For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉનઃ કોંગ્રેસનો પીએમને સવાલ, ગરીબ 21 દિવસ સુધી કેવી રીતે ખાશે?

પીએમ મોદીના સંબોધન બાદ કોંગ્રેસ તરફથી અમુક સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના ખતરાને જોતા અત્યારે દેશમાં લૉકડાઉન છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એલાન બાદ 25 માર્ચથી 21 દિવસ સુધી દેશમાં લૉકડાઉન છે. પીએમ મોદીના સંબોધન બાદ કોંગ્રેસ તરફથી અમુક સવાલ ઉઠાવવામાં આવ્યા છે. કોંગ્રેસે કહ્યુ કે લૉકડાઉન બધાએ માનવુ જોઈએ પરંતુ ગરીબ, મજૂર, સુરક્ષાકર્મી અને મેડીકલ ક્ષેત્રના લોકોની મુશ્કેલીઓ સરકાર નથી સમજી રહી. આ લોકો માટે જરૂરી પગલા લેવામાં નથી આવ્યા.

સૂરજેવાલાએ કર્યા ઘણા ટ્વિટ

સૂરજેવાલાએ કર્યા ઘણા ટ્વિટ

કોંગ્રેસ પ્રવકતા સુરજેવાલાએ ઘણા ટ્વિટ કર્યા છે. સુરજેવાલાએ કહ્યુ કે દેશ તો લૉકડાઉનો દરેક આગ્રહ માનશે. પરંતુ પ્રધાનમંત્રીએ કોરોના મહામારીને રોકવા માટે શું કર્યુ? આરોગ્યકર્મીઓની સુરક્ષા કેવી રીતે થશે? કોરોનાથી પેદા થયેલા રોજીરોટીના મહાસંકટનો ઉકેલ શું છે? ગરીબ, મજૂર, ખેડૂત, દુકાનદારો 21 દિવસ કેવી રીતે કાપશે? કોરોનાથી લડવા માટે આરોગ્યકર્મીઓને સુવિધાઓ મળવી જરૂરી છે પરંતુ તેના માટે એન-95 માસ્ક, 3 પ્લાઈ માસ્ક, સૂટ ઉપલબ્ધ કેમ નથી? દેશને માર્ચમાં જ 7,25 લાખ બૉડી સૂટ, 60 લાખ એન-95 માસ્ક, 1 કરોડ પ્લાઈ માસ્કન જરૂર છે. આ ક્યારે મળશે?
સુરજેવાલાએ કહ્યુ કે આ દૂર્ભાગ્યપૂર્ણ છે પરંતુ હકીકત છે કે કોરોના ફેલાયાના 84 દિવસ બાદ 24 માર્ચે તમારી સરકારે વેંટિલેટર, શ્વાસ લેવાના ઉપકરણો અને હેન્ડ સેનિટાઈઝર નિકાસ પર રોક લગાવી છે. કોરોના સંક્રમણથી લડવા માટે આ તમારી તૈયારી છે?

મોદીના સંબોધનમાં ગરીબનો ઉલ્લેખ નથી

મોદીના સંબોધનમાં ગરીબનો ઉલ્લેખ ન હોવાની વાત કહીને સુરજેવાલાએ લખ્યુ, તમે(મોદીને) કોરોના સામે લડવા માટે 50 મિનિટના બે ભાષણ આપ્યા. દેશ સ્તબ્ધ છે કે તમે કરોડો ફેક્ટરી મજૂરો, મનરેગા શ્રમિકો, રેકડી-લારીવાળા, ખેતીમાં મજૂરી કરતા મજૂરો, અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરોની રોજીરોટી માટે એક પણ શબ્દ નથી કહ્યો. 21 દિવસ એ પોતાના પરિવારનુ પેટ કેવી રીતે ભરશે?
સુરજેવાલએ અત્યારે ખેડૂતોના સંકટ પર કહ્યુ, દેશની એક તૃતીયાંશ વસ્તી ખેતી કરે છે. તમે એક શબ્દ પણ ખેડૂતો માટે નથી કહ્યો. આગલા અઠવાડિયો ઉભો પાક કપાવા માટે તૈયાર છે. પાક કેવી રીતે કપાશે, કેવી રીતે વેચાશે અને ઉચિત મુલ્ય કોણ આપશે? આના પર સરકારની શું તૈયારી છે, તમારે જણાવવુ જોઈએ. આ સંકટકાળમાં ખેડૂતોની દેવામાફી જ એક રસ્તો છે. ખેડૂતોના દેવા અને રિકવરી તત્કાળ બંધ કરો. પાકના યોગ્ય મૂલ્ય પર ખરીદીની સંપૂર્ણ વ્યવસ્થા કરો.

તૈયારીઓ પર ઉઠાવ્યા સવાલ

સુરજેવાલાએ 2019ના ચૂંટણી પહેલા કોંગ્રેસ તરફથી મેનીફેસ્ટોમાં શામેલ કરવામાં આવેલી ન્યાય યોજના લાગુ કરવાની માંગ કરી છે. સુરજેવાલએ કહ્યુ, આજે જરૂર છે કે કોંગ્રેસ તરફથી સૂચવવામાં આવેલ લઘુત્તમ આવક યોજનાને તત્કાલ લાગુ કરવામાં આવે. દરેક જન-ધન ખાતા, પીએમ ખેડૂત ખાતા, પેન્શન ખાતામાં 7500 રૂપિયા જમા કરાવો જેથી ગરીબ વ્યક્તિ કમસે કમ બે ટંકની રોટલી તો ખઈ શકે. સુરજેવાલાએ કોરોના સામે લડવાની તૈયારી પર સરકારને સંપૂર્ણપણે ફેલ ગણાવીને કહ્યુ કે દેશ કોરોના સામે લડશે અને હરાવશે પણ. દેશ સરકારની ઘોષણા સાથે છે પરંતુ ઉપાયોથી સંપૂર્ણપણે નિરાશ છે. આવી પળો નેતૃત્વની પરીક્ષા લે છે. અફસોસ મોદી સરકાર આના માટે તૈયાર નથી.

21 દિવસ સુધી દેશમાં છે લૉકડાઉન

21 દિવસ સુધી દેશમાં છે લૉકડાઉન

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના વધતા ખતરાને જોતા સોમવારથી જ દેશના મોટાભાગના હિસ્સા બંધ છે. વળી, પીએમ મોદીના એલાન બાદ 25 માર્ચથી આખા દેશમાં લૉકડાઉન લાગુ કરી દેવામાં આવ્યુ છે. પંજાબ, મહારાષ્ટ્રમાં આ પહેલા જ કર્ફ્યુ લાગેલો છે. બુધવારે ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત કેસોની સંખ્યા 562 સુધી પહોંચી ગઈ છે. દુનિયાભરની વાત કરીએ તો સાડા ચાર લાખથી વધુ લોક આ વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને 19 હજાર લોકોના મોત થઈ ગયા છે. ઈટલીમાં સૌથી વધુ 6800 લોકોના મોત થયા છે.

આ પણ વાંચોઃ લૉકડાઉન વચ્ચે શેર બજારમાં કડાકો, 27000થી નીચે પહોંચ્યો સેન્સેક્સઆ પણ વાંચોઃ લૉકડાઉન વચ્ચે શેર બજારમાં કડાકો, 27000થી નીચે પહોંચ્યો સેન્સેક્સ

English summary
lockdown corona virus congress randeep singh surjewala narednra modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X