ભાજપ નેતાનું વિવાદિત નિવેદનઃ નહિ આપીએ મુસલમાનોને ટિકિટ

દેશમાં સામાન્ય ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે એવામાં તમામ નેતાઓના વિવાદિત નિવેદનો સમાચારોમાં છવાયેલા છે. આ કડીમાં કર્ણાટક ભાજપના નેતાએ વિવાદિત નિવેદન આપ્યુ છે.

દેશમાં સામાન્ય ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે એવામાં તમામ નેતાઓના વિવાદિત નિવેદનો સમાચારોમાં છવાયેલા છે. આ કડીમાં કર્ણાટક ભાજપના નેતાએ વિવાદિત નિવેદન આપ્યુ છે. વરિષ્ઠ ભાજપ નેતા કે એસ ઈશ્વરપ્પાએ કહ્યુ છે કે રાજ્યમાં ભાજપ મુસલમાન ઉમેદવારોને ટિકિટ નહિ આપે. તમને જણાવી દઈએ કે ઈશ્વરપ્પા કર્ણાટકમાં ભાજપ સરકાર દરમિયાન ઉપમુખ્યમંત્રી હતા. તેમણે કહ્યુ કે કોંગ્રેસ તમારા મતનો ઉપયોગ કરે છે. તે તમને ટિકિટ નથી આપતી.

અમારા પર મુસલમાનો ભરોસો નથી કરતા

અમારા પર મુસલમાનો ભરોસો નથી કરતા

ઈશ્વરપ્પાએ કહ્યુ કે અમે કર્ણાટકમાં મુસલમાનોને ટિકિટ નહિ આપીએ કારણકે તમે અમારા પર ભરોસો નથી કરતા. તમે અમારા પર ભરોસો કરો અમે તમને ટિકિટ અને અન્ય વસ્તુઓ પણ આપીશુ. ઈશ્વરપ્પાએ આ નિવેદન કન્નડ ભાષામાં આપ્યુ. તેમણે આ નિવેદન ચૂંટણી જનસભાને સંબોધિત કરતા કોપ્પલના કુરુબામાં આપ્યુ છે. તમને જણાવી દઈએ કે કર્ણાટકમાં 14 સીટો માટે મતદાન 18 એપ્રિલે અને બાકીની 14 સીટો માટે મતદાન 23 એપ્રિલે યોજાશે.

જે મુસલમાન કોંગ્રેસ સાથે તે હત્યારા

જે મુસલમાન કોંગ્રેસ સાથે તે હત્યારા

ઈશ્વરપ્પા પછાત જાતિના કુરુબાના નેતા છે. આ પહેલા પણ તે પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહી ચૂક્યા છે. ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં તેમણે કહ્યુ હતુ કે જે મુસલમાન કોંગ્રેસ સાથે છે તે હત્યારા છે જ્યારે જે મુસલમાનોએ ભાજપને મત આપ્યા છે તે સારા મુસલમાન છે. તેમના આ નિવેદનની રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને ટીકા કરી હતી.

સારા મુસલમાન ભાજપ સાથે

સારા મુસલમાન ભાજપ સાથે

ઈશ્વરપ્પાએ કહ્યુ હતુ કે જે મુસલમાનોએ 22 આરએસએસ અને ભાજપના કાર્યકર્તાઓની હત્યા કરી તે કોંગ્રેસ સાથે છે. વળી, જે સારા મુસલમાન છે તે ભાજપ સાથે છે. ઈશ્વરપ્પાએ આ નિવેદન કર્ણાટકમાં રાજકીય હિંસા વિશે આપ્યુ હતુ. ઓક્ટોબર 2015માં પણ ઈશ્વરપ્પા એ સમયે વિવાદમાં આવ્યા હતા જ્યારે તેમણે એક પત્રકાર વિશે વિવાદિત નિવેદન આપ્યુ હતુ.

મહિલા પર આપ્યુ હતુ વિવાદિત નિવેદન

મહિલા પર આપ્યુ હતુ વિવાદિત નિવેદન

ઈશ્વરપ્પાએ મહિલા પત્રકારને પૂછ્યુ હતુ કે જો તમને કોઈ ઢસડે અને બળાત્કાર કરે તો વિપક્ષ શું કરશે. જો કે પોતાના નિવેદન પર બાદમાં ઈશ્વરપ્પાએ સફાઈ આપતા કહ્યુ હતુ કે કર્ણાટકની મહિલાઓને તે પોતાની બહેન માને છે. તેમણે કહ્યુ હતુ કે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ત્યારે યૌનપીડિતોનું દુઃખ સમજશે જ્યારે તેમની પોતાની દીકરીઓના બળાત્કાર થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X