For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Republic C-VOTER Exit poll 2019: NDAને ફરીથી પૂર્ણ બહુમત, યુપીએને મળી રહી આટલી સીટો

રિપબ્લિક સી વોટરના એક્ઝીટ પોલ અનુસાર વર્તમાન એનડીએ સરકાર બહુમતને પાર કરતી જોવા મળી રહી છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019 માટે ચૂંટણી સંપન્ન થયા બાદ હવે એક્ઝીટ પોલના અનુમાન સામે આવી રહ્યા છે. રિપબ્લિક સી વોટરના એક્ઝીટ પોલ અનુસાર વર્તમાન એનડીએ સરકાર બહુમતને પાર કરતી જોવા મળી રહી છે. એનડીએના ખાતામાં 287 સીટો જતી જોવા મળી રહી છે. જ્યારે યુપીએના ખાતામાં 128 સીટો મળવાનું અનુમાન બતાવવામાં આવ્યુ છે.

આ પણ વાંચોઃ Exit Poll 2019: 'અબકી બાર કીસકી સરકાર', ન્યૂઝ નેશને જાહેર કર્યા એક્ઝીટ પોલના પરિણામોઆ પણ વાંચોઃ Exit Poll 2019: 'અબકી બાર કીસકી સરકાર', ન્યૂઝ નેશને જાહેર કર્યા એક્ઝીટ પોલના પરિણામો

મત ટકામાં પણ એનડીએ સૌથી આગળ

મત ટકામાં પણ એનડીએ સૌથી આગળ

વળી, રિપબ્લિક અને સી-વોટરના એક્ઝીટ પોલમાં પાર્ટીઓના મત ટકાની વાત કરીએ તો એનડીએને 42.3 ટકા મત મળવાનું અનુમાન છે. જ્યારે યુપીએના ખાતામાં 29.6 ટકા અને અન્યના ખાતામાં 28.1 ટકા મતો જતા જોવા મળી રહ્યા છે. જો કે કેન્દ્રમાં કોની સરકાર બનશે એ તો 23મેના રોજ મતગણતરી બાદ જ સ્પષ્ટ થઈ શકશે. પરંતુ અત્યાર સુધી આવેલા એક્ઝીટ પોલમાં એનડીએ ફરીથી સત્તા બનાવતી જોવા મળી રહી છે.

રવિવારે ખતમ થયુ મતદાન

રવિવારે ખતમ થયુ મતદાન

તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી માટે રવિવારે સાતમાં અને અંતિમ તબક્કાના મતદાન ખતમ થયા બાદ દેશભરની 542 સીટો માટે મતદાન ખતમ થઈ ગયુ છે. ત્યારબાદ હવે એક્ઝીટ પોલ આવવા શરૂ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2014ની ચૂંટણીમાં એનડીએને 336 અને યુપીએને 60 સીટો મળી હતી. ભાજપને પાંચ વર્ષ પહેલા થયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપને 282, કોંગ્રેસ 44 અને અન્યને 147 સીટો મળી હતી.

એક વાર ફરીથી સત્તાથી દૂર જતી યુપીએ

એક વાર ફરીથી સત્તાથી દૂર જતી યુપીએ

વર્ષ 2014 પહેલા દેશમાં કોંગ્રેસની આગેવાનીમાં યુપીએ દસ વર્ષ સુધી સતત સરકાર ચલાવી હતી. કોંગ્રેસના સીનિયર નેતા મનમોહન સિંહ સતત દસ વર્ષ સુધી યુપીએ સરકારમાં પીએમ રહ્યા. 2004માં એનડીએની આગેવાનીવાળી અટલ બિહારી વાજપેયીની સરકારને હરાવીને યુપીએ સરકાર બનાવી હતી. ત્યારબાદ વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં યુપીએની સત્તાને મ્હાત આપીને કેન્દ્રમાં એનડીએનું ફરીથી કમબેક થયુ. પાંચ વર્ષ મોદી સરકાર રહી અને હવે 2019 લોકસભા ચૂંટણી માટે જે એક્ઝીટ પોલ સામે આવી રહ્યા છે તેમાં એનડીએ એક વાર ફરીથી સત્તામાં આવતી જોવા મળી રહી છે.

English summary
lok sabha elections 2019 exit poll Republic CVOTER results
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X