Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lok Sabha Election Results: INDIA ગઠબંધનની સરકાર બનશે કે નહીં? રાહુલ ગાંધીએ આપ્યો સચોટ જવાબ

Lok Sabha Election Results: લોકસભા ચૂંટણીની મતગણતરી વચ્ચે મંગળવારના રોજ કોંગ્રેસના નેતાઓએ પત્રકાર પરિષદ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લાકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી હાજર રહ્યા હતા.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, આજે જે ચૂંટણી પરિણામો આવ્યા છે, તે લોકોના પરિણામો છે. આ જનતાની જીત છે. આ લડાઈ મોદી વિરુદ્ધ જનતાની છે.

આ લોકશાહીની જીત છે : ખડગે - અમે 18મી લોકસભા ચૂંટણીના પરિણામોને નમ્રતાપૂર્વક સ્વીકારીએ છીએ. સ્પષ્ટ થઈ ગયું છે કે, આ આદેશ વડાપ્રધાન મોદી વિરુદ્ધ છે. આ મોદીજીની નૈતિક હાર છે. અમારા ખાતા જપ્ત કરવામાં આવ્યા હતા. સરકારી એજન્સીઓએ દરેક પગલા પર અવરોધો ઉભા કર્યા. આ લોકશાહીની જીત છે.

આ લડાઈ બંધારણને બચાવવાની હતીઃ રાહુલ ગાંધી - રાહુલ ગાંધીએ કહ્યું કે, આ ચૂંટણી કોંગ્રેસ અને ભારત વચ્ચે છે. ઈન્ડિયા ગઠબંધન માત્ર એક રાજકીય પક્ષ માટે લડ્યું ન હતું. વિપક્ષો પણ સરકારી એજન્સીઓ સામે ચૂંટણી લડ્યા હતા. આ સંસ્થાઓને મોદી સરકાર દ્વારા ડરાવવા અને ધમકાવવામાં આવી છે. આ ચૂંટણી ઈડી, સીબીઆઈ સામે હતી. આ લડાઈ બંધારણને બચાવવાની હતી.

Lok Sabha Election Results

રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે આ લોકોએ (મોદી સરકારે) અમારા બેંક ખાતાઓ ફ્રીઝ કરી દીધા અને વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલી દીધા, ત્યારે મને વિશ્વાસ હતો કે આપણા દેશના લોકો બંધારણને બચાવવા માટે મત આપશે. અમે ગઠબંધનનું સન્માન કર્યું છે. દેશ માટે એક નવી દ્રષ્ટિ સમાન છે.

રાહુલ ગાંધીએ સરકાર રચવા અંગે શું કહ્યું? - પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે પત્રકારોએ તેમને પૂછ્યું કે I.N.D.I. ગઠબંધન સરકાર બનાવવા માટે તમે શું વિચારી રહ્યા છો? આના પર રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે અમારા INDI ગઠબંધનના નેતાઓ સાથે વાત કર્યા પછી આ મુદ્દે નિર્ણય લઈશું.

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના સારા પ્રદર્શન પર રાહુલ ગાંધીએ કહ્યું કે, આ મારી બહેનની મહેનતની જીત છે, જે આ પ્રેસ કોન્ફરન્સમાં અમારી પાછળ છુપાયેલી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X