For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Live: ભાજપ પાસેથી કોંગ્રેસે છીનવી લીધાં 3 રાજ્ય

Live: ભાજપ પાસેથી કોંગ્રેસે છીનવી લીધાં 3 રાજ્ય

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મિઝોરમ, છત્તીસગઢ અને તેલંગાણામાં થયેલ વિધાનસભા ચૂંટણીના આજે પરિણામ જાહેર થઈ રહ્યાં છે. આજે કુલ 8500 ઉમેદવારોની કિસ્મતનો ફેસલો થવા જઈ રહ્યો છે. દેશભરની નજર આજે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણીઓના રિઝલ્ટ પર છે, આ ત્રણેય રાજ્યોમાં ભાજપની સરકાર છે અને આ ત્રણેય રાજ્યોમાં ભાજપને ખુરસી સરકવાનો ડર સતાવી રહ્યો છે. મંગળવારે સવારથી જ તમામ રાજ્યોનાં પરિણામ જાહેર થવાં શરૂ થઈ જશે. પાંચેય રાજ્યોના પરિણામો જાહેર કરવા માટે ચૂંટણી પંચે પણ ખાસ તૈયારી કરી લીધી છે. ત્યારે પાંચેય રાજ્યોમાં કોણ સરકાર બનાવશે અને શું ભાજપનું પત્તું સાફ થઈ જશે? આવા સવાલોના જવાબ માટે અને દરેક સીટનું રિઝલ્ટ જાણવા માટે વનઈન્ડિયા ગુજરાતી સાથે બન્યા રહો.

assembly election result

Newest First Oldest First
5:59 AM, 12 Dec

આ મધ્ય પ્રદેશના વિકાસની શરૂઆત છેઃ કમલનાથ
5:59 AM, 12 Dec

કમલનાથે કહ્યું અમે રાજ્યપલને પત્ર લખી મલાકાત માટે સમય માંગ્યો છે, જેથી અમે અમારી બબુમતી સાબિત કરી શકીએ
5:58 AM, 12 Dec

કમલનાથે કહ્યું, મધ્ય પ્રદેશમાં અમને પૂર્ણ બહુમત મળી ચૂક્યું છે.
9:38 PM, 11 Dec

મધ્ય પ્રદેશઃ શવપુરીથી ભાજપના ઉમેદવાર યશોધરા રાજે સિંધિયાએ 298748 વોટથી ચૂંટણી જીતી
9:09 PM, 11 Dec

વસુંધરા રાજેએ જીત બદલ કોંગ્રેસને અભિનંદન પાઠવ્યા, કહ્યું- 5 વર્ષમાં ભાજપે ઘણાં કામ કર્યાં, અપેક્ષા રાખું છું કે આગામી સરકાર આ કામોને આગળ લઈ જશે.
8:35 PM, 11 Dec

મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કરવામાં આવેલ કોંગ્રેસના નેતા એકે એન્ટની અને મલ્લિકાર્જુન ખડગે
8:35 PM, 11 Dec

મધ્ય પ્રદેશમાં અત્યાર સુધીના પરિણામમાં 112 સાટ પર કોંગ્રેસ આગળ, 110 સીટ પર ભાજપને લીડ, 2 સીટ પર બસપા આગળ
8:34 PM, 11 Dec

2014 લોકસભા ચૂંટણીમાંથી હું ઘણુંબધું શીખ્યો છું, ભાજપની વિચારધારા વિરુદ્ધ અમે લડીશું, આજે તેમને હરાવ્યા છે, 2019ની ચૂંટણીમાં પણ હરાવીશુંઃ રાહુલ ગાંધી
8:23 PM, 11 Dec

કોંગ્રેસ, સપા અને બસપાની વિચારધારા એક છે, વિપક્ષ એક સાથે છે, 2019 લોકસભા ચૂંટણી બધા એકસાથે મળીને લડશુંઃ રાહુલ ગાંધી
7:56 PM, 11 Dec

કોંગ્રેસથી હારનાર ત્રણ રાજ્યોના સીએમનો રાહુલ ગાંધીએ આભાર માન્યો, બોલ્યા અમે સારાં કામોને આગળ વધારીશું.
7:55 PM, 11 Dec

દિલ્હીના કોંગ્રેસ ઑફિસમાં રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ, આ જીત કાર્યકરો અને દેશના ખેડૂતોની જીત છે, અમે ત્રણ રાજ્યોમાં ભાજપને હરાવ્યું છે.
7:55 PM, 11 Dec

દિલ્હીમાં કોંગ્રેસ ઑફિસ પહોંચ્યા રાહુલ ગાંધી, કેટલાક સમયમાં જ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ પર પ્રેસ કોન્ફરન્સ કરશે.
7:35 PM, 11 Dec

મધ્ય પ્રદેશમાં ચૂંટણી આયોગનું નિવેદન, રાત્રે 10 વાગ્યા સુધી રાજ્યના પરિણામ જાહેર થશે, હાલ મતગણતરી ચાલુ.
7:34 PM, 11 Dec

મધ્ય પ્રદેશના ભોપાલમાં કોંગ્રેસ ઑફિસ બહાર કાર્યકરોમાં જશ્નનો માહો, 12 સીટ પર કોંગ્રેસની જીત. 100 સીટ પર ચાલે છે આગળ
7:12 PM, 11 Dec

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ 114 સીટ પર આગળ, 108 સીટ પર ભાજપ આગળ, આઠ સીટ પર અન્ય ઉમેદવારો આગળ
7:12 PM, 11 Dec

