For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Live: કોંગ્રેસના ઘોષણાપત્રમાં ખેડૂતો માટે મોટી જાહેરાત

Live: કોંગ્રેસના ઘોષણાપત્રમાં ખેડૂતો માટે મોટી જાહેરાત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 2019ની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ આજે ઘોષણાપત્ર જાહેર કરશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પૂર્વ પીએમ મનમોહન સિંહ સહિત પાર્ટીના વરિષ્ઠ નેતા આ મોકા પર હાજર રહેશે. આ ઉપરાંત પીએમ મોદી આજે બિહાર અને ઓરિસ્સામાં 3 ચૂંટણી રેલિઓ કરશે. લોકસભા ચૂંટણીના પ્રચારને આગળ વધારતા પીએમ મોદી આજે બિહારના જમુઈ, ગયા અને ઓરિસ્સાના કાલહાંડીમાં ચૂંટણી રેલી કરશે. જમુઈથી એલજેપી અધ્યક્ષ રામવિલાસ પાસવાનના દીકરા ચિરાગ પાસવાન ચૂંટણી મેદાનમાં છે. વાંચો લોકસભા ચૂંટણીની દરેક પળની લાઈવ અપડેટ...

manmohan singh

Newest First Oldest First
1:01 PM, 2 Apr

રાહુલ ગાંધીએ કહ્યું કે આજે દેશમાં મુખ્ય મુદ્દો રોજગારીનો છે. જેમાં જીએસટી, ન્યાય યોજના પણ મહત્વની થઈ જશે. પીએમ પદની ઉમેદવારી પર રાહુલ ગાંધીએ કહ્યું કે હું માત્ર મારી વાત કરું છું, આ દેશ ઉપર છે કે તેઓ શું વિચારે છે.
12:59 PM, 2 Apr

શિક્ષા માટે રહાહુલ ગાંધીએ કહ્યું કે અમે 6 ટકાથી વધુ ખર્ચ કરશું. તેમણે કહ્યું કે અમે પ્રાઈવેટ ઈન્સ્યોરન્સ પર ભરોસો નથી કરતા, ગરીબ વ્યક્તિને પણ હાઈ હોસ્પિટલનું એક્સેસ હોય. ભાજપની સરકારે દેશના ભાગલા પાડવાનું કામ કર્યું, જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ વધી રહી છે. દેશની રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરિક સુરક્ષા પર કોંગ્રેસનું પૂરું ફોકસ રહેશે
12:52 PM, 2 Apr

હેલ્થ ક્ષેત્રે સરકારી હોસ્પિટલોની સુવિધાઓમાં વધારો કરવાનો અમારો લક્ષ્ય રહેશેઃ રાહુલ ગાંધી
12:50 PM, 2 Apr

જીડીપીના 6 ટકા રૂપિયા એજ્યૂકેશન માટે આપવામાં આવશઃ રાહુલ ગાંધી
12:50 PM, 2 Apr

ખેડૂત જો વ્યાજ ન ચૂકવી શકે તો તે ક્રિમિનલ ઓફેન્સ નહિ સિવિલ ઓફેન્સમાં આવશેઃ રાહુલ ગાંધી
12:49 PM, 2 Apr

કરોડપતિઓ બેકની લોન લઈ ભાગી જાય છે પરંતુ જ્યારે આપણા ખેડૂતો બેંક લોન લે અને પૈસા પાછા ન આપી શકે તો તેમને જેલમાં નાખી દેવામાં આવે છેઃ રાહુલ ગાંધી
12:49 PM, 2 Apr

ખેડૂતો માટે અલગ ખેડૂત બજેટ હોવું જોઈએઃ રાહુલ ગાંધી
12:48 PM, 2 Apr

મનરેગાના 100 દિવસને બદલે અમે 150 દિવસ રોજગારની ગેરેન્ટી કરશુંઃ રાહુલ ગાંધી
12:47 PM, 2 Apr

ઉદ્યોગસાહસિકો માટે ત્રણ વર્ષ માટે હિંદુસ્તાનના યુવાઓને બિઝનેસ ખોલવા માટે કોઈ મંજૂરી લેવાની જરૂર નહિઃ રાહુલ ગાંધી
12:46 PM, 2 Apr

