમાં NDFB-Sના 5 ઉગ્રવાદી ઠાર

11.30am: જન્માષ્ટમીના અવસર પર મંદિરમાં પુજારીએ 8 વર્ષની બાળકી સાથે ગુજાર્યો બળાત્કાર

11.00am: ગ્રેટર નોઇડામાં 15 વર્ષની બાળકી સાથે બળાત્કાર

10.45 am : ગુજરાતમાં વડોદરા લોકસભા બેઠક અને નવ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટેનું જાહેરનામુ આજે જાહેર કરવામાં આવ્યું છે.

10.30 am: નરેન્દ્ર મોદી હાલમાં દિલ્હીમાં આવેલા ડિઆરડીઓના વૈજ્ઞાનિકોના કાર્યક્રમને સંબોધી રહ્યા છે.. જુઓ લાઇવ...

<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/IqEu9iny75Y" frameborder="0" allowfullscreen></iframe></center>

10.00 am: અસમના ચિરાંગ જિલ્લામાં આજે સવારે પોલીસ અને સેનાની સંયુક્ત ટીમની સાથે અથડામણમાં એનડીએફબી-સાંગબિજિતના પાંચ ઉગ્રવાદીઓ ઠાર મરાયા છે.

9:45 am: પાકિસ્તાનના સંસદભવન પાસે પહોંચ્યા સરકાર વિરોધી પ્રદર્શનકારીઓ. ઇમરાન ખાન આ પ્રદર્શનકારીઓનું નેતૃત્વ કરી રહ્યા છે.

9:20 am: દેશના પ્રમુખ શેરબજારમાં બુધવારે શરૂઆતી કારોબારમાં નબળો જોવા મળ્યો હતો.

9.00 am: છત્તીસગઢના કોરિયા જિલ્લામાં મેરીન ફોસિલ પાર્કની સ્થાપના કરવામાં આવશે. રાજ્ય સરકારના વનવિભાગ દ્વારા આને બનાવવામાં આવશે.

8:53 am: કાશ્મીરમાં પુંછના હમીરપુરમાં એકવાર ફરી સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું, ગઇકાલે રાત્રે 9 વાગ્યાની આસપાસ કરવામાં આવેલી આ ફાયરિંગનો ભારતીય સેના દ્વારા પણ જવાબ આપવામાં આવ્યો હતો.

8:30 am: ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાની હૂટિંગ બાદ વડાપ્રધાનની સાથે મંચ સાથે આવવા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે કર્યો ઇનકાર.

8:15 am: પાકિસ્તાનમાં રાજકીય બબાલ, ગરમાયું રાજકારણ, સેનાએ સંભાળી કમાન.

8:00 am: યોગ ગુરુ બીકેએસ આયંગરનું પુણે ખાતે નિધન થઇ ગયું છે. તેઓ 95 વર્ષના હતા.

English summary
Latest News in Brief of August 20.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X