For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2019 માટે કોંગ્રેસ-એનસીપી વચ્ચે ડીલ ફાઈનલ, જાણો ટિકિટનું ગણિત

2019 માટે કોંગ્રેસ-એનસીપી વચ્ચે ડીલ ફાઈનલ, જાણો સીટનું ગણિત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 2019 લોકસભા ચૂંટણીમાં કેન્દ્રની સત્તામાં વાપસીનું સપનુમ જોઈ રહેલ કોંગ્રેસે ભાજપને ટક્કર આપવા ચક્રવ્યૂહ રચવાની શરૂઆત કરી દીધી છે. ચૂંટણીનું બ્યૂગલ વાગતા પહેલા જ કોંગ્રેસ અને બિન ભાજપી દળો ગઠબંધનનું ગણિત બસાડવામાં લાગી ગયા છે. આ જ શ્રેણીમાં કોંગ્રેસે મહારાષ્ટ્રમાં શરદ પવારની પાર્ટી એનસીપીની સાથે ગઠબંધન કરી સીટ વહેંચણીના ફૉર્મ્યૂલાને અંતિમ રૂપ આપી દીધું છે. શુક્રવારે પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠક બાદ બંને દળોએ સીટ વહેચણીના ફેસલા પર અંતિમ મહોર લગાવી દીધી. જો કે સત્તાવાર રીતે હજુ તેનું એલાન કરવામાં આવ્યું નથી.

આ છે બંને પાર્ટી વચ્ચે સીટોનો ફોર્મ્યૂલા

આ છે બંને પાર્ટી વચ્ચે સીટોનો ફોર્મ્યૂલા

મુંબઈ મિરરના અહેવાલ મુજબ 2019ની લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની 48 સીટ પર કોંગ્રેસ અને એનસીપી વચ્ચે સાથે મળીને ચૂંટણી લડવાની વાત પર સહમતી બની ગઈ છે. બંને દળ વચ્ચે એક સમજૂતી થઈ છે જે અંતર્ગત 48 લોકસભા સીટમાંથી કોંગ્રેસ 24 અને એનસીપી 23 સીટ પર ચૂંટણી લડશે. જ્યારે એક સીટ સ્વાભિમાની શેતકારી સંઘટનને આપવામાં આવશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલના નિવાસ પર મળેલ બંને દળોના વરિષ્ઠ નેતાઓની બેઠકમાં આ ફોર્મ્યૂલા નક્કી કરવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આગામી કેટલાક દિવસોમાં સીટ વહેચણીના આ ફોર્મ્યૂલાની સત્તાવાર રીતે ઘોષણા કરી દેવામાં આવશે.

બેઠકમાં સામેલ થયા બંને દળના દિગ્ગજ નેતા

બેઠકમાં સામેલ થયા બંને દળના દિગ્ગજ નેતા

આ બેઠકમાં કોંગ્રેસ તરફથી રાધાકૃષ્ણ વિખે-પાટીલ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અશોક ચૌહાણ, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ અને વરિષ્ઠ નેતા શરદ રણપિસે સામેલ થયા. જ્યારે એનસીપી તરફથી પ્રદેશ અધ્યક્ષ જંયંતિ પાટિલ, મહારાષ્ટ્રના પૂર્વ ઉપમુખ્યમંત્રી અજીત પવાર, પૂર્વ વિધાનસભા અધ્યક્ષ દિલીપ વાલસે-પાટિલ અને પૂર્ પ્રદેશ અધ્યક્ષ સુનીલ તટકરે સામેલ થયા. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે ગઠબંધન અંતર્ગત હાતકળંગલે લોકસભા સીટ સ્વાભિમાની શેતકારી સંગઠનના નેતા અને હાલના સાંસદ રાજૂ શેટ્ટીને આપવામાં આવશે.

ત્રણ સીટ પર હજુ સહમતિ નથી

ત્રણ સીટ પર હજુ સહમતિ નથી

જણાવી દઈએ કે રાજૂ શેટ્ટીની પાર્ટી ગત લોકસભા ચૂંટણીમાં એનડીએના ઘટક દળ તરીકે લડી હતી. ગયા વર્ષે જ ઓગસ્ટમાં તેઓ એનડીએથી અગ થઈ ગયા. ત્યારથી જ આંકણન લગાવાઈ રહ્યું હતું કે શેટ્ટી હવે કોંગ્રેસ-એનસીપી ગઠબંધનનો ભાગ બનશે. જો કે ગઠબંધન અંતર્ગત બંને દળો વચ્ચે સીટની સંખ્યા અંતિમ રૂપે આપી દેવામાં આવી છે, પરંતુ ત્રણ સીટો પર હજુ પણ સહમતિ સાધી શકાઈ નથી. જે ત્રણ સીટ પર અસહમતિ છે તેમાં પુણે અને યવતમાલ સીટ પર એનસીપી ચૂંટણી લડવા માગે છે, જ્યારે અહમદનગર સીટ પર કોંગ્રેસ દાવો ઠોકી રહી છે.

ઘનતેરસઃ લોકો ખરીદી રહ્યા છે મોદીના ફોટો વાળા સોનાનાં બિસ્કિટ, કરશે ભગવાનની જેમ પૂજાઘનતેરસઃ લોકો ખરીદી રહ્યા છે મોદીના ફોટો વાળા સોનાનાં બિસ્કિટ, કરશે ભગવાનની જેમ પૂજા

English summary
Lok Sabha Elections 2019: Congress and NCP Finalize Seat Sharing Formula in Maharashtra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X