Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભાજપે ટિકિટ નહીં આપી તો મંત્રીએ કહ્યું, ભાજપે ગૌહત્યા કરી

ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી 2019 માટે 26મી લિસ્ટમાં ત્રણ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી 2019 માટે 26મી લિસ્ટમાં ત્રણ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપે પંજાબની હોશિયારપુર લોકસભા સીટથી કેન્દ્રીય મંત્રી વિજય સામ્પલાની ટિકિટ કાપી છે અને તેમની જગ્યાએ ફગવાડાથી વિધાયક સોમ પ્રકાશને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. હોશિયારપુરથી ટિકિટ કપાતા વિધાયક ભાવુક થયા અને તેમને પાર્ટીને પૂછ્યું કે આખરે તેમની શુ ભૂલ હતી.

આ પણ વાંચો: Video: અભિનેતા અક્ષય કુમારે લીધો પીએમ નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યુ

કોઈ ભૂલ તો કહી દો? - વિજય સામ્પલા

કોઈ ભૂલ તો કહી દો? - વિજય સામ્પલા

સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી વિજય સામ્પલા ઘ્વારા ટવિટ કરવામાં આવ્યું કે, કોઈ દોષ તો જણાવી દો? વિજય સામ્પલા ઘ્વારા ટવિટ કરીને જણાવવામાં આવ્યું કે મારી ભૂલ એટલી છે કે મારા પર ઘોટાળાનાં આરોપ નથી, મારા આચરણ પર કોઈ આંગળી નથી ઉઠાવી શકતું, મેં મારા વિસ્તારમાં એરપોર્ટ બનાવ્યું, રેલવે ચલાવી, સારા રસ્તા બનાવ્યા. જો મારી આ ભૂલ હોય તો હું આગળની પીઢીને સમજાવી દઈશ કે તેઓ આવી ભૂલ ના કરે.

ભાજપાએ ગૌહત્યા કરી

વિજય સામ્પલા ઘ્વારા ખુબ જ નિરાશ થઈને ટવિટ કરવામાં આવી કે ભાજપાએ ગૌહત્યા કરી દીધી. વિજય સામ્પલા ઘ્વારા તેમના નામની આગળથી ચોકીદાર પણ હટાવી દેવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે ભાજપાએ મંગળવારે જે લિસ્ટ જાહેર કરી તેમાં પાર્ટીમાં શામિલ થયેલા બોલિવૂડ અભિનેતા સની દેઓલને ગુરુદાસપુરથી ઉમેદવાર જાહેર કર્યા, જયારે સોમ પ્રકાશને હોશિયારપુર અને કિરણ ખેરને ચંદીગઢથી ઉમેદવાર બનાવ્યા છે.

ભાજપે ઘણા સાંસદોની ટિકિટ કાપી

લોકસભા ચૂંટણી 2019 દરમિયાન ભાજપે ઘણા સાંસદોની ટિકિટ કાપી છે. પાર્ટીએ ઉત્તર પશ્ચિમી દિલ્હીના સાંસદ ઉદિત રાજની ટિકિટ કાપી નાખી છે, જેને અંગે તેમને પણ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. પહેલા તેમને પાર્ટીને અલ્ટીમેટમ આપીને પોતાના નામની આગળથી ચોકીદાર હટાવી દીધું હતું પરંતુ ત્યારપછી ઉદિત રાજે ફરી પોતાના નામની આગળ ચોકીદાર લગાવી દીધું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X