Lok Sabha Election : કોંગ્રેસે ઉમેદવારોની 7મીં યાદી જાહેર કરી, 5 સીટો પર ઉમેદવાર જાહેર
લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ ઉમેદવારોની જાહેર કરી રહી છે. આ ક્રમમાં કોંગ્રેસે વધુ 5 સીટો પર તેના ઉમેદવાર જાહેર કર્યા છે.
મંગળવારે કોંગ્રેસે તેના 5 ઉમેદવારોની સાતમી યાદી જાહેર કરી. જેમાં છત્તીસગઢમાંથી ચાર અને તમિલનાડુમાંથી એક ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે.

છત્તીસગઢના સરગુજાથી શશિ સિંહ, રાયગઢથી મેનકા દેવી સિંહ, બિલાસપુરથી દેવેન્દ્ર સિંહ યાદવ અને કાંકેરથી બિરેશ ઠાકુર ચૂંટણી લડશે. એ જ રીતે આર સુધાને તમિલનાડુના માયલાદુથુરાઈથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. માત્ર એક દિવસ પહેલા પાર્ટીએ રાજસ્થાન અને તમિલનાડુના ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી હતી.
18મી લોકસભાની સામાન્ય ચૂંટણી 19 એપ્રિલથી 7 તબક્કામાં યોજાશે. 4 જૂને પરિણામ જાહેર થશે. ચૂંટણી પંચે કહ્યું કે પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 102 મતવિસ્તારોમાં મતદાન થશે. બીજા તબક્કામાં 26 એપ્રિલે 89 બેઠકો પર મતદાન થશે.
ત્રીજો તબક્કો 7 મે, ચોથો 13 મે, પાંચમો 20 મે, છઠ્ઠો 25 મે અને સાતમો અને છેલ્લો તબક્કો 1 જૂને યોજાશે.
પ્રથમ તબક્કામાં 102 બેઠકો, બીજા તબક્કામાં 89 બેઠકો, ત્રીજા તબક્કામાં 94 બેઠકો, ચોથા તબક્કામાં 96 બેઠકો, પાંચમા તબક્કામાં 49 બેઠકો, છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો અને અને 7માં તબક્કામાં 57 બેઠકો પર મતદાન થશે.












Click it and Unblock the Notifications
