બિહાર મહાગઠબંધનમાં સીટોની વહેંચણી લગભગ નક્કી, આ ફોર્મ્યુલા
લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બિહારમાં સીટોની વહેંચણી અંગે મહાગઠબંધન નેતાઓની દિલ્હીમાં બેઠક થઇ.
લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બિહારમાં સીટોની વહેંચણી અંગે મહાગઠબંધન નેતાઓની દિલ્હીમાં બેઠક થઇ. આ બેઠક પછી તેજસ્વી યાદવ ઘ્વારા જણાવવામાં આવ્યું કે કોઈ પણ પાર્ટીના નેતાને તેનાથી કોઈ સમસ્યા નથી, અમારી વચ્ચે બધું ક્લિયર છે. હવે બિહારની 40 સીટો પર મહાગઠબંધનમાં સીટોની વહેંચણી અંગે મોટી ખબર આવી રહી છે. સૂત્રો અનુસાર મહાગઠબંધનના બધા જ દળો વચ્ચે સીટોની વહેંચણીનો ફોર્મ્યુલા લગભગ નક્કી થઇ ગયો છે. આ ફોર્મ્યુલા હેઠળ રાજદ સૌથી વધારે 20 સીટો પર ચૂંટણી લડી શકે છે.
આ પણ વાંચો: મોદીનું થશે પુનરાવર્તન કે પછી નવી સરકાર? આ મુદ્દા નક્કી કરશે દેશનું ભવિષ્ય

આરજેડી 20 સીટો પર ચૂંટણી લડી શકે છે
માનવામાં આવી રહ્યું છે કે બિહારમાં બધા જ દળો વચ્ચે સીટોની વહેંચણી પર સહમતી બની ચુકી છે. કોંગ્રેસ સહીત બધા જ દળોએ હજુ સુધી અધિકારીક રીતે સીટોની વહેંચણી અંગે ઘોષણા નથી કરી. પરંતુ સૂત્રો અનુસાર, બિહારની કુલ 40 લોકસભા સીટોમાંથી આરજેડી 20 સીટો પર ચૂંટણી લડી શકે છે, જયારે કોંગ્રેસના ખાતામાં 11 સીટો આવી શકે છે.

કોંગ્રેસ માટે 11 સીટો
કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે બેઠકમાં સીટોની વહેંચણી લગભગ નક્કી થઇ ચુકી છે. કોંગ્રેસ 11 સીટો પર લડી શકે છે. મહાગઠબંધનમાં શામિલ બધા જ દળોને યોગ્ય સમ્માન મળશે. આ વાતની પુરી સંભાવના છે કે થોડા જ દિવસોમાં સીટોની વહેંચણી અંગે પણ ઘોષણા કરી દેવામાં આવશે.

આરએલએસપી 3 સીટો મેળવી શકે છે
ઉપેન્દ્ર કુશવાહની આરએલએસપી પાર્ટીને 3 સીટો, જીતનરામ માંજીની પાર્ટી હિન્દુસ્તાન અવામ મોરચાને 2 સીટો જયારે વીઆઈપી પાર્ટીને 2 સીટો મળી શકે છે. પરંતુ હજુ સુધી કેટલીક સીટ પર ઉમેદવારો અંગે વાત નથી બની રહી. બિહારમાં 40 લોકસભા સીટો છે.

બિહારની 40 સીટો પર સાત તબક્કામાં ચૂંટણી થશે
17 મી લોકસભાની ચૂંટણી માટે, બિહારમાં 7 તબક્કામાં મતદાન કરવામાં આવશે. 11 એપ્રિલ, 18 એપ્રિલ, 23 એપ્રિલ, 2 એપ્રિલ, 6 મે, 12મી મે અને 19મી મે રોજ બિહારમાં લોકસભાની બેઠકો પર મતદાન થશે અને પરિણામો 23 મેના રોજ જાહેર કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
