For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પરિણામ પહેલા શશિ થરુરે કર્યુ ટ્વીટ, ‘જોઈએ આ D-Dayમાં શું થશે'

કોંગ્રેસના નેતા શશિ થરુરે પરિણામના દિવસે સવારે ટ્વીટ કર્યુ. ટ્વીટમાં થરુરે અંગ્રેજીમાં એક કેપ્શન પણ લખ્યુ છે.

|
Google Oneindia Gujarati News

આજે એટલે કે ગુરુવારે લોકસભા ચૂંટણી 2019ના પરિણામ આવવાના છે. આજે જ એ પણ સ્પષ્ટ થઈ જશે કે આગામી 5 વર્ષ કઈ પાર્ટી કેન્દ્રમાં રહેશે. એવામાં નેતાઓની ઉંઘ ઉડી ગઈ છે. કોંગ્રેસના નેતા શશિ થરુરે પરિણામના દિવસે સવારે ટ્વીટ કર્યુ. ટ્વીટમાં પોતાની મા સાથે ભગવાનની મૂર્તિ આગળ હાથ જોડ્યા છે. જેને જોઈને કહી શકાય કે તે ચોક્કસ પોતાની જીત માટે ચિંતિત છે અને પ્રાર્થના કરી રહ્યા છે. આ સાથે થરુરે અંગ્રેજીમાં એક કેપ્શન પણ લખ્યુ છે.

આ પણ વાંચોઃ અરુણાચલ પ્રદેશમાં EVM લઈ ભાગ્યા 500 બુકાનીધારી, ચૂંટણી અધિકારીઓ પર ફાયરિંગઆ પણ વાંચોઃ અરુણાચલ પ્રદેશમાં EVM લઈ ભાગ્યા 500 બુકાનીધારી, ચૂંટણી અધિકારીઓ પર ફાયરિંગ

થરુર બોલ્યા - આ ડી ડેમાં કયુ ડી હશે

ફોટાના ટ્વીટ સાથે થરુરે લખ્યુ કે, ‘છેવટે ડી ડે આવી ગયો... શઉં આ દેશ માટે 5 વર્ષના કુશાસન, અયોગ્યતા અને આખાબોલાપણાથી મુક્તિવાળો ડી હશે કે ડી માટે નિરાશા જે એ બધા લોકો માટે છે જે # એક્સક્લુઝીવ ઈન્ડિયા, જવાબદાર શાસન, ઉદાર સામાજિક મૂલ્યો અને આર્થિક ન્યાયમાં વિશ્વાસ રાખનારા માટે નિરાશાજનક ડી હશે?' તમને જણાવી દઈએ કે થરુર કેરળની તિરુવનંતપુરમ લોકસભા સીટથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)ના સાંસદ છે. તે આ સીટ પરથી જ ચૂંટણી લડી રહ્યા છે.

ભાજપ સોશિયલ મીડિયા દ્વારા મતદારોને પ્રભાવિત કરવામાં માહિર'

ભાજપ સોશિયલ મીડિયા દ્વારા મતદારોને પ્રભાવિત કરવામાં માહિર'

કોંગ્રેસ નેતા શશિ થરુરે હાલમાં જ કહ્યુ હતુ કે, ‘ભાજપ સોશિયલ મીડિયા દ્વારા મતદારોને પ્રભાવિત કરવામાં માહિર છે. ઘણા બધા લોકો સુધી પહોંચવાના કારણે વૉટ્સએપ ભાજપનો મનપસંદ માર્ગ છે.' આ કોંગ્રેસ નેતાએ એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યુ કે ભારતમાં વૉટ્સએપ એક લોકપ્રિય માધ્યમ છે. 82 ટકા લોકોએ આને પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કર્યુ છે. થરુરે કહ્યુ, ‘સત્તારુઢ ભાજપ ટેકનોલોજી મામલે દિગ્ગજ છે આ પાર્ટી દેશભરમાં લગભગ 5 લાખ વૉટ્સએપ ગ્રુપનું સંચાલન કરે છે.'

એક્ઝીટ પોલ પર શું બોલ્યા થરુર

એક્ઝીટ પોલ પર શું બોલ્યા થરુર

હાલમાં જ થયેલા એક્ઝીટ પોલમાં એનડીએને બહુમત મળતો દેખાયો છે. જેના પર થરુરે ટ્વીટર પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે લખ્યુ હતુ, ‘મારુ માનવુ છે કે એક્ઝીટ પોલ ખોટા છે. ગયા અઠવાડિયે ઓસ્ટ્રેલિયામાં 56 અલગ અલગ એક્ઝીટ પોલ ખોટા સાબિત થયા હતા. ભારતમાં ઘણા બધા લોકો સર્વે કરનારાને સાચુ નથી કહેતા. અસલી પરિણામો માટે 23 તારીખ સુધી રાહ જોઈશુ.'

English summary
lok sabha election results 2019 shashi tharoor says lets see what happens on d day
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X