Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Exit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો

ઈન્ડિયા ટીવી-સીએનએક્સના એક્ઝીટ પોલ મુજબ ઉત્તર પ્રદેશમાં એક્ઝીટ પોલના પરિણામ સૌથી વધુ ચોંકાવાનારા છે.

2019ની લોકસભા ચૂંટણીના પરિણામોથી પહેલા અલગ અલગ એજન્સી અને ન્યૂઝ ચેનલોના એક્ઝીટ પોલ જાહેર થઈ ચૂક્યા છે. મોટાભાગના એક્ઝીટ પોલમાં દેશમાં એક વાર ફરીથી એનડીએની સરકાર બનતી જોવા મળી રહી છે. આ દરમિયાન ઈન્ડિયા ટીવી-સીએનએક્સે પણ લોકસભા ચૂંટણી માટે પોતાના એક્ઝીટ પોલ જાહેર કરી દીધા છે. આ એક્ઝીટ પોલ મુજબ ભાજપના નેતૃત્વવાળી એનડીએને સ્પષ્ટ બહુમત મળતો જોવા મળી રહ્યો છે. વળી, ઉત્તર પ્રદેશમાં એક્ઝીટ પોલના પરિણામ સૌથી વધુ ચોંકાવાનારા છે. એક્ઝીટ પોલના પરિણામોની માનીએ તો યુપીમાં સપા-બસપા ગઠબંધન ભારતીય જનતા પાર્ટીને કોઈ ખાસ નુકશાન પહોંચાડતુ જોવા મળી રહ્યુ નથી.

સપા-બસપાને કેટલી સીટો

સપા-બસપાને કેટલી સીટો

ઈન્ડિયા ટીવી-સીએનએક્સ એક્ઝીટ પોલના પરિણામો મુજબ દેશની 542 લોકસભા સીટો (એક સીટ પર ચૂંટણી થવાની હજુ બાકી છે) માં ભાજપના નેતૃત્વનાળા એનડીએ ગઠબંધન 300 સીટો પર જીત મેળવીને સ્પષ્ટ બહુમત સાથે સરકાર બનાવતા જોવા મળી રહ્યા છે. વળી, કોંગ્રેસની યુપીએ 120 સીટો પર જીત મેળવી શકે છે. 94 લોકસભા સીટો અન્ય પક્ષોના ખાતામાં જતી જોવા મળી રહી છે. એક્ઝીટ પોલના પરિણામો મુજબ ઉત્તર પ્રદેશમાં સપા-બસપા અને આરએલડીનું મહાગઠબંધન માત્ર 28 સીટો પર સમેટાઈ શકે છે જ્યારે ભાજપના ખાતામાં 50 સીટો જઈ રહી છે. યુપીમાં 2 સીટો કોંગ્રેસને મળી શકે છે.

બંગાળમાં ભાજપને 12 સીટો

બંગાળમાં ભાજપને 12 સીટો

બિહારની 40 લોકસભા સીટોમાંથી ભાજપ-લોજપા અને જેડીયુ સંયુક્ત રીતે 32 સીટો જીત નોંધાવતી જોવા મળી શકે છે. બિહારમાં મહાગઠબંધનને 8 સીટો પર જીત મળી શકે છે. ત્યારબાદ વાત કરીએ પશ્ચિમ બંગાળની, અહીં 42 લોકસભા સીટોમાંથી ટીએમસીને 29, ભાજપે 12 અને કોંગ્રેસને 1 સીટ પર જીત મળી શકે છે. મહારાષ્ટ્રમાં 48 લોકસભા સીટોમાંથી ભાજપ અને શિવસેનાના ગઠબંધનને 34, જ્યારે કોંગ્રેસ અને એનસીપી ગઠબંધનને 14 સીટો મળતી જોવા મળી રહી છે. મધ્ય પ્રદેશની 29 લોકસભા સીટોમાંથી ભાજપ 24 ઉપર જીત મેળવી શકે છે. વળી, 5 સીટો કોંગ્રેસના ખાતામાં જતી જોવા મળી રહી છે.

રાજસ્થાનમાં 25 સીટો જીતશે ભાજપ

રાજસ્થાનમાં 25 સીટો જીતશે ભાજપ

રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી 25 લોકસભા સીટોમાંથી 21 પર જીત મેળવી શકે છે જ્યારે 4 પર કોંગ્રેસને જીત મળતી દેખાઈ રહી છે. વળી, જમ્મુ કાશ્મીરમાં ભાજપે 2, નેશનલ કૉન્ફરન્સને 3 અને કોંગ્રેસને એક સીટ પર જીત મળી શકે છે. કેરળમાં એક સીટ સાથે ભાજપનુ ખાતુ ખુલી શકે છે જ્યારે કોંગ્રેસ ગઠબંધનને 14 અને લેફ્ટને 5 સીટો મળતી જોવા મળી રહી છે. ગુજરાતમાં 22 સીટો સાથે ભાજપ જીત મેળવતી જોવા મળી રહી છે વળી, કોંગ્રેસને 4 સીટો મળી શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X