LGએ રાહુલ ગાંધીના દાવાને ફગાવ્યો- લદાખની એક ઇંચ જમીન પણ ચીનના કબ્જામાં નથી
સોમવારે લેફ્ટનન્ટ.ગવર્નર બ્રિગેડિયર ડો. બીડી મિશ્રા (નિવૃત્ત) એ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદનમાં 'લદ્દાખના મોટા ભાગ પર કબજો કર્યો' ના નિવેદનનો યોગ્ય જવાબ આપ્યો છે.
લેફ્ટનન્ટ ગવર્નર બ્રિગેડિયર ડો. બીડી મિશ્રા (નિવૃત્ત) કહ્યુ હતુ કે હું કોઈના નિવેદન પર કોઈ ટિપ્પણી કરીશ નહીં. પરંતુ, હકીકત શું છે તે કહીશ, કારણ કે મેં મારી જાતે તેને જોઇ છે. લદાખમાં ચીન દ્વારા એક પણ વર્ગ ઇંચની જમીન કબ્જે કરાઇ નથી.

તેમણે એમ પણ કહ્યું કે હકીકત એ છે કે આપણી સશસ્ત્ર દળો કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર છે. જો કંઇક ખરાબ થાય છે તોપછી દુશ્મને તેના મોટા નુકસાનનો સામનો કરવા માટે તૈયાર રહેવુ પડશે.
પૂછવામાં આવ્યુ કે કે લદ્દાખની સુરક્ષા પરિસ્થિતિ કેવી છે? લદાખ લેફ્ટનન્ટ ગવર્નર બ્રિગેડિયરે કહ્યું કે ઉત્તમ. આપણા સશસ્ત્ર દળોનું મનોબળ ખૂબ વધારે છે. તેઓ ભારતના દરેક વર્ગ ઇંચની જમીનને બચાવવા માટે તૈયાર છે. ચીન કોઈ પણ હેતુથી ભારતમાં અહીં પગ પેસારવાની હિંમત કરી શકશે નહીં. મને લાગે છે કે તમામ ક્રેડિટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે.
#WATCH | On Congress MP Rahul Gandhi's claim that a large portion of Ladakh has been occupied by China, Lt Governor of Ladakh Brig. (Dr.) B.D. Mishra (Retd.) says, "I wouldn't comment on anybody's statement but I will say what is fact because I have seen myself. There is not even… pic.twitter.com/BJwWhlYBnj
— ANI (@ANI) September 11, 2023
તમને જણાવી દઇએ કે તાજેતરમાં રાહુલ ગાંધી લદ્દાખની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે કારગિલમાં જાહેર સભાને સંબોધન કર્યું. જ્યાં તેમણે કહ્યું કે લદાખ એક વ્યૂહાત્મક સ્થળ છે. ચીને અહીં જમીન કબજે કરી છે. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે આખા લદાખ જાણે છે કે ચીને આપણી જમીન કબજે કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આના પર કંઈક કહેવું જોઈએ.












Click it and Unblock the Notifications
