For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાસવાનની મોદીને ચિઠ્ઠી- દલિતોમાં ગુસ્સો, એનજીટી ચેરમેનપદેથી જસ્ટીસ ગોયલને હટાવો

લોક જનશક્તિ પાર્ટીના સાંસદ ચિરાગ પાસવાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખીને જસ્ટીસ એ કે ગોયલને એનજીટીના ચેરમેનપદેથી બરખાસ્ત કરવાની માંગ કરી છે.

|
Google Oneindia Gujarati News

લોક જનશક્તિ પાર્ટીના સાંસદ ચિરાગ પાસવાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખીને જસ્ટીસ એ કે ગોયલને એનજીટીના ચેરમેનપદેથી બરખાસ્ત કરવાની માંગ કરી છે. જસ્ટીસ ગોયલે એસસી-એસટી એક્ટ અંગે ચૂકાદો આપ્યો હતો. આમાં તેમણે તપાસ પહેલા આ એક્ટ હેઠળ ધરપકડ પર રોક લગાવી દીધી હતી. આ ચૂકાદા અંગે દલિતોએ ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને 2 એપ્રિલે ભારત બંધનું એલાન આપ્યુ હતુ. ચિરાગ પાસવાને પોતાની ચિઠ્ઠીમાં કહ્યુ છે કે દલિતોમાં ગોયલને એનજીટીના ચેરમેન બનાવવા માટે ગુસ્સો છે અને આ અંગે 9 ઓગસ્ટે થનારા દલિતોનું વિરોધ પ્રદર્શન 2 એપ્રિલથી પણ વધુ આક્રમક હશે.

chirag

સરકારના સહયોગી દળ લોજપાના સાંસદ ચિરાગ પાસવાને અનુસૂચિત જાતિ અને જનજાતિના મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં કહ્યુ છે કે 20 માર્ચના રોજ સુપ્રિમ કોર્ટના જજ એકે ગોયલે એસસી-એસટી અધિનિયમ પર ચૂકાદો સંભળાવ્યો જે અંગે અનુસૂચિત જાતિ અને જનજાતિ સમુદાયમાં અસંતોષ અને આક્રોશ છે. એક વાર ફરીથી અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગે ભારત બંધનું આહવાન કર્યુ છે જેના કારણે સરકારે આનૈ પર ધ્યાન આપવાની જરૂરત છે.

જસ્ટીસ ગોયલની નિયુક્તિ અંગે ચિરાગ પાસવાનના પિતા કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન પણ સવાલ ઉઠાવી ચૂક્યા છે. રામવિલાસ પાસવાને કહ્યુ છે કે ગોયલની નિયુક્તિ કરવાથી સમાજમાં ખોટો સંદેશ ગયો છે અને આ અંગે દલિત સાંસદોએ ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રિમ કોર્ટની એકે ગોયલ અને યુયુ લલિતની ખંડપીઠે ચૂકાદો આપ્યો હતો કે એસસી-એસટી એક્ટ હેઠળ કથિત ઉત્પીડનની ફરિયાદ અંગે ત્વરિત ધરપકડ નહિ થાય અને પ્રારંભિક તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે. એકે ગોયલ 6 જુલાઈના રોજ સુપ્રિમ કોર્ટમાંથી રિટાયર થયા હતા અને સરકારે તે જ દિવસે તેમને એનજીટીના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા હતા.

English summary
LJP MP Chirag Paswan writes to PM Modi demands sacked Justice AK Goyal as NGT Chairman
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X