For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા 2019: 542 લોકસભા સીટો પર ચૂંટણી પુરી: ચૂંટણી પંચ

Lok Sabha Elections 2019 Live: 7મા તબક્કામાં આજે 59 સીટ પર મતદાન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના આખરી તબક્કામાં આજે 8 રાજ્યોની 59 સીટ પર મતદાન થનાર છે. આ તબક્કામાં ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશ અને પંજાબથી લઈ પશ્ચિમ બંગાળ સધી મતદાન થનાર છે. ભલે સીટના હિસાબે આ રાઉન્ડ બહુ મહત્વનો ન હોય પરંતુ આ તબક્કામાં કેટલાય હાઈપ્રોફાઈલ સીટનો મુકાબલો છે. પૂર્વી યૂપીની વારાણસી, ગોરખપુર અને ગાઝીપુર જેવી હાઈ પ્રોફાઈલ સીટ પર રોચક જંગ જોવા મળી રહી છે. બીજી બાજુ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીનો ગઢ કહેવાતી 9 લોકસભા સીટ પર પણ મતદાન થનાર છે. આ કારણે જ ચૂંટણીના આખરી તબક્કામાં પૂર્વાંચલ, બિહારથી લઈ બંગાળ સુધી રાજકીય હલચલ વધી ગઈ છે.

lok sabha elections 2019

Newest First Oldest First
5:56 PM, 19 May

લોકસભા ચૂંટણી 2019

542 લોકસભા સીટો પર ચૂંટણી પુરી: ચૂંટણી પંચ
5:20 PM, 19 May

લોકસભા ચૂંટણી 2019

લોકસભા ચૂંટણીના સાતમા તબક્કામાં બપોરે 5 વાગ્યા સુધીમાં 53.03 ટકા મતદાન થયું. બિહારમાં 46.75 ટકા, હિમાચલ પ્રદેશમાં 57.43 ટકા, મધ્યપ્રદેશમાં 59.75 ટકા, પંજાબમાં 50.49 ટકા, ઉત્તરપ્રદેશમાં 47.21 ટકા, પશ્ચિમ બંગાળમાં 64.87 ટકા, ઝારખંડમાં 66.64 ટાકા અને ચંડીગઢમાં 51.18 ટકા વોટિંગ નોંધવામાં આવ્યું.
5:10 PM, 19 May

પશ્ચિમ બંગાળ

સીએમ મમતા બેનર્જીએ મતદાન કર્યું, આજે પણ બંગાળમાં ઘણી જગ્યાઓ પર હિંસા થઇ
4:57 PM, 19 May

દેવરિયા (ઉત્તરપ્રદેશ)

પીળી સાડી વાળી લેડી ઓફિસર રિના દ્રિવેદીએ દેવરિયામાં પોતાનો વોટ આપ્યો આ દરમિયાન પંથરી બૂથ પર તેનાત મતદાન કર્મીઓએ તેમની સાથે સેલ્ફી લીધી
4:27 PM, 19 May

લોકસભા ચૂંટણી 2019

લોકસભા ચૂંટણીના સાતમા તબક્કામાં બપોરે 3 વાગ્યા સુધીમાં 50.90 ટકા મતદાન થયું. બિહારમાં 46.66 ટકા, હિમાચલ પ્રદેશમાં 47.76 ટકા, મધ્યપ્રદેશમાં 56.14 ટકા, પંજાબમાં 47.35 ટકા, ઉત્તરપ્રદેશમાં 45.72 ટકા, પશ્ચિમ બંગાળમાં 60.59 ટકા, ઝારખંડમાં 62.90 ટાકા અને ચંડીગઢમાં 49.77 ટકા વોટિંગ નોંધવામાં આવ્યું.
4:25 PM, 19 May

પશ્ચિમ બંગાળ

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ વોટિંગ કર્યું
3:43 PM, 19 May

બિહાર

બિહારની પાટલીપુત્ર લોકસભા ક્ષેત્રના પાલીગંજમાં ઈવીએમ તોડફોડ કરવામાં આવ્યા અહીં બૂથ નંબર 101 અને 102 પર બે જૂથો વચ્ચે હિંસક ઝડપ પછી વોટિંગ રોકી દેવામાં આવ્યું
3:37 PM, 19 May

પશ્ચિમ બંગાળ

બારાસતથી ટીએમસી એમપીએ સુરક્ષાબળના એક જવાન સાથે વિવાદ કર્યો
3:17 PM, 19 May

ઇન્દોર (મધ્યપ્રદેશ)

37 દિવ્યાંગ મહિલાઓએ ગ્રીન ફિલ્ડ સ્કૂલના એક પોલિંગ બૂથ પર મતદાન કર્યું
2:58 PM, 19 May

પશ્ચિમ બંગાળ

કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, પરિણામ પક્ષમાં નહીં હોવા પર મમતા બેનર્જી નરસંહાર કરાવી શકે છે.
2:54 PM, 19 May

નવી દિલ્હી

દરિયાગંજના બૂથ નંબર 32 પર ફરી મતદાન કરાવવામાં આવ્યું
2:40 PM, 19 May

મધ્યપ્રદેશ

ઇન્દોરમાં એક પોલિંગ બૂથ પર દુલ્હા અને દુલ્હને પોતાના પરિવાર સાથે મતદાન કર્યું
2:22 PM, 19 May

