For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ગુજરાતથી સફારી માટે ઈટાવા મોકલાયેલ સિંહનું ભૂખને કારણે મોત

Video: ગુજરાતથી સફારી માટે ઈટાવા મોકલાયેલ સિંહનું ભૂખને કારણે મોત

|
Google Oneindia Gujarati News

Recommended Video

VIDEO: गुजरात से सफारी के लिए इटावा में लाए गए शेर की तबियत खराब हुई, भूख से मर गया

ઈટાવાઃ ઓક્ટોબર 2019માં ગુજરાતથી યૂપીના ઈટાવામાં સફારી માટે સાત સિંહ મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 'તૌકીર' નામના સિંહની તબિયત લથડી હતી. તે ખોરાક પણ ઓછો ખાતો હતો. 6 ઓક્ટોબરથી તેણે કંઈપણ નહોતું ખાધું ત્યારે આઈબીઆરડી બરેલી અને મથુરાના પશુ ચિકિત્સકને તેના ઈલાજ માટે બોલાવવામાં આવ્યા હતા. તેમણે સિંહને ગ્લૂકોઝ ચઢાવ્યો હતો પરંતુ છતાં સિંહનું સ્વાસ્થ્ય નહોતું સુધર્યું. ડૉક્ટર્સે 1750 એમએલ ગ્લૂકોજ ચઢાવ્યોના થોડા દિવસ બાદ ફરીથી 900 એમએલ ચઢાવ્યો. જે બાદ ગત શુક્રવારે સાંજે 7.30 વાગ્યે તેને સફારીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

ગુજરાતથી લઈ ગયા બાદ કંઈ નહોતું ખાધું

ગુજરાતથી લઈ ગયા બાદ કંઈ નહોતું ખાધું

ડૉક્ટર્સના તમામ પ્રયાસો બાદ પણ સિંહને નહોતો બચાવી શકાયો. રાત્રે 11 વાગ્યે તેનું મૃત્યુ થઈ ગયું. સફારી પ્રબંધન સાથે જોડાયેલા લોકોએ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બરેલી મોકલી આપ્યો છે. આ સંબંધમાં વાત કરવા પર તેમણે કહ્યું કે ગુજરાતથી લાવવામાં આવેલ સિંહ અહીં ઠીકથી કંઈ નહોતો ખાઈ શકતો.

11 સિંહનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે

11 સિંહનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે

ઈટાવા સફારીમાં પહેલેથી આઠ સિંહ હતા. તે બાદ આ મહિને ગુજરાતથી અન્ય સાત સિંહ મોકલવામાં આવ્યા હતા. જેમને ભેળવતાં કુલ સિંહની સંખ્યા 15 થઈ ગઈ હતી. સિંહણ જેસિકાએ 4 બચ્ચાંને જન્મ આપ્યો હતો, 2 મહિના પહેલા તેમાંથી એકનું મોત થઈ ગયું હતું. આ લાયન સફારીમાં અત્યાર સુધીમાં 11 સિંહોના મોત થઈ ચૂક્યાં છે, જેમાંથી 6 બાળ સિંહ અને 5 સિંહ-સિંહણ હતાં.

તૌકીરના મોતનો પતો લગાવવાની કોશિશ

તૌકીરના મોતનો પતો લગાવવાની કોશિશ

ઉત્તર પ્રદેશના મુખ્ય વન સંરક્ષક વિભાગના અધ્યક્ષ પવન કુમાર પ્રધાન પણ લખનઉથી અહીં પહોંચ્યા. તેમણે જણાવ્યું કે અમે લોકો હાલમાં જ ગુજરાતથી સાત સિંહ લઈ આવ્યા હતા. ઉત્તર પ્રદેશના પર્યાવરણને સેટ કરવામાં તેમને સમય લાગે છે. હવે તૌકીરના મૃત્યુનો પતો લગાવવાની કોશિશ કરી રહ્યા છીએ.

અર્થવ્યવસ્થાની આલોચના પર નાણામંત્રી સીતારમણે પતિને આવો જવાબ આપ્યોઅર્થવ્યવસ્થાની આલોચના પર નાણામંત્રી સીતારમણે પતિને આવો જવાબ આપ્યો

English summary
lion transferred from gujarat to etawah died
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X