Lok Sabha Election : આ વખતે આટલા મતદારો પહેલી વખત મત આપશે, જાણો તમામ બાબતો

લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને ઈલેક્શન કમિશને ઘણી માહિતી લોકો સાથે શેર કરી છે. આ ચૂંટણીમાં કરોડો મતદારો પહેલી વખત મતાધિકારનો ઉપયોગ કરશે.

19 એપ્રિલથી 1 જૂનની વચ્ચે દેશભરમાં સાત તબક્કામાં મતદાન થશે અને ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર કરવામાં આવશે.

Lok Sabha Election

દેશભરમાં કુલ 543 લોકસભા બેઠકો માટે ચૂંટણીની તારીખોની જાહેરાત કરતા ચૂંટણી પંચે દેશમાં મતદારોની સંખ્યા સાથે સંબંધિત આંકડા શેર કર્યા છે. આ આંકડાઓ રજૂ કરતી વખતે મુખ્ય ચૂંટણી કમિશનરે ઘણી માહિતી પણ આપી.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે દેશભરમાં 97 કરોડ મતદારો છે જે નક્કી કરશે કે આ વખતે દેશની આગામી સરકાર કઈ પાર્ટીની હશે. ચૂંટણી પંચે કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણીમાં 10.5 લાખ મતદાન મથકો પર 55 લાખ EVM મશીનો લગાવવામાં આવશે.

ખાસ વાત એ છે કે વડાપ્રધાન પદના દાવેદાર તરીકે ચૂંટણી લડી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એનડીએ સરકારની જીત-હારના નિર્ણયમાં યુવા મતદાતા મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે.

દેશના મુખ્ય ચૂંટણી કમિશનરે કેટેગરીના આધારે મતદારોની સંખ્યા શેર કરી, જેમાં તેમણે કહ્યું કે આ વખતે લોકસભા ચૂંટણીના મતદાનમાં 21 કરોડથી વધુ યુવા મતદારો ભાગ લેશે. જેમાં પ્રથમ મતદારો એટલે કે પ્રથમ વખત મતદાન કરનાર મતદારોની સંખ્યા 1.8 કરોડ છે. 18 થી 19 વર્ષની વયની મહિલા મતદારોની સંખ્યા 85.3 લાખ છે.

  • કુલ પુરૂષ મતદારોની સંખ્યા 49.7 કરોડ અને મહિલા મતદારોની સંખ્યા 47.1 કરોડ છે.
  • લોકશાહીના આ તહેવારમાં 18 વર્ષથી લઈને 100 વર્ષ સુધીના લોકો મતદાન કરશે.
  • વિકલાંગ મતદારોની કુલ સંખ્યા 88.4 લાખથી વધુ છે.
  • 85 વર્ષથી વધુ વયના મતદારોની કુલ સંખ્યા 82 લાખથી વધુ છે.
  • ભારતમાં 100 વર્ષથી વધુ ઉંમરના મતદારોની કુલ સંખ્યા 2.18 લાખ છે.
  • મતદાનમાં કુલ ટ્રાન્સજેન્ડર મતદારોની સંખ્યા 48 હજારથી વધુ છે.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X