For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રઃ કાબુ નથી થઈ રહ્યો કોરોના, ઔરંગાબાદમાં લગાવાયુ સંપૂર્ણ લૉકડાઉન

કોરોના વેક્સીનેશન છતાં મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનુ સંક્રમણ નિયંત્રણથી બહાર છે.

|
Google Oneindia Gujarati News

ઔરંગાબાદઃ કોરોના વેક્સીનેશન છતાં મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનુ સંક્રમણ નિયંત્રણથી બહાર છે. ઘણા રાજ્યોમાં રિકવરી રેટ 95 ટકાથી ઉપર જઈ ચૂક્યો છે પરંતુ મહારાષ્ટ્ર નવા દર્દીઓ મામલે હજુ પણ ટૉપમાં છે. હવે અહીં ઔરંગાબાદમાં વીકેન્ડ પર સંપૂર્ણપણે લૉકડાઉન લગાવવામાં આવ્યુ છે. ન્યૂઝ એજન્સીએ ઔરંગાબાદના ફોટા જાહેર કર્યા છે જેમાં જોઈ શકાય છે કે મકાન-દુકાનો પર તાળા લાગેલા છે. લોકોને બહાર ન નીકળવા માટે કહેવામાં આવી રહ્યુ છે. ઠેર-ઠેર પોલિસનો પહેરો છે. પ્રશાસનિક અધિકારીએ જણાવ્યુ કે કોરોનાના વધતા કેસોના કારણે આ કરવામાં આવ્યુ છે.

Aurangabad lockdown

વર્ષમાં પહેલી વાર 1 દિવસમાં 15 હજારથી વધુ દર્દી

મહારાષ્ટ્રમાં કોરોના એટલી હદે ફેલાઈ રહ્યો છે જેનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે અહીં એક દિવસમાં 15 હજારથી વધુ નવા કોરોના દર્દી મળ્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે આ વર્ષે આ પહેલી વાર છે જ્યારે 12 માર્ચે અહીં 15,817 નવા કેસ નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત એક જ દિવસમાં અહીં મહામારીના કારણે 56 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કુલ કેસોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 22,82,191 દર્દી જોવા મળ્યા છે. જેમાંથી 52,723 લોકોએ કોરોનાના કારણે દમ તોડી દીધો. જો કે 21,17,744 લોકો સંક્રમણ મુક્ત પણ થઈ ચૂક્યા છે.

રાજ્યમાં અત્યાર સુધી પોણા 2 કરોડ કોરોના ટેસ્ટ

મહારાષ્ટ્રમાં અત્યાર સુધી લોકોના 1,73,10,586 કોરોના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. અહીં હજુ પણ 1,10,485 સક્રિય દર્દી છે. મહારાષ્ટ્રની વસ્તી 12,21,53,000 કરોડ છે. દર 10 લાખ લોકો પર અહીં 18,683.1નો કોરોના થયો. સક્રિય રેશિયો 4.8 ટકા રહ્યો. વળી, રિકવરી રેટ 92.8 ટકા છે. મૃત્યુદર 2.3 ટકા છે. મહારાષ્ટ્રમાં દેશના સૌથી વધુ કોરોના દર્દી છે.

એસ્ટ્રેજેનેકા વેક્સીન પર રોક લગાવવાનુ કોઈ કારણ નથીઃ WHOએસ્ટ્રેજેનેકા વેક્સીન પર રોક લગાવવાનુ કોઈ કારણ નથીઃ WHO

English summary
Lockdown in Aurangabad district of Maharashtra due to increase in covid 19 case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X