સર્વે: દિલ્હીમાં આપની શાખ દાવ પર, કોંગ્રેસના સૂપડા સાફ
નવી દિલ્હી, 4 એપ્રિલ: દેશમાં હાલ ચૂંટણીનો રંગ ચડી રહ્યો છે, દરેક રાજ્યમાં જુદી જુદી પાર્ટીઓની શાખ દાવ પર લાગેલી છે. આઇબીએન માટે સીએસડીએસ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આજે આપણે જાણીશું દિલ્હીનો સર્વે શું કહે છે. આ સર્વેનો આધાર પર બેઠકોનું અનુમાન ચેન્નઇ મેથેમેટિકલ ઇન્સ્ટીટ્યૂટના ડાયરેક્ટર ડોક્ટર રાજીવ લક્ષ્મણ કરંધિકરે કર્યું છે.
ડિસેમ્બરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ઐતિહાસિક પ્રદર્શન કરીને શાનદાર 28 બેઠકો પર વિજય મેળવ્યો હતો. જ્યારે ભાજપના ફાળે 35 અને કોંગ્રેસને માત્ર 8 બેઠકો મળી હતી, જ્યારે અન્યને 2 બેઠકો મળી હતી. જોકે પોતાનું શાનદાર ખાતુ ખોલાવનાર અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં કોંગ્રેસનું સમર્થન લઇને સરકાર તો બનાવી પરંતુ તેમણે માત્ર 49 દિવસ જ આ સરકાર ચલાવી. જેની ઊલટી અસર લોકસભા ચૂંટણી પર પડી શકે છે..
આવો જાણીએ કે દિલ્હીની જનતા શું કહે છે આ સર્વેમાં...

દિલ્હીનો સર્વે
દિલ્હીમાં લોકસભા બેઠક ભલે માત્ર 7 જ હોય પરંતુ રાષ્ટ્રીય મહત્વ ઘણુ વધારે છે. 49 દિવસમાં સરકારમાંથી હટનાર આમ આદમી પાર્ટીની અહીં શાખ દાવ પર છે. જ્યારે ભાજપની પાસે વધારેમાં વધારે બેઠકો મેળવવાની તક છે. જ્યારે કોંગ્રેસ પાસે ઇજ્જત બચાવવા માટે મોટો પડકાર છે.

આપ સરકારનું રાજીનામાનો નિર્ણય કેવો હતો?
સર્વેમાં પૂછાયેલા આ સવાલ પર 34 ટકા લોકોએ આને યોગ્ય નિર્ણય ગણાવ્યો જ્યારે 47 ટકા લોકોએ તેને ખોટો નિર્ણય ગણાવ્યો.

દિલ્હી સરકારનું કામ કેવું છે?
સર્વે અનુસાર 68 ટકા લોકો સરકારના કામથી સંતુષ્ટ છે જ્યારે 27 ટકા લોકો નારાજ છે.

દિલ્હીના 5 મહત્વના ચૂંટણી મુદ્દા શું છે?
સર્વેમાં મળેલા મત અનુસાર 38 ટકા લોકો માટે મોંઘવારી મહત્વનો મુદ્દો છે, જ્યારે 47 ટકા ગૃહિણીઓ પણ મોંઘવારીને મહત્વનો ચૂંટણી મુદ્દો માને છે. ત્યાર બાદ 20 ટકા ભ્રષ્ટાચારને મહત્વનો મુદ્દો માને છે, 12 ટકા ગૃહિણિઓ માટે પણ ભ્રષ્ટાચાર મોટો મુદ્દો છે. 13 ટકા લોકો માટે વિકાસ અને 12 ટકા ગૃહિણીઓ માટે વિકાસ મહત્વનો મુદ્દો છે. 5 ટકા લોકો માટે અને 5 ટકા ગૃહિણીઓ માટે પણ મહત્વનો મુદ્દો છે. આ ઉપરાંત 5 ટકા લોકો બેરોજગારીને મોટો મુદ્દો માને છે, જેના પક્ષમાં 6 ટકા ગૃહિણીઓ પણ છે.

દિલ્હીમાં કોને કેટલા વોટ?
માર્ચમાં કરવામાં આવેલા આ સર્વે અનુસાર સૌથી વધારે 40 ટકા વોટ ભાજપના પક્ષમાં, 29 ટકા વોટ આપના પક્ષમાં અને 22 ટકા વોટ કોંગ્રેસના પક્ષમાં જવાનું અનુમાન છે. આ ઉપરાંત 4 ટકા વોટ બસપાના પક્ષમાં જઇ શકે છે.

દિલ્હીમાં કોને કેટલી બેઠકો?
સર્વે અનુસાર દિલ્હીની કુલ 7 લોકસભા બેઠકોમાંથી ભાજપને 3થી4 બેઠકો મળવાની સંભવાના છે, જ્યારે આપને 2થી 3 બેઠકો અને કોંગ્રેસને શૂન્યથી 1 બેઠક મળવાની સંભાવના છે.

દિલ્હીમાં જો હાલમાં વિધાનસભા ચૂંટણી થાય તો કોને કેટલાં વોટ મળે?
સર્વે અનુસાર વિધાનસભા ચૂંટણી માટે સૌથી વધારે 44 ટકા વોટ આપના પક્ષમાં જવાનું અનુમાન છે. ત્યાર બાદ 36 ટકા વોટ ભાજપને, 16 ટકા વોટ કોંગ્રેસને અને 3 ટકા વોટ બસપાને મળવાની સંભાવના છે.

કોણ બનશે વડાપ્રધાન?
આ સવાલ પર દિલ્હીના સર્વેમાં સામેલ લોકોમાંથી 38 ટકા લોકો નરેન્દ્ર મોદીના પક્ષમાં છે. 20 ટકા લોકોની પસંદ અરવિંદ કેજરીવાલ અને 10 ટકા લોકોની પસંદ રાહુલ ગાંધી છે. આ ઉપરાંત 2 ટકા લોકો સોનિયા ગાંધીના પક્ષમાં, 1 ટકા લોકો મનમોહન સિંહના પક્ષમાં અને 1 ટકા લોકો માયાવતીના પક્ષમાં છે.












Click it and Unblock the Notifications