મધ્ય પ્રદેશની ખરગોની સીટ પર કોંગ્રેસ ઉમેદવાર રવિ રમેશચંદ્ર જોશી ચૂંટણી જીત્યા, ભાજપ ઉમેદવાર બાલકૃષ્ણ પાટીદાર હાર્યા
7:10 PM, 11 Dec

રાજસ્થાનમાં 6 સીટ પર જીતી બીએસપી, બસપા ઉમેદવાર ચૌ.દીપચંદ ખૈરિયા, સંદીપ યાદવ, જોગેન્દ્ર અવાના, રાજેન્દ્ર ગુઢા, વાજિદ અલી અને લાખન સિંહ મીણા ચૂંટણી જીત્યા
7:03 PM, 11 Dec

વિધાનસભા ચૂંટણી પરિણામો પર બોલ્યા સમાજવાદી સેક્યુલર મોર્ચાના અધ્યક્ષ શિવપાલ યાદવ, પાંચ રાજ્યોની ચૂંટણીમાં સેક્યુલર લોકોની જીત થઈ
7:03 PM, 11 Dec

મધ્ય પ્રદેશની સેંધવા સીટથી કોંગ્રેસ ઉમેદવાર ગ્યારસીલાલ રાવત જીત્યા, શિવરાજ સરકારમાં મંત્રી રહેલ અંતરસિંહ આર્ય હાર્યા
7:02 PM, 11 Dec

મધ્ય પ્રદેશની ભાંડેર વિધાનસભા સીટ પર કોંગ્રેસ ઉમેદવાર રક્ષા સિરોનિયા 40 હજાર વોટથી જીત્યા, ભાજપની રજની પ્રજાપતિની હાર
6:39 PM, 11 Dec

મધ્ય પ્રદેશની સેંધવા સીટથી કોંગ્રેસ ઉમેદવાર ગ્યારસીલાલ રાવત જીત્યા, શિવરાજ સરકારમાં મંત્રી રહેલ અંતરસિંહ આર્યની હાર
6:39 PM, 11 Dec

મધ્ય પ્રદેશની ભાંડેર વિધાનસભા સીટ પર કોંગ્રેસ ઉમેદવાર રક્ષા સિરોનિયા 40 હજાર વોટોથી જીતી, ભાજપની રજની પ્રજાપતિ હાર્યાં
6:31 PM, 11 Dec

મિઝોરમ નેશનલ ફ્રન્ટના અધ્યક્ષ જોરમથંગાના નેતૃત્વમાં ગવર્નરને મળેલ પાર્ટી નેતાઓના પ્રતિનિધિમંડળ, મિઝોરમની 40માંથી 26 સીટો પર એમએનએફે જીત નોંધાવી છે.
6:30 PM, 11 Dec

ચૂંટણી પરિણામો બાદ મિઝોરમના મુખ્યમંત્રી લાલ થનહવલાએ હારની જવાબદારી લીધી, મુખ્યમંત્રી પદથી આપ્યું રાજીનામું
6:30 PM, 11 Dec

આ એક મોટી જીત છે, અમે ત્રણ રાજ્યોમાં સરકાર બનાવવા જઈ રહ્યા છીએ, ગુજરાતમાં રાહુલ ગાંધીએ જેવી રીતે પીએમ મોદી અને અમિત શાહનો સામનો કર્યો, તે બાદ કોંગ્રેસનો ગ્રાફ વધ્યો છે અને પીએમ મોદીનો ગ્રાફ નીચે પટકાયો છેઃ અશોક ગેહલોત
6:28 PM, 11 Dec

ધારાસભ્યોની મુલાકાત બાદ તમામનો મત પાર્ટી મોવડી મંડળને જણાવી દેવામાં આવશે, જે બાદ સાંજે ધારાસભ્યોની બીજી બેઠક યોજાશેઃ અવિનાશ પાંડે, કોંગ્રેસ
5:58 PM, 11 Dec

હું છત્તીસગઢમાં હાર માટે જવાબદારી લઉં છું, કેમ કે આ ચૂંટણી મારા નેતૃત્વમાં લડવામાં આવી હતી, અમે એક મજબૂત વિપક્ષની ભૂમિકા નિભાવીશું અને રાજ્યના વિકાસ માટે કાર્ય કરશુંઃ રમણ સિંહ
5:29 PM, 11 Dec

મધ્ય પ્રદેશના જબલપુરમાં સિહોરા વિધાનસભા સીટ પર બાજપની નંદની મરાવીએ કોંગ્રેસના ખિલાડી સિંહ આરમોને 6823 મતથી હરાવ્યા
5:28 PM, 11 Dec

આ ચૂંટણી આગામી 2-3 મહિનામાં થનાર 2019 લોકસભા ફાઈનલ મેચની સેમીફાઈનલ છે, હવે અમારે માત્ર ચૂંટણીનો ઈંતેજાર છે, 2019ની ઉલટી ગણતરી શરૂ થઈ ચૂકી છેઃ મમતા બેનરજી
4:59 PM, 11 Dec

રાજસ્થાનમાં કોંગ્રેસે 12 સીટ પર જીત મેળવી, 89 સીટ પર આગળ ચાલી રહી છે, જય પુરમાં કોંગ્રેસ ઑફિસે સચિન પાયલટ, અશોક ગેહલોતે દેખાડ્યો જીતનો સાઈન
READ MORE

English summary
live update of 5 state assembly election result 2018, stay tuned for latest update
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X