For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી-શાહને ક્લીન ચિટથી નારાજ ચૂંટણી કમિશ્નર લવાસાનો પંચની બેઠકમાં શામેલ થવાનો ઈનકાર

મોદી-શાહને ચૂંટણી કમિશન તરફથી આચાર સંહિતાના ઉલ્લંઘન મામલે ક્લીન ચિટ આપી દેવા પર અસંમતિ જતાવનાર ચૂંટણી કમિશ્નર અશોક લવાસા પંચની બેઠકમાં શામેલ નથી થઈ રહ્યા.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહને ચૂંટણી કમિશન તરફથી આચાર સંહિતાના ઉલ્લંઘન મામલે ક્લીન ચિટ આપી દેવા પર અસંમતિ જતાવનાર ચૂંટણી કમિશ્નર અશોક લવાસા પંચની બેઠકમાં શામેલ નથી થઈ રહ્યા. અશોક લવાસા 4 મેથી ચૂંટણી પંચની આચાર સંહિતા ઉલ્લંઘન વિશે થતી બેઠકોમાં શામેલ નથી થઈ રહ્યા. એનડીટીવીના સમાચાર અનુસાર લવાસાએ મુખ્ય ચૂંટણી કમિશ્નરને એક પત્ર લખ્યો છે એમાં તેમણે કહ્યુ છે કે આ બેઠકોમાં તે ત્યારે જ શામેલ થશે જ્યારે આચાર સંહિતા સાથે જોડાયેલા નિર્ણયોમાં તેમની અસંમતિના નિર્ણયને પણ ઑન-રેકોર્ડ લેવામાં આવશે.

આ પણ વાંચોઃ અંતિમ તબક્કાની ચૂંટણી પહેલા નારાજ થઈ ભાજપની સહયોગી પાર્ટી, ઈમરજન્સી બેઠકઆ પણ વાંચોઃ અંતિમ તબક્કાની ચૂંટણી પહેલા નારાજ થઈ ભાજપની સહયોગી પાર્ટી, ઈમરજન્સી બેઠક

અશોક લવાસાએ નિર્ણય પર વ્યક્ત કરી નારાજગી

અશોક લવાસાએ નિર્ણય પર વ્યક્ત કરી નારાજગી

એનડીટીવીના સમાચાર અનુસાર ચૂંટણી કમિશ્નર અશોક લવાસાએ હાલમાંજ મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાને એક પત્ર લખીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યુ કે જ્યાં સુધી તેમની અસંમતિવાળા નિર્ણયને ઑન રેકોર્ડમાં નહિ લેવામાં આવે તે ચૂંટણી પંચની બેઠકમાં શામેલ નહિ થાય. તમને જણાવી દઈએ કે ત્રણ સભ્યોની ‘પૂર્ણ કમિશન' માં મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરા અને બે ચૂંટણી કમિશ્નર અશોક લવાસા અને સુશીલ ચંદ્રા શામેલ છે. પોલ પેનલના નિયમ એકમત દ્રષ્ટિકોણને પ્રાથમિકતા આપે છે પરંતુ સર્વસંમતિના અભાવે બહુમતના નિર્ણયનો સ્વીકાર કરવામાં આવે છે.

પીએમ મોદી અને અમિત શાહ પર ‘ફૂલ કમિશન' એ લીધો નિર્ણય

પીએમ મોદી અને અમિત શાહ પર ‘ફૂલ કમિશન' એ લીધો નિર્ણય

રિપોર્ટ મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સામે મળેલી આચાર સંહિતાની ફરિયાદોની તપાસ માટે રચવામાં આવેલી સમિતિમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરા, અશોક લવાસા અને સુશીલ ચંદ્રા શામેલ હતા. આમાં ચૂંટણી કમિશ્નર અશોક લવાસાનું મંતવ્ય બંને સભ્યોથી અલગ હતુ અને તે તેમને આચારસંહિતાની સીમામાં માની રહ્યા હતા પરંતુ બહુમતથી લેવામાં આવેલા નિર્ણયમાં આચાર સંહિતાનું ઉલ્લંઘન ન માનીને ક્લીનચિટ આપી દેવામાં આવી. માત્ર આટલુ જ નહિ લવાસા ઈચ્છતા હતા તે તેમનો મત ઑન-રેકોર્ડ લેવામાં આવે, આમ ન થતા અશોક લવાસાએ 4 મેથી પંચની બેઠકથી પોતાને અલગ કરી દીધા.

લવાસાએ મુખ્ય ચૂંટણી કમિશ્નરને લખ્યો પત્ર, કરી આ માંગ

લવાસાએ મુખ્ય ચૂંટણી કમિશ્નરને લખ્યો પત્ર, કરી આ માંગ

મુખ્ય ચૂંટણી કમિશ્નરને લખેલા પત્રમાં અશોક લવાસાએ કહ્યુ, ‘આચાર સંહિતા સાથે જોડાયેલા મામલામાં ચૂંટણી પંચની બેઠકોમાં ત્યારે શામેલ થશે જ્યારે ઑર્ડરમાં બહુમતથી લેવાયેલા નિર્ણય સાથે લઘુમત એટલે કે એક સભ્યના મંતવ્યને પણ ઑન-રેકોર્ડ લેવામાં આવશે.' તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચે પીએમ મોદીને 6 કેસમાં કોઈ પણ આચાર સંહિતાના ઉલ્લંઘનના દોષી ગણ્યા નહોતા.

English summary
Lok Sabha Elections 2019: Election Commissioner Ashok Lavasa Opts Out Of Meetings Over Clean Chits
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X