For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીની ચૂંટાયેલી સરકારને પાડવા માંગે છે એલજી-મનીષ સિસોદિયા

દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર અને એલજી વચ્ચેનો જંગ સતત ચાલી રહ્યો છે. હવે આ મુદ્દે મનીષ સિસોદિયા પર ગંભીર આરોપો લગાવ્યા છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એલજી વીકે સક્સેના પર ગંભીર આરોપ લગાવતા સુપ્રીમ કોર્ટ

By Desk
|
Google Oneindia Gujarati News

દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર અને એલજી વચ્ચેનો જંગ સતત ચાલી રહ્યો છે. હવે આ મુદ્દે મનીષ સિસોદિયા પર ગંભીર આરોપો લગાવ્યા છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એલજી વીકે સક્સેના પર ગંભીર આરોપ લગાવતા સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. આમાં સિસોદિયાએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે, LG દિલ્હીની AAP સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

supreem court

મનીષ સિસોદિયાએ સોગંદનામામાં કહ્યું છે કે, એલજી ઓફિસ દિલ્હીની જનતા દ્વારા ચૂંટાયેલી AAP સરકાર સામે અવરોધો ઉભી કરી રહી છે. આનાથી સરકારને તેનું કામ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સિવાય કોર્ટમાં દાખલ કરાયેલા આ સોગંદનામામાં ડેપ્યુટી સીએમ સિસોદિયાએ અધિકારીઓની પણ ફરીયાદ કરી છે. તેમણે કહ્યું છે કે, અધિકારીઓ મીટિંગમાં આવતા નથી અને અમારો ફોન ઉપાડતા નથી. નિયમોનો મોટા પ્રમાણમાં ભંગ થાય છે.

મનીષ સિસોદિયાએ સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ સમક્ષ આ ફરિયાદ કરી છે. બે અલગ-અલગ એફિડેવિટમાં આ ફરિયાદ દાખલ કરાઈ છે. જેમાં તેમણે આરોપ લગાવ્યો છે કે દિલ્હીના એલજી વીકે સક્સેના સતત ચૂંટાયેલી સરકારની કાર્યકારી સત્તાઓ હડપવા પ્રયાસ કરી રહ્યા છે.

દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું કરી અધિકારીઓ ઘણા આરોપો લગાવ્યા છે. દિલ્હી સરકારે કહ્યું છે કે, અધિકારીઓએ મીટિંગમાં આવવાનું બંધ કરી દીધું છે અને અધિકારીઓએ મંત્રીઓના ફોન કોલ ઉપાડતા નથી. આ સિવાય એફિડેવિટમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે અધિકારીઓ કાં તો કામમાં વિલંબ કરી રહ્યા છે અથવા તો વિભાગોને લગતી ફાઈલો મંત્રીઓ સુધી પહોંચાડી નથી રહ્યા.

મનીષ સિસોદિયાના સોગંદનામાં આરોપ લગાવાયો છે કે, એલજી વી કે સક્સેનાએ મે 2022માં લેફ્ટનન્ટ ગવર્નર તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી દિલ્હી સરકાર અને એલજી ઓફિસ વચ્ચે ઘણા મુદ્દાઓ પર સંઘર્ષ ચાલી છે.

દિલ્હીમાં જાહેર સેવાઓ પર કોનું વધુ નિયંત્રણ છે તેના પર એલજી સાથેના વિવાદ અંગે દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં આ સોગંદનામું દાખલ કર્યું છે. પૂછવામાં આવ્યું હચું છે કે દિલ્હીમાં કોની સરકાર છે? દિલ્હીની ચૂંટાયેલી સરકાર કે લેફ્ટનન્ટ ગવર્નર? બંધારણીય બેંચ 24 નવેમ્બરે આ અંગે સુનાવણી કરવાની છે. દિલ્હી સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલ આ એફિડેવિટ એટલા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે દિલ્હીમાં MCDની ચૂંટણી યોજાઈ રહી છે.

English summary
LG-Manish Sisodia wants to overthrow the elected government of Delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X