Lok Sabha Election 2024: એક્ઝીટ પોલ પહેલા આંધ્રમાં જાહેર થયુ એલર્ટ, જાણો સમગ્ર મામલો
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીના સાતમાં અને છેલ્લા તબક્કા બાદ તમામ લોકો એક્ઝિટ પોલના પરિણામોની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન આજે સાંજે આવી રહેલા એક્ઝિટ પોલને જોતા આંધ્રપ્રદેશમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આંધ્રપ્રદેશ પોલીસે આજે રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. નોંધનીય છે કે આજે સાંજે 6 વાગ્યે મતદાન થયા બાદ સાંજે 6.30 વાગ્યે વિવિધ રાજ્યોના એક્ઝિટ પોલ આવશે.

ધ હિન્દુના અહેવાલ મુજબ એક પોલીસ અધિકારીએ કહ્યું કે એક્ઝિટ પોલ જાહેર થયા બાદ હિંસા થવાની સંભાવના છે. તેને જોતા રાજ્યભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં પોલીસિંગ મજબૂત કરવા અને પેટ્રોલિંગ વધારવા સૂચનાઓ આપવામાં આવી છે.
સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થાય તે પહેલા રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ઘણી મીડિયા સંસ્થાઓ, સ્વતંત્ર સંસ્થાઓ, ચૂંટણી રણનીતિકારો આજે સાંજે 6 વાગ્યા પછી એક્ઝિટ પોલ જાહેર કરશે.
છેલ્લા તબક્કાના મતદાન પહેલા પોલીસે એક સંકલન બેઠક યોજી હતી, જેમાં અનેક પક્ષોના નેતાઓ અને સમાજના વડીલોએ ભાગ લીધો હતો. આ લોકોને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
લોકોને સોશિયલ મીડિયા પર ભડકાઉ મેસેજ ન મોકલવા અપીલ કરવામાં આવી છે. ડીજીપી હરીશ કુમાર ગુપ્તાએ જણાવ્યું કે 16 લોકોની ધરપકડ કરવામાં આવી છે, 3524 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે અને મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો છે.
ક્રિષ્ના જિલ્લાના એસપી અદનાન નઇમ આસ્મીએ જણાવ્યું કે ગ્રામ્ય સ્તરે મૉક ઑપરેશન અને ફ્લેગ માર્ચ કરવામાં આવી છે. પોલીસે ચેતવણી આપી છે કે જો હિંસાની કોઈ ઘટના બનશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે ખુલ્લી જગ્યાએ દારૂ પીનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
