Lockdown 4.0 Guidelines: 31 મે સુધી લૉકડાઉન યથાવત, ગૃહ મંત્રાલયે ગાઈડલાઈન જાહેર કરી

Lockdown 4.0 Guidelines: 31 મે સુધી લૉકડાઉન યથાવત, ગૃહ મંત્રાલયે ગાઈડલાઈન જાહેર કરી

નવી દિલ્હીઃ કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો રોકવા માટે 54 દિવસથી ચાલી રહેલા લૉકડાઉનને 31 મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે. લૉકડાઉનનો આ ચોથો તબક્કો છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી (NDMA)એ પ્રેસ રિલીઝ જાહેર કરી કોરોના વાયરસથી નિપટવા માટે લૉકડાઉનને 31 મે સુધી લંબાવવાની ભલામણ કરી હતી. NDMAએ કહ્યું કે કોવિડ-19ને ફેલાતો રોકવા માટે લૉકડાઉનની અવધી વધારવામાં આવે, નવા દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવે. પીએણ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના નામ સંબોધનમાં ચોથા તબક્કાના લૉકડાઉનની ઘોષણા કરી હતી. તેમણે કહ્યું હતું કે લૉકડાઉનનો ચોથો તબક્કો નવા રંગ રૂપ વાળો હશે.

ગૃહ મંત્રાલયના દિશા-નિર્દેશો મુજબ શું ખુલશે શું બંધ રહેશે, જાણો

  • મેટ્રો અને રેલવે સેવા હાલ નહિ ખુલે.
  • ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય ઉડાણો પર પ્રતિબંધ યથાવત રહેશે.
  • શૉપિંગ મૉલ બંધ રહેશે.
  • હૉટલ, રેસ્ટોરાં બંધ રહેશે.
  • ધાર્મિક સ્થળ બંધ રહેશે.
  • રાજ્યો વચ્ચે પરસ્પર સહમતિથી બસ સેવા ચાલુ થશે.
  • કંટેનમેન્ટ ઝોન સિવાય આંતરરાજ્ય બસ સેવાઓ ચાલુ થશે.
  • વૃદ્ધ અને 10 વર્ષની ઉંમરના બાળકોને ઘરમાં રહેવાની સલાહ.
  • સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગૂ રહેશે.
  • હવે રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોન રાજ્યો નક્કી કરશે.
  • સ્વાસ્થ્યકર્મી એક રાજ્યથી બીજા રાજ્યમાં આવી કે જઈ શકે છે.

લૉકડાઉનનો ચોથો તબક્કો શરૂ

લૉકડાઉનનો ચોથો તબક્કો શરૂ

જણાવી દઈએ કે દેશમાં લૉકડાઉનનો પહેલો ફેઝ 25 માર્ચથી 14 એપ્રિલના રોજ લગાવવામાં આવ્યો હતો. જે બાદ 15 એપ્રિલથી 3 મે સુધી બીજા ચરણની ઘોષણા કરવામાં આવી હતી. જે બાદ 4 મેથી 17 મે સુધી ત્રીજા તબક્કો લાગૂ થયો હતો અને હવે 31 મે સુધી ચોથો તબક્કો ચાલુ કરી દેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં લૉકડાઉનના નિર્ણય લેવા અંગે હાઈલેવલની કોર કમિટીની મીટિંગ શરૂ થઈ ગઈ છે. મોડી રાત સુધીમાં ગુજરાત સરકાર તરફથી પણ દિશાનિર્દેશો જાહેર કરવામાં આવશે.

હોમ ડિલીવરીની સુવિધા આપી શકાય

હોમ ડિલીવરીની સુવિધા આપી શકાય

ગૃહ મંત્રાલયે ભારત સરકારના મંત્રાલયો, વિભાગો, રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશ અંતર્ગતના પ્રશાસનો માટે કોવિડ 19 નિયંત્રણ માટે ઉપાયો પર દિશાનિર્દેશો જાહેર કર્યા છે. કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન્સ મુજબ લૉકડાઉન 4.0માં પણ મેટ્રો અને રેલ સેવા બંધ રહેશે. સામાન્ય હવાઈ સેવા પણ સંચાલિત નહિ થાય. સ્કૂલ, કોલેજ અને કોચિંગ પણ બંધ રહેશે. આ ઉપરાત ચિકિત્સામાં સહયોગ કરનાર હોટલ ઉપરાત તમામ હોટલ અને રેસ્ટોરાં બંધ રહેશે. જો કે હોમ ડિલિવરીની સુવિધા આપી શકાય છે.

રાજ્યો નક્કી કરશે રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન

રાજ્યો નક્કી કરશે રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન

ગૃહ મંત્રાલયે જણાવ્યું કે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા શેર કરેલા માપદંડોના આધારે રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન સંબંધિ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રશાસન દ્વારા નક્કી કરવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે આ વખતે ક્ષેત્રોને ત્રણ ઝોનમાં વહેંચવા ઉપરાંત પાંચ ઝોન નિર્ધારિત કર્યા છે. લૉકડાઉનના ચોથા તબક્કામાં બધા સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમ પ્રતિબધિત રહેશે. વધુ લોકોએ એકઠા થવું કાયદાનો ઉલ્લંઘન ગણાશે માટે ધાર્મિક સ્થળો પણ બંધ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X