Lok Sabha Election 2024 : કોંગ્રેસે ઉમેદવારોની ત્રીજી યાજી જાહેર કરી, જાણો ગુજરાતની 11 સીટો પર કોને ટિકીટ?
લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ગાંધીનગર સહિત ગુજરાતની 11 સીટો પર ઉમેદવારો જાહેર કરાયા છે.
કોંગ્રેસની આ ત્રીજી યાદીમાં અરુણાચલ પ્રદેશ, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીની 57 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

અગાઉ કોંગ્રેસે પ્રથમ યાદીમાં 39 અને બીજી યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. હવે ત્રીજી યાદીમાં 57 નામોની જાહેરાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 139 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે.
ઉમેદવારોની વાત કરીએ તો ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ સામે કોંગ્રેસે સોનલ પટેલને ટિકિટ આપી છે. પાટણ બેઠક પરથી ચંદનજી ઠાકુર અને સાબરકાંઠાથી તુષાર ચૌધરી મેદાનમાં છે.
બીજી તરફ મલ્લિકાર્જુન ખડગેના જમાઈ રાધા કૃષ્ણને કર્ણાટકની ગુલબર્ગ સીટ પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. અધીર રંજન ચૌધરીને ફરીથી પશ્ચિમ બંગાળની બહેરામપુર સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જેઓ ટીએમસીના ઉમેદવાર ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો સામનો કરશે.
કોંગ્રેસે ઉત્તર કોલકાતાથી પ્રદીપ ભટ્ટાચાર્ય, પુરુલિયાથી નેપાલ મહતો અને મહારાષ્ટ્રના સોલાપુરથી પરિણીતી શિંદેને મેદાનમાં ઉતાર્યા છે.












Click it and Unblock the Notifications
