For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Live: ગ્રામીણ વિકાસ માટે 5 વર્ષમાં 25 લાખ કરોડ રૂપિયા વાપરશુંઃ રાજનાથ સિંહ

Live: થોડી વારમાં જ જાહેર થશે ભાજપનો ચૂંટણી ઢંઢેરો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 2019ની લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન અંતર્ગત 11 એપ્રિલે વોટિંગ પડનાર છે. જેના ઠીક બે દિવસ પહેલા 9 એફ્રિલે સાંજે 5 વાગ્યે ચૂંટણી પ્રચાર પર બ્રેક લાગી જશે. ત્યારે ભાજપ આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસની ન્યાય યોજનાના જવાબમાં ભાજપ કોઈ મોટું એલાન કરી શકે છે. સપા મુખ્યા અખિલેશ યાદવ આજે ગાઝિયાબાદમાં ચૂંટણઈ રેલી કરશે. વાંચો લાઈવ અપડેટ...

manifesto

Newest First Oldest First
1:04 PM, 8 Apr

અમે એક અલગ જળ શક્તિ મંત્રાલય બનાવશું, માછીમારો માટે અલગ મંત્રાલય બનાવશું, અમારે વિકાસને એક જન આંદોલન બનાવવું છેઃ પીએમ મોદી
1:03 PM, 8 Apr

પાંચ વર્ષમાં બધાનો સહયોગ મળ્યો, પાંચ વર્ષના સહયોગ માટે દેશવાસીઓનો આભાર, રાષ્ટ્રવાદ અમારી પ્રેરણા છે અને અંત્યોદય અમારો ધર્મઃ પીએમ મોદી
12:52 PM, 8 Apr

ભારતમાં આજે 127 નવી મોબાઈલ કંપનીઓ છે, પાંચ વર્ષમાં 14 નવાં એમ્સ બનાવવામાં આવ્યાં, આજે ભારતની ઉપલબ્ધીઓથી આખી દુનિયા આશ્ચર્યચકિત છેઃ સુષ્મા સ્વરાજ
12:51 PM, 8 Apr

પાંચ વર્ષની મોદી સરકારમાં 34 કરોડ નવા બેંક ખાતાં ખોલવામાં આવ્યાં, 29 કિમી પ્રતિદિન હાઈવેનું નિર્માણ થયુંઃ સુષ્મા સ્વરાજ
12:22 PM, 8 Apr

સુરક્ષા બળોને આતંકવાદીઓનો સામનો કરવા માટે ફ્રી હેન્ડ નીતિ જાહેર રહેશે, અમારી રાષ્ટ્રીય સુરક્ષા નીતિ માત્ર અમારા રાષ્ટ્રીય સુરક્ષા વિષયો દ્વારા નિર્દેશિત હશેઃ રાજનાથ સિંહ
12:21 PM, 8 Apr

આતંકવાદ પ્રત્યે અમારી ઝીરો ટૉલરેન્જ નીતિ હતી અને આ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી આતંકવાદને પૂર્ણ રીતે ખતમ ન કરી દેવામાં આવેઃ અમિત શાહ
12:17 PM, 8 Apr

લૉ કોલેજમાં સીટ વધારવાની દિશામાં અમે કામ કરશુંઃ રાજનાથ સિંહ
12:14 PM, 8 Apr

નાના દુકાનદારોને પણ પેન્શનની સુવિધાઃ રાજનાથ સિંહ
12:13 PM, 8 Apr

દેશની બધી ચૂંટણી એક સાથે થાય તે સંકલ્પ કરીએ છીએ- રાજનાથ સિંહ
12:13 PM, 8 Apr

ક્ષેત્રીય અસંતુલન સમાપ્ત કરવા માટે પગલાં ઉઠાવશુંઃ રાજનાથ સિંહ
12:12 PM, 8 Apr

1 લાખ સુધીની કૃષિ લોન પર પાંચ વર્ષ સુધી કોઈ વ્યાજ નહિંઃ રાજનાથ સિંહ
12:11 PM, 8 Apr

અમે રાષ્ટ્રીય વ્યાપાર આયોગ બનાવીશું, જે ભારે ઈફેક્ટિવ હશેઃ રાજનાથ સિંહ
12:10 PM, 8 Apr

60 વર્ષ બાદ ખેડૂતોને પેન્શનની સુવિધા પણ આપીશુંઃ રાજનાથ સિંહ
12:10 PM, 8 Apr

બધા જ ખેડૂતોને કિસાન સન્માન નિધિનો લાભ મળશેઃ રાજનાથ સિંહ
12:10 PM, 8 Apr

રાષ્ટ્રવાદ માટે અમારી કટિબદ્ધતાઃ રાજનાથ સિંહ
12:09 PM, 8 Apr

5 વર્ષમાં ગ્રામીણ ક્ષેત્રના વિકાસ માટે 25 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશુંઃ રાજનાથ સિંહ
12:09 PM, 8 Apr

ક્રેડિટ કાર્ડ પર 1 લાખ સુધીની લોન મળે છે તેમાં પાંચ વર્ષ સુધી વ્યાજ દર 0 ટકા રહેશેઃ રાજનાથ સિંહ
12:08 PM, 8 Apr

રામ મંદિરનું નિર્માણ જલદીમાં જલદી થાય તે માટે તમામ પ્રયત્નો કરશુંઃ રાજનાથ સિંહ
11:58 AM, 8 Apr

દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ યાદવ ભાજપનો ચૂંટણી ઢંઢેરો 'સંકલ્પ પત્ર' જાહેર કરી રહ્યા છે.
11:53 AM, 8 Apr

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક દ્વારા આતંકવાદનો જવાબ આપ્યો, આજે દેશનું ગૌરવ આસમાને પહોંચ્યું છેઃ અમિત શાહ
11:49 AM, 8 Apr

99 ટકા ઘરોમાં વિજળી પહોંચીઃ અમીત શાહ
11:48 AM, 8 Apr

2022 સુધીમાં દરેક ગરીબોને ઘર મળશેઃ અમિત શાહ
11:47 AM, 8 Apr

દેશની અર્થવ્યવસ્થાને ભાજપ સરકાર પાટા પર લાવીઃ અમિત શાહ
11:45 AM, 8 Apr

ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા પહેલા અમિત શાહ પોતાનું વક્તવ્ય આપી રહ્યા છે
11:41 AM, 8 Apr

ભારતીય જનતા પાર્ટીએ 2019ની લોકસભા ચૂંટણી માટે પોતાના ચૂંટણી ઢંઢેરાને 'સંકલ્પ પત્ર' નામ આપ્યું, થોડી વારમાં પીએમ મોદી સંકલ્પ પત્ર જાહેર કરશે.
11:41 AM, 8 Apr

ભાજપ મુખ્યાલયમાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહે પીએમ મોદીનું સ્વાગત કર્યું, મંચ પર અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ અને ગૃહ મંત્રી રાજનાથ સિંહ હાજર છે.
11:40 AM, 8 Apr

પીએમ નરેન્દ્ર મોદી ભાજપ મુખ્યાલયે પહોંચ્યા, થોડી વારમાં જ જાહેર કરશે પાર્ટીનું ઘોષણાપ્તર, પાર્ટી અધ્યક્ષ અમિત શાહ પણ ભાજપ મુખ્યાલયે પહોંચ્યા.

English summary
Lok Sabha Elections 2019 BJP Manifesto 2019 Live Updates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X