For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Lok Sabha Elections 2019: જાણો કઈ પાર્ટી પાસે છે કેટલા રૂપિયા

Lok Sabha: જાણો કઈ પાર્ટી પાસે છે કેટલા રૂપિયા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશમાં ચૂંટણી લડવા માટે અમીર હોવું બહુ જરૂરી છે, આ વાતનો અંદાજો તમે એ વાત પરથી લગાવી શકો છો કે જે રાજનૈતિક પાર્ટીઓ ચૂંટણીમાં છે તેમની પાસે બહુ સંપત્તિ છે. આ તમામ પાર્ટીઓમાં બસપાનું નામ સૌથી ઉપર આવે છે. બસપાના બેંક અકાઉન્ટની વાત કરીએ તો તેમની પાસે સત્તાવાર રીતે બેંક અકાઉન્ટમાં સૌથી વધુ રૂપિયા છે. બસપા દ્વારા ચૂંટણી પંચને 25 ફેબ્રુઆરીએ જાણકારી આપવામાં આવી છે જે મુજબ તેમના બેંક અકાઉન્ટમાં 669 કરોડ રૂપિયા જમા છે. આ પૈસા આઠ અલગ-અલગ બેંક ખાતામાં જમા છે.

2014માં ન મળી એકપણ સીટ

2014માં ન મળી એકપણ સીટ

જણાવી દઈએ કે બસપા 2014ની લોકસભા ચૂંટણીમાં એક પણ સીટ નહોતી જીતી શકી અને તે સમયે બસપાએ પોતાની કુલ સંપત્તિ 95.54 કરોડ રૂપિયા ઘોષિત કરી હતી. જ્યારે બીજા નંબરે સમાજવાદી પાર્ટીનું નામ આવે છે, તેમના ખાતામાં 471 કરોડ રૂપિયા જમા છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણામાં થયેલ વિધાનસભા ચૂંટણી બાદ પાર્ટીના પૈસામાં ઘટાડો આવ્યો અને 11 કરોડ રૂપિયાની ગિરાવટ જોવા મળી છે.

કોંગ્રેસનું નામ ત્રીજા નંબરે

કોંગ્રેસનું નામ ત્રીજા નંબરે

આ યાદીમાં ત્રીજા નંબર પર કોંગ્રેસનું નામ છે, જેના બેંક અકાઉન્ટમાં 196 કરોડ રૂપિયા છે. કોંગ્રેસે 2 નવેમ્બરે ચૂંટણી પંચને પોતાના ફંડની જાણકારી આપી હતી. જો કે બાદમાં પાર્ટીએ પોતાની ફંડની તાજી જાણકારી હજુ સુધી આપી નથી. કોંગ્રેસ પાર્ટી પાસે આ ફંડ કર્ણાટક ચૂંટણી બાદનું છે, પરંતુ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં જીત બાદ પાર્ટી પાસે કેટલા પૈસા છે તેની જાણકારી હજુ સુધી આપી નથી.

લોકસભા ચૂંટણી 2019: જાણો ચૂંટણી અને ઉમેદવારો સંબંધી બધી જ માહિતી

ભાજપ કેટલાય ક્ષેત્રીય દળોથી પાછળ

ભાજપ કેટલાય ક્ષેત્રીય દળોથી પાછળ

ભાજપનું નામ આ યાદીમાં પાંચમા સ્થાને છે, તેમના બેંક ખાતામાં કુલ 82 કરોડ રૂપિયા છે, તે ક્ષેત્રીય દળોથી પણ ક્યાંય પાછળ છે. જ્યારે ટીડીપી પાસે 107 કરોડ રૂપિયા છે. જાણકારી મુજબ ભાજપે કુલ 758 કરોડ રૂપિયા ખર્ચ્યા જે કોઈ પાર્ટીનો સૌથી વધુ ખર્ચ છે, જેમાંથી 2017-18માં 1027 કરોડ રૂપિયા એકઠા કરવામાં આવ્યા હતા.

સૌથી વધુ રિટર્ન ભાજપનું

સૌથી વધુ રિટર્ન ભાજપનું

તમામ રાજનૈતિક દળોએ પાર્ટીના ફંડને મુખ્ય રૂપે દાનથી સંગ્રહીત કર્યા. પાર્ટીઓએ આપેલ જાણકારી મુજબ 87 ટકા રકમ દાન થકી એકઠી કરવામાં આવી છે. એમપી, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણામાં ચૂંટણી બાદ સપાના ખાતામાં 11 કરોડ રૂપિયાનો ઘટાડો નવેમ્બર-ડિસેમ્બરમાં નોંધાયો છે, જ્યારે બસપાના ખાતામાં 24 કરોડ રૂપિયાનો ભાવ વધારો જોવા મળ્યો છે. એક વિશ્લેષણ મુજબ ભાજપે સૌથી વધુ ટેક્સ રિટર્ન ભર્યું છે.

English summary
Lok Sabha Elections 2019: know Which party has the maximum money in their account.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X