For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક: કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે સીટોની વહેંચણી નક્કી

કર્ણાટકમાં કોંગ્રેસની સહયોગી પાર્ટી જનતા દળ સેક્યુલર વચ્ચે લોકસભા ચૂંટણી માટે સીટ વહેંચણી ફોર્મ્યુલા નક્કી થઇ ચુકી છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં કોંગ્રેસની સહયોગી પાર્ટી જનતા દળ સેક્યુલર વચ્ચે લોકસભા ચૂંટણી માટે સીટ વહેંચણી ફોર્મ્યુલા નક્કી થઇ ચુકી છે. રાજ્યની 28 સીટોમાંથી કોંગ્રેસના ખાતામાં 20 સીટો આવી છે, જયારે જેડીએસ રાજ્યમાં 8 લોકસભા સીટોથી ચૂંટણી લડશે. જેડીએસના ખાતામાં રાજ્યની શીમોગા, તુમકુર, હસન, મંડ્યા અને બેંગ્લોર ઉત્તરની સીટો આવી છે. આ ઘોષણા જેડીએસ સંસ્થાપક એચડી દેવેગૌડાના તે નિવેદન પછી આવી છે જેમાં તેમને કહ્યું હતું કે જેડીએસ અને કોંગ્રેસ વચ્ચે કેટલી સીટો વહેંચાશે તે હજુ સુધી નક્કી નથી. રાહુલ ગાંધી 15 તારીખે તેની જાહેરાત કરશે.

Lok Sabha elections 2019

આપને જણાવી દઈએ કે આ અઠવાડિયે જેડીએસ અને કોંગ્રેસ વચ્ચે એક મહત્વની બેઠક થઇ હતી. પરંતુ આ બેઠકમાં સીટોની વહેંચણી અંગે કોઈ નિર્ણય નહીં થઇ શક્યો હતો. જેડીએસ ઘ્વારા પહેલા કર્ણાટકની 28 સીટોમાંથી 12 સીટો પર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, તેને કારણે બંને પાર્ટીઓ વચ્ચે વાત બની ના હતી. કોંગ્રેસ જેડીએસને 6 સીટ આપવા માંગી રહી હતી, પરંતુ અંતે 8 સીટો પર સહમતી બની શકી.

આ પણ વાંચો: ભાવુક થયા એચડી દેવગૌડા, સ્ટેજ પર જ રડવા લાગ્યા, ભાજપે ગણાવ્યું નાટક

જેડીએસને કર્ણાટકમાં હસન, માંડ્યા, શિમોગા, ઉડુપી, ચિકમંગલૂર, બેંગલોર નોર્થ, ઉત્તરા કન્નડા, બીજાપુર અને ટુમકુર સીટો મળી છે. જયારે કોંગ્રેસ ધારવાડ, દવનગીરી, દક્ષિણ કન્નડા, ચિત્રદુર્ગ, મૈસુર, ચામરાજનગર, બેંગલોર ગ્રામ્ય, બેંગલોર સેન્ટ્રલ, બેંગલોર દક્ષિણ, કોલર, ચિક્કાબેલ્લાપુર, ચીકોડડી, બેલગાવી, બગાળકોટ, કલબુર્ગી, રાયચૂર, બિદાર, કોપ્પલ, બેલ્લારી અને હાવેરી સીટો પર ચૂંટણી લડશે.

આ પણ વાંચો: બિહાર મહાગઠબંધનમાં સીટોની વહેંચણી લગભગ નક્કી, આ ફોર્મ્યુલા

કર્ણાટકમાં 28 સીટો પર બે તબક્કામાં મતદાન યોજાશે. પહેલો તબક્કો 18 એપ્રિલે ઉડુપી-ચિકમંગલૂર, હસન, દક્ષિણ કન્નડા, ચિત્રદુર્ગ, ટુમકુર, માંડ્યા, મૈસુર, ચામરાજાનગર, બેંગલોર ગ્રામ્ય, બેંગલોર ઉત્તર, બેંગલોર સેન્ટ્રલ, બેંગલોર દક્ષિણ, ચિક્કાબેલ્લાપુર, કોલર માં મતદાન થશે. બીજા તબક્કામાં મતદાન, 23 એપ્રિલ ચિકંકોડી, બેલગામ, બગાળકોટ, બીજાપુર, ગુલબર્ગ, રાયચૂર, બિદાર, કોપ્પલ, બેલ્લારી, હાવેરી, ધારવાંઢ, ઉત્તરા કન્નડા, દવગેરે, શીમોગામાં મતદાન થશે.

English summary
Lok Sabha elections 2019: Congress, JDS agree on 20-8 seat-sharing deal in Karnataka
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X