For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઠંડીનો પ્રકોપ યથાવત, દિલ્લીમાં પડશે વરસાદ, આ રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ

આખા ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે. વળી, રાજધાનીમાં આજે એકવાર ફરીથી વાદળો વરસી શકે છે.

|
Google Oneindia Gujarati News

Thunderstorm and Heavy rain alert in Delhi: આખા ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે. વળી, રાજધાનીમાં આજે એકવાર ફરીથી વાદળો વરસી શકે છે. આઈએમડીએ કહ્યુ છે કે રાજધાનીમાં આજે હળવો વરસાદ પણ થઈ શકે છે. ત્યારબાદ ઝડપથી પારો ગગડી શકે છે. વિભાગના જણાવ્યા મુજબ આજે 7 ડિગ્રી સેલ્સિયલ સુધી તાપમાન ઘટી શકે છે અને મહત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાનુ અનુમાન છે.

દિલ્લીમાં વરસશે વાદળ

દિલ્લીમાં વરસશે વાદળ

વળી, દિલ્લી ઉપરાંત આજે કેરળ, માહે અને તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની સંભાવના છે. માટે આ જગ્યાએ હવામાન વિભાગે એલર્ટ જાહેર કરી છે. આઈએમડીના જણાવ્યા મુજબ 10 જાન્યુઆરીથી ઠંડીમાં રાહત મળી શકે છે. બીજી તરફ હિમાચલ, કાશ્મીર અને ઉત્તરાખંડમાં હિમવર્ષાનો દોર ચાલુ છે. કેલાંગ, કલ્પા અને મનાલીમાં પારો શૂન્યથી નીચે જતો રહ્યો છે. વળી, આજે મધ્ય પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે ભારે વરસાદની સંભાવના છે.

બે દિવસ માટે વરસાદની એલર્ટ

બે દિવસ માટે વરસાદની એલર્ટ

ઉત્તરાખંડ અને હિમાચલમાં પણ આવતા બે દિવસ માટે વરસાદની એલર્ટ જાહેર કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં વરસાદ અને હિમવર્ષા થઈ છે. જ્યારે લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, લક્ષદ્વીપ, હરિયાણા, પંજાબ, ચંદીગઢમાં વરસાદ થયો છે. વળી, સ્કાઈમેટે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે 8 જાન્યુઆરીએ દિલ્લીથી લઈને કાશ્મીર સુધી ફરીથી વરસાદ જોવા મળશે.

સ્કાઈમેટે આપી ચેતવણી

સ્કાઈમેટે આપી ચેતવણી

મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુમાં વરસાદ થવાની સંભાવના છે. ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, ચંદીગઢ અને દિલ્લી, નાગાલેન્ડ, મણિપુર, કર્ણાટક, મિઝોરમ અને કેરળમાં પણ હળવો વરસાદ થઈ શકે છે અને તાપમાનમાં ઘટાડો થશે. વળી, બીજી તરફ અમૃતસર, પટિયાલા અને અંબાલામાં દક્ષિણ ભારતના રાજ્ય કર્ણાટક, તમિલનાડુના અમુક ભાગોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.

UNSCમાં 3 સમિતિઓની અધ્યક્ષતા કરશે ભારતUNSCમાં 3 સમિતિઓની અધ્યક્ષતા કરશે ભારત

English summary
Light rain expected in Delhi, thunderstorm alert in Tamil Nadu, Kerala & Tamilnadu and Puducherry today: IMD.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X