For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા ચૂંટણી તારીખોમાં રમજાન અને રોજાનો ખ્યાલ રાખવામાં આવ્યો નથીઃ TMC

કોલકત્તાના મેયર અને ટીએમસી નેતા ફિરહાદ હકીમે આરોપ લગાવ્યો છે કે લોકસભા ચૂંટણી તારીખોમાં રમજાન દરમિયાનના રોજાનો ખ્યાલ રાખવામાં આવ્યો નથી.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીની ડેટશીટ આવી ગઈ છે. સાત ચરણોમાં ચૂંટણી થશે અને 23 મેના રોજ પરિણામો જાહેર થશે. એવામાં આગામી ચૂંટણીમાં જીત મેળવવા માટે બધી પાર્ટીઓ જોરશોરથી લાગી ગઈ છે. પરંતુ અમુક રાજકીય પક્ષોએ ચૂંટણીના તારીખો પર વાંધો વ્યક્ત કર્યો છે. કોલકત્તાના મેયર અને ટીએમસી નેતા ફિરહાદ હકીમે આરોપ લગાવ્યો છે કે ભાજપ ઈચ્છે છે કે લઘુમતીઓ પોતાનો મત ન આપે એટલા માટે રમજાન દરમિયાન રોજાનો ખ્યાલ રાખવામાં આવ્યો નથી.

tmc leader

ફિરહાદ હાકીમે આગળ કહ્યુ, 'ચૂંટણી કમિશન એક બંધારણીય સંસ્થા છે અને અમે તેનુ સમ્માન કરીએ છીએ. અમે તેમની સામે કંઈ પણ બોલવા ઈચ્છતા નથી. પરંતુ 7 તબક્કામાં ચૂંટણી બિહાર, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળના લોકો માટે મુશ્કેલ બનશે. આ તેમના માટે સૌથી વધારે મુશ્કેલ હશે જેમને એ સમયે રમજાન ચાલી રહ્યો હશે.' તેમણે આગળ કહ્યુ, 'આ ત્રણ રાજ્યોમાં લઘુમતીઓની વસ્તી ઘણી વધુ છે. તેઓ રોજા રાખીને મત આપશે. ચૂંટણી કમિશને આ વાત પોતાના દિમાગમાં રાખવી જોઈતી હતી. ભાજપ ઈચ્છે છે કે લઘુમતીઓ પોતાનો મત ન આપે. પરંતુ અમે આનાથી ચિંતિત નથી.'

તેમણે આગળ કહ્યુ કે લોકો 'ભાજપ હટાઓ, દેશ બચાઓ' નું મન બનાવી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી સાત તબક્કામાં થશે. પહેલો તબક્કો 11 એપ્રિલ, બીજો 18 એપ્રિલ, ત્રીજો 23 એપ્રિલ, ચોથો 29 એપ્રિલ, પાંચમો 6 મે, છઠ્ઠો 12 મે અને સાતમો 19 મેના રોજ થશે. 23 મેના રોજ મત ગણતરી થશે. 23 મેના રોજ માલુમ પડશે કે લોકોએ આગલા પાંચ વર્ષ માટે સત્તાની ચાવી કયા પક્ષને સોંપી છે. ઉલ્લેખનીય છે કે 2014માં 16મી લોકસભા ચૂંટણી નવ તબક્કામાં કરાવવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Pics: આકાશ અંબાણી-શ્લોકા મહેતાના રિસેપ્શનમાં ઉમટ્યુ સમગ્ર બોલિવુડઆ પણ વાંચોઃ Pics: આકાશ અંબાણી-શ્લોકા મહેતાના રિસેપ્શનમાં ઉમટ્યુ સમગ્ર બોલિવુડ

English summary
Lok Sabha Dates Clashing With Ramzan to Ensure Minorities Unable to Cast Votes: TMC Leader.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X