કોંગ્રેસનો પલટવાર, ઘોષણાપત્રના કવર પર જ દેખાઈ રહ્યો છે બંને પક્ષનો ફરક

ભારતીય જનતા પાર્ટીના લોકસભા ચૂંટણી 2019 માટે જાહેર કરેલ ઘોષણાપત્ર વિશે કોંગ્રેસે નિશાન સાધ્યુ છે.

ભારતીય જનતા પાર્ટીના લોકસભા ચૂંટણી 2019 માટે જાહેર કરેલ ઘોષણાપત્ર વિશે કોંગ્રેસે નિશાન સાધ્યુ છે. કોંગ્રેસ નેતા અહેમદ પટેલે કહ્યુ કે ભાજપ માત્ર એક વ્યક્તિમાં સમેટાઈ ગઈ છે અને તેમના ઘોષણાપત્રમાં પણ 'હું' જ દેખાય છે. પટેલે કોંગ્રેસ અને ભાજપના ઘોષણાપત્રને બતાવતા કહ્યુ કે, 'તેમના ઘોષણાપત્રના કવર પર માત્ર એક (નરેન્દ્ર મોદી)નો ચહેરો છે જ્યારે અમારા ઘોષણાપત્રમાં જનસમૂહ છે, દેશના લોકોની ભીડ છે. બંને પાર્ટીઓ વચ્ચેના વિચારોમાં ફરક છે. અમારા માટે જનતા મહત્વની છે ત્યાં એક વ્યક્તિ.'

Ahmed Patel

ઘોષણાપત્ર જાહેર કર્યા બાદ પોતાના સંબોધનમાં ભાજપના નેતા સુષ્મા સ્વરાજે કહ્યુ હતુ તે કોંગ્રેસ અને ભાજપના સંકલ્પપત્રમાં મોટો ફરક છે. મીડિયાના લોકો અમારા ઘોષણાપત્રના શીર્ષક અને બીજી પાર્ટીઓના શીર્ષકમાં અંતર સમજે અને તેમની તુલના પણ કરે. બાકી પાર્ટીઓ ઘોષણાપત્ર લઈને આવી છે પરંતુ અમે સંકલ્પપત્ર લઈને આવ્યા છે.

ભાજપના ઘોષણા પત્ર પર કોંગ્રેસે કહ્યુ કે આ ઝાંસાપત્ર અને જુઠનો ફુગ્ગો છે. એના કરતા ભાજપ માફીનામુ જાહેર કરી લેત તો સારુ રહેત. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે છેલ્લા 5 વર્ષોમાં ભાજપે કંઈ નથી કર્યુ. અહેમદ પટેલે કહ્યુ કે ભાજપનું ઘોષણાપત્ર સાઈટ પર જ રહી જાય છે. ક્યારેક ચાવાળા, ક્યારેક ચોકીદાર, ક્યારેક કામદાર અને ક્યારેક ફકીર અને ક્યારેક કંઈક બીજુ કહીને દેશના લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. હવે આ ચાલવાનું નથી. લોકોને હંમેશા ગુમરાહ કરી શકાય નહિ. પટેલે કહ્યુ કે ભાજપ જે વચનો આપે છે તે ક્યારેય નિભાવતી નથી. 5 વર્ષોમાં ભાજપે હિસાબ આપવો જોઈએ કે બેરોજગારી, ખેડૂતો, વેપારીઓ માટે જે વચનો આપ્યા તેમનું શું થયુ. રોજગાર માટે કોઈ ઠોસ પગલાં આમાં નથી. ભાજપના આ ઘોષણાપત્રને દેશ સાથે કોઈ લેવાદેવા નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X