પશ્ચિમ બંગાળ

ભાજપા બંગાળના અલગ હિસ્સાઓમાં થયેલી હિંસાની ફરિયાદ લઈને ચૂંટણી પંચ પાસે જશે
2:02 PM, 19 May

લોકસભા ચૂંટણી 2019

લોકસભા ચૂંટણીના સાતમા તબક્કામાં બપોરે 1 વાગ્યા સુધીમાં 39.85 ટકા મતદાન થયું. બિહારમાં 36.20 ટકા, હિમાચલ પ્રદેશમાં 34.47 ટકા, મધ્યપ્રદેશમાં 43.89 ટકા, પંજાબમાં 36.66 ટકા, ઉત્તરપ્રદેશમાં 36.37 ટકા, પશ્ચિમ બંગાળમાં 47.55 ટકા, ઝારખંડમાં 52.89 ટાકા અને ચંડીગઢમાં 35.60 ટકા વોટિંગ નોંધવામાં આવ્યું.
1:44 PM, 19 May

વારાણસી (ઉત્તરપ્રદેશ)

મુરલી મનોહર જોશીએ વારાણસીથી વોટિંગ કર્યું
1:43 PM, 19 May

બિહાર

ભાજપ છોડીને કોંગ્રેસમાં શામિલ થયેલા શત્રુજ્ઞ સિન્હાએ વોટિંગ કર્યું અને જીતનો દાવો કર્યો
1:30 PM, 19 May

હિમાચલ પ્રદેશ

એક દુલ્હાએ પોતાના પરિવાર સાથે મનાલી લોકસભા પોલિંગ બૂથ નંબર 8 પર વોટિંગ કર્યું
1:29 PM, 19 May

પંજાબ

અમે ભાજપ અને અકાલી દળ બંનેને હરાવીશુ: કેપ્ટન અમરિન્દર સિંહ
12:45 PM, 19 May

ઉત્તરપ્રદેશ

કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી મનોજ સિન્હા અને સ્વાસ્થ્ય રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો
12:39 PM, 19 May

બિહાર

નાલંદા જિલ્લાના રાજગીર બ્લોકના ચંદૌરા ગામના બૂથ નંબર 299 પર સ્થાનીય લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો
12:21 PM, 19 May

પંજાબ

અમૃતસરમાં કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ અને તેમની પત્ની નવજોત કોરે મતદાન કર્યું
12:10 PM, 19 May

પશ્ચિમ બંગાળ

મથુરાપુરમાં મતદાન દરમિયાન હિંસા, ભાજપા કાર્યકર્તાઓએ બસંતી હાઇવે પર જામ લગાવ્યો
11:25 AM, 19 May

મધ્યપ્રદેશ

લોકસભા સ્પીકર અને ભાજપા નેતા સુમિત્રા મહાજને ઇન્દોરમાં વોટ આપ્યો
11:24 AM, 19 May

પંજાબ

કોંગ્રેસ બહારથી પોતાના ગુંડાઓ લાવી છે. અમે ચૂંટણી પંચને તેની ફરિયાદ કરી પરંતુ કોઈ એક્શન નથી લેવામાં આવ્યું: હરસિમરત કૌર બાદલ
11:09 AM, 19 May

પશ્ચિમ બંગાળ

બાસિરહાટના મતદાન કેન્દ્ર નંબર 189 પર મતદાતાઓનું પ્રદર્શન, તેમનો આરોપ છે કે ટીએમસી કાર્યકર્તાઓ તેમને વોટ નાખવાથી રોકી રહ્યા છે
10:53 AM, 19 May

ચંડીગઢ

પૂર્વ કેન્દ્રીય મંત્રી પવન બંસલે પરિવાર સાથે ચંડીગઢમાં મતદાન કર્યું
10:41 AM, 19 May

પંજાબ

પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારીએ લુધિયાણામાં વોટ આપ્યો
10:14 AM, 19 May

લોકસભા ચૂંટણી 2019

લોકસભા ચૂંટણીના સાતમા તબક્કામાં સવારે 9 વાગ્યા સુધીમાં બિહારમાં 10.65 ટકા, હિમાચલ પ્રદેશમાં 0.87 ટકા, મધ્યપ્રદેશમાં 7.16 ટકા, પંજાબમાં 4.64 ટકા, ઉત્તરપ્રદેશમાં 5.97 ટકા, પશ્ચિમ બંગાળમાં 10.58 ટકા, ઝારખંડમાં 13.19 ટાકા અને ચંડીગઢમાં 10.40 ટકા વોટિંગ નોંધવામાં આવ્યું.
10:10 AM, 19 May

મધ્યપ્રદેશ

એક દિવ્યાંગ મહિલા સોનુ માલીએ ઈંદોરના નંદા નગરના પોલિંગ બૂથ નંબર 316 પર મતદાન કર્યું
9:37 AM, 19 May

મધ્યપ્રદેશ

ભાજપા મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે સાતમા તબક્કાના મતદાન દરમિયાન ઇન્દોરમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો
READ MORE

English summary
Lok Sabha Elections 2019 Live: polling held at 59 seat of 8 state in 7th phase of election
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X