Lok Sabha Election: મતદાનની ટકાવારીના આંકડા જાહેર કરવા અંગે ચૂંટણી પંચે આપ્યો જવાબ
Lok Sabha Election: ચૂંટણી પંચ દ્વારા શુક્રવારના રોજ જણાવવામાં આવ્યું હતું કે, તે મતદાનના દરેક તબક્કા પછી મતદાનની ટકાવારીના ડેટાને સમયસર જાહેર કરવાને યોગ્ય મહત્વ આપે છે. મતદાનની ટકાવારી જાહેર કરવામાં વિલંબ અને વિસંગતતાના વિપક્ષના આક્ષેપો વચ્ચે ચૂંટણી પંચનું નિવેદન આવ્યું છે.
ડાબેરીઓ, તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ સહિત વિપક્ષી દળોએ દાવો કર્યો હતો કે, ચૂંટણી પંચ જાણી જોઈને મતદાનનો ડેટા શેર કરી રહ્યું નથી અને 19 એપ્રિલના રોજ પ્રથમ તબક્કાના મતદાન બાદ ડેટા શેર કરવામાં વિલંબ થયો છે.

ચૂંટણી પંચની કામગીરીમાં સંપૂર્ણ પારદર્શિતા - ચૂટણી પંચના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ચૂંટણી પંચની કામગીરીમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવામાં આવે છે. વૈધાનિક આવશ્યકતાઓ અનુસાર, દરેક મતદાન મથક પર મતદાનની ટકાવારી ફોર્મ 17 C માં સંપૂર્ણ સંખ્યામાં નોંધવાની રહેશે.
પારદર્શિતાના મજબૂત માપદંડ તરીકે, ચૂંટણી અધિકારી અને તમામ હાજર મતદાન એજન્ટો દ્વારા યોગ્ય રીતે સહી કરવામાં આવેલા ફોર્મ 17Cની નકલો હાજર તમામ મતદાન એજન્ટો સાથે શેર કરવામાં આવે છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, બૂથ મુજબના મતોની વાસ્તવિક સંખ્યાનો ડેટા પણ ઉમેદવારો પાસે ઉપલબ્ધ છે.












Click it and Unblock the Notifications