22 લાખ સરકારી રોજગાર ખાલી પડ્યા છે, જેને કોંગ્રેસ માર્ચ 2020 સુધીમાં ભરશેઃ રાહુલ ગાંધી
12:46 PM, 2 Apr

મોદીજીએ નોટબંધી અને જીએસટીથી દેશની અર્થવ્યવસ્થાને નીચે બેસાડી દીધી તેને ફરી દોડતી કરવા માટે ન્યાય યોજના કામ કરશેઃ રાહુલ ગાંધી
12:45 PM, 2 Apr

હિંદુસ્તાનના 20 ટકા સૌથી ગરીબ પરિવારોના બેંક અકાઉન્ટમાં કોંગ્રેસ પાર્ટીની સરકાર દર વર્ષે 72000 રૂપિયા જમા કરાવશેઃ રાહુલ ગાંધી
12:44 PM, 2 Apr

દેશમાં બેરોજગારી મોટી સમસ્યા છે, મોદી સરકારમાં 4 કરોડ 70 લાખ નોકરી ગઈ, ઘોષણાપત્રમાં અમે આના પર ધ્યાન આપ્યું છેઃ ઘોષણાપત્ર કમિટીના અધ્યક્ષ પી ચિદમ્બર
12:43 PM, 2 Apr

એક વર્ષની મહેનત પછી અમે આ મેનિફેસ્ટો તૈયાર કર્યો છેઃ રાહુલ ગાંધી
12:40 PM, 2 Apr

પૂર્વ પીએમ મનમોહન સિંહે કહ્યું કે આજે અમારા માટે ઐતિહાસિક દિવસ છે, લોકોની આશા અને ભવિષ્ય સાથે જોડાયેલ ઘોષણાપત્ર જાહેર કરવામાં આવી રહ્યું છે. કેટલાય લોકો સાથે ચર્ચા કરીને મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ મેનિફાસ્ટોનો ઉદ્દેશ્ય ગરીબો માટે કામ કરવા છે, જેમાં મહિલાઓ, વિકાસ પર ફોકસ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આની ચર્ચા આખા દેશમાં થશે અને સૌકોઈ આ મુદ્દા પર વાત કરશે.
12:33 PM, 2 Apr

ઓરિસ્સાના કાલાહાંડીમાં પીએમ મોદીની રેલી, કહ્યું- કોંગ્રેસ અને બીજેડીએ આ રાજ્યના ગરીબોને ગરીબ જ બનાવી રાખ્યા, તેમણે ગરીબો માટે ક્યારેય કાંઈ જ નથી કર્યું.
11:37 AM, 2 Apr

કોંગ્રેસ પાર્ટીની ઘોષણાપત્ર સમિતિના સભ્ય ભાલચંદ્ર મુંગેકરનું નિવેદન, સત્તામાં આવશું તો પહેલા દિવસે જ રાફેલ ડીલની તપાસ શરૂ કરીશું
10:32 AM, 2 Apr

યૂપીના ગાઝિયાબાદમાં ગઠબંધન ઉમેદવાર સુરેશ બંસલના પક્ષમાં આરએલડી નેતા જયંત ચૌધરીનો રોડ શો, ભાજપ પર જયંતે હુમલો બોલ્યો
10:32 AM, 2 Apr

કર્ણાટકમાં ભાજપના નેતા કેએસ ઈશ્વરપ્પાનું નિવેદન- કહ્યું અમે મુસલમાનોને ટિકિટ નહી આપીએ કેમ કે તેઓ અમારા પર ભરોસો નથી કરતા, અમારા પર ભરોસો કરો, અમે તમને ટિકિટ અને બીજી વસ્તુઓ આપીશું.
10:31 AM, 2 Apr

2019ના લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ આજે જાહેર કરશે ઘષણાપત્ર, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પૂર્વ પીએમ મનમોહન સિંહ હાજર રહેશે.
10:31 AM, 2 Apr

પીએમ નરેન્દ્ર મોદી આજે બિહારના જમુઈ, ગયા અને ઓરિસ્સાના કાલાહાંડીમાં કરશે ચૂંટણી રેલી, જુમઈથી ચિરાગ પાસવાન છે એનડીએના ઉમેદવાર.

English summary
Lok Sabha Elections 2019 Live Update Congress Manifesto Narendra Modi Rally.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X