'ચૂંટણી બૉન્ડે આમનુ બેન્ડ વગાડી દીધુ, ભાજપ ભ્રષ્ટાચારીઓનુ ગોડાઉન બની ગયુ', અખિલેશના આકરા પ્રહારો
Akilesh Yadav Rahul Gandhi Press Conference: ઈન્ડિયા ગઠબંધનની બે મુખ્ય પાર્ટીઓ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીની એક સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સ બુધવારે (17 એપ્રિલ) ગાઝિયાબાદમાં યોજાઈ હતી, જેને રાહુલ ગાંધી અને સપા પ્રમુખ અખિલેશ યાદવે સંબોધિત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ ભાજપને જોરદાર ઘેર્યુ હતુ. અખિલેશ યાદવે ઈલેક્ટોરલ બૉન્ડને લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
પીસીને સંબોધતા પૂર્વ સીએમ અખિલેશ યાદવે કહ્યું કે આ વખતે ગાઝિયાબાદથી ગાઝીપુર સુધી ઈન્ડિયા એલાયન્સ ભાજપનો સફાયો કરવાનું કામ કરશે. આ પછી અખિલેશ અને યાદવે ઈલેક્ટોરલ બૉન્ડ પર બીજેપી પર પ્રહારો શરૂ કર્યા.

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું કે તેમણે આજે ગાઝિયાબાદમાં આ પ્રેસ કૉન્ફરન્સ એટલા માટે કરી છે કારણ કે તેઓ ઈન્ડિયા એલાયન્સનું નામ પણ લઈ શકતા નથી. અખિલેશે વધુમાં કહ્યું કે યુપીના લોકો સ્વાગત ખૂબ સારી રીતે સ્વાગત કરે છે. આ વખતે એમની વિદાય પણ ખૂબ જ સારી રીતે થવાની છે.
ભાજપનાં વચનો પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું હતું કે, "ભાજપનાં દરેક વચનો ખોટાં નીકળ્યાં, ન તો ખેડૂતોની આવક બમણી થઈ કે ન તો યુવાનોને રોજગારી મળી. તેઓએ બતાવેલા વિકાસનાં સપનાં પણ અધૂરાં છે. તેમની નૈતિકતાનો પરપોટો પણ ફૂટી ગયો.''
અખિલેશ યાદવે ઈલેક્ટોરલ બૉન્ડ પર કહ્યું કે "ઈલેક્ટોરલ બૉન્ડે તેમનું બેન્ડ વગાડી દીધુ છે. ભાજપ તમામ ભ્રષ્ટાચારીઓનું ગોડાઉન બની ગયું છે. તેઓ માત્ર ભ્રષ્ટાચારીઓને લઈ નથી રહ્યા નથી, પરંતુ ભ્રષ્ટાચારીઓએ જે કમાણી કરી છે તે પણ તેઓ પોતાની સાથે રાખી રહ્યા છે. ડબલ એન્જિનનો દાવો કરનારાઓના હોર્ડિંગ્સ જુઓ, હવે એકલા જોવા મળે છે, ડબલ નહીં." ભાજપ પર કટાક્ષ કરતા અખિલેશ યાદવે કહ્યું કે તેમના ઉમેદવારો હોર્ડિંગ્સમાંથી ગાયબ છે અને ચૂંટણી પછી જેઓ હોર્ડિંગ્સ પર એકલા છે તે પણ ગાયબ થઈ જશે.
સપાના વડાએ પ્રેસ કન્ફૉરન્સમાં કહ્યું કે ઈન્ડિયા ગઠબંધન એક નવી આશા છે. અમારા ઢંઢેરામાં ગરીબી દૂર કરવાનુ વિઝન જણાવવામાં આવ્યુ છે. ઈન્ડિયા ગઠબંધન ભાગીદારો એમએસપીની ખાતરી આપવાનું વચન આપી રહ્યા છે, જે દિવસે કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક વધારશે, ગરીબી ઘટવા લાગશે.
#WATCH | Ghaziabad, UP: Samajwadi Party chief Akhilesh Yadav says "...'Electoral bond ne inka band baja diya...BJP sabhi bhrashtachiroya ka godaam ban gayi'...They are not only taking corrupts (in their party) but also keeping the money earned by the corrupts..." pic.twitter.com/SYmcDHiW6b
— ANI (@ANI) April 17, 2024












Click it and Unblock the Notifications
