સંજય નિરુપમે પીએમ મોદીને ઔરંગઝેબ કહેતા ભાજપે કર્યો તગડો પલટવાર

સંજય નિરુપમે વિવાદિત નિવેદન આપીને પીએમ મોદીની તુલના ઔરંગઝેબ સાથે કરી દીધી જેના પર ભારતીય જનતા પાર્ટીએ પલટવાર કર્યો છે.

પીએમ મોદી દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને 'ભ્રષ્ટાચારી નંબર વન' કહ્યા બાદ કોંગ્રેસ આક્રમક છે. વારાણસી પહોંચેલા કોંગ્રેસ નેતા સંજય નિરુપમે વિવાદિત નિવેદન આપીને પીએમ મોદીની તુલના ઔરંગઝેબ સાથે કરી દીધી જેના પર ભારતીય જનતા પાર્ટીએ પલટવાર કર્યો છે. યુપી સરકારમાં મંત્રી અને મથુરાના ધારાસભ્ય શ્રીકાંત શર્માએ કહ્યુ કે કોંગ્રેસ હવે હિંદુ ધર્મસ્થળોનો વિકાસ પણ નથી જોઈ શકતી.

નિરુપમના નિવેદન પર શ્રીકાંત શર્માએ પલટવાર કર્યો

નિરુપમના નિવેદન પર શ્રીકાંત શર્માએ પલટવાર કર્યો

સંજય નિરુપમના નિવેદન પર શ્રીકાંત શર્માએ પલટવાર કર્યો, ‘પ્રભુ રામના અસ્તિત્વને નકારનાર હિંદુ વિરોધી કોંગ્રેસ હવે હિંદુ ધર્મ સ્થળોનો વિકાસ પણ નથી જોઈ શકતી. આ તેમની સંકુચિત વિચારધારા છે જે તેમને વારાણસીમાં પીએમ મોદીના નેતૃત્વમાં થી રહેલ શ્રી કાશી વિશ્વનાથ કૉરિડોરના વિકાસમાં પણ રાજકારણ લાગી રહ્યુ છે.' તમને જણાવી દઈએ કે સંજય નિરુપમ કોંગ્રેસ લોકસભા ઉમેદવાર અજય રાય માટે પ્રચાર કરવા વારાણસી પહોંચ્યા હતા.

પીએમ મોદી ઔરંગઝેબના આધુનિક અવતારઃ નિરુપમ

બનારસમાં મીડિયા સાથે વાત કરતા સંજય નિરુપમે કહ્યુ કે બનારસના લોકોએ જે વ્યક્તિને પસંદ કર્યા છે તે ઔરંગઝેબના આધુનિક અવતાર છે કારણકે બનારસમાં કૉરિડોરના નામે સેંકડો મંદિરોને તોડાવ્યા. તેમણે કહ્યુ કે વિશ્વનાથ મંદિરમાં દર્શનના નામ પર 550 રૂપિયાની જે ફી લગાવવામાં આવી છે તે એ વાતનો પુરાવો છે કે જે કામ ઔરંગઝેબ ના કરી શક્યો તે નરેન્દ્ર મોદી કરી રહ્યા છે, ભાજપવાળા રોજ નવા જૂઠ બોલે છે અને પછી તેનો જોરશોરથી પ્રચાર કરવા લાગી જાય છે.

પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ગણાવ્યા દૂર્યોધન

પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ગણાવ્યા દૂર્યોધન

સંજય નિરુપમે પ્રિયંકા ગાંધીના એ નિવેદનને પણ સાચુ ગણાવ્યુ જેમાં તેમણે પીએમ મોદીની તુલા દૂર્યોધન સાથે કરી હતી. સંજયે કહ્યુ કે પ્રિયંકાજીએ જે કહ્યુ છે તે સાચુ છે, હું તો મોદીને ઔરંગઝેબ કહી રહ્યો છુ અને હું આ એક નહિ વારંવાર કહીશુ. તમને જણાવી દઈએ કે હરિયાણાના અંબાલાની રેલીમાં પ્રિયકા ગાંધીએ કહ્યુ હતુ કે મોદી, દૂર્યોધનની જેમ અહંકારી છે, દેશે અહંકારને ક્યારેય માફ નથી કર્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X