
લોકસભા ચૂંટણી 2019: સર્વેએ વધારી યુપીમાં ભાજપની મુશ્કેલીઓ
ચૂંટણીની તારીખ નજીક આવવા સાથે જ સતત તમામ ન્યૂઝ ચેનલના સર્વે સામે આવી રહ્યા છે. એબીપી ન્યૂઝ અને નીલસનના સર્વે અનુસાર આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ઉત્તર પ્રદેશમાં મોટા ઝટકો લાગી શકે છે. સર્વે અનુસાર ભારતીય જનતા પાર્ટીને ઉત્તર પ્રદેશમાં 80માંથી 36 સીટો પર જ જીત મળશે. વળી, રાજ્યમાં સપા, બસપા અને આરએલડી ગઠબંધનના ખાતામાં 42 સીટો આવી શકે છે. વળી, કોંગ્રેસની વાત કરીએ તો પાર્ટીને માત્ર બે સીટો પર જ જીત મળશે.

ભાજપને લાગી શકે છે ઝટકો
તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 80માંથી 71 સીટો પર જબરદસ્ત જીત નોંધાવી હતી જ્યારે એનડીએ સહયોગી પોતાના દળના ખાતામાં બે સીટો આવી હતી. પરંતુ આ વખતે રાજ્યમાં ભાજપ સામે વિપક્ષી દળ એક સાથે આવી ગયા છે. રાજ્યમાં સપા-બસપા અને આરએલડી એકસાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. માટે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સફર આ વખતે એટલી સરળ નથી. ગઈ ચૂંટણીમાં ભાજપને 43.3 ટકા મત મળ્યા હતા. માનવામાં આવી રહ્યુ છે કે 43 ટકા મત મળી શકે છે. વળી, ગઠબંધનના ખાતામાં 42 ટકા મત જઈ શકે છે.

પ્રિયંકા ગાંધી બેઅસર
આ વખતે ઉત્તર પ્રદેશના ચૂંટણી રણમાં કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને અધિકૃત રીતે રાજકારણના મેદાનમાં ઉતારી દીધા છે. તેમને પાર્ટીએ મહાસચિવ બનાવ્યા છે. સાથે જ પૂર્વી યુપીના પ્રભારી બનાવ્યા છે. પરંતુ સર્વેની માનીએ તો પ્રિયંકા ગાંધીનો જાદૂ નહિ ચાલે. સર્વે અનુસાર પાર્ટીને પ્રિયંકા ગાંધીને કોઈ ખાસ ફાયદો નહિ થાય. સર્વે અનુસાર કોંગ્રેસ માત્ર પોતાની પારંપરિક સીટ અમેઠી અને રાયબરેલી પર જ જીત નોંધાવી શકશે. સાથે પાર્ટીના મતશેરમાં પણ સામાન્ય અંતર જોવા મળશે.

ભાજપ માટે દિગ્ગજ
ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો સર્વે અનુસાર પાર્ટીની મુશ્કેલી તેના દિગ્દજ નેતા છે. સર્વે અનુસાર કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હા, યુપી સરકારમાં મંત્રી રીટા બહુગુણા જોશી ચૂંટણી હારી શકે છે. તમને જણાવી દઈએ કે મનોજ સિન્હા ગાજીપુરથી સાંસદ છે. વળી, રીટા બહુગુણા જોશી અલાહાબાદથી લોકસભા સીટથી મેદાનમાં છે. એવામાં જે રીતે બંને દિગ્ગજ ભાજપ નેતાઓની જીત પર શંકાના વાદળો ઘેરાયેલા છે. તે પાર્ટી માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.
આ પણ વાંચોઃ પીએમ મોદીની બાયોપિકને કોંગ્રેસે ગણાવી ફ્લોપ એક્ટરની બોગસ ફિલ્મ