ત્રણ ‘મોદી'વાળી આ સરકારને સિક્સર મારીને બહાર કરોઃ નવજોત સિંહ સિદ્ધુ

પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ શુક્રવારે વર્તમાન એનડીએ સરકાર પર નિશાન સાધીને તેને હટાવવાની અપીલ કરી.

પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ શુક્રવારે વર્તમાન એનડીએ સરકાર પર નિશાન સાધીને તેને હટાવવાની અપીલ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટીકા કરતા સિદ્ધુએ કહ્યુ કે આ સરકાર કામ કરવા મામલે એકદમ નિષ્ફળ સાબિત થઈ છે. અમુક અમીર લોકોની વાત ન કરવામાં આવે તો સરકારે દેશ માટે કંઈ કર્યુ નથી. ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધીને કોંગ્રેસ નેતાએ કહ્યુ, આ પાર્ટીએ દેશને ત્રણ મોદી આપ્યા જ્યારે કોંગ્રેસે દેશને પાંચ ગાંધી આપ્યા. ત્રણ મોદીવાળી આ સરકારને સિક્સર મારીને બહાર કરી દેવી જોઈએ.

આ સરકારમાં નીરવ મોદી, લલિત મોદી અને નરેન્દ્ર મોદી મળ્યા

આ સરકારમાં નીરવ મોદી, લલિત મોદી અને નરેન્દ્ર મોદી મળ્યા

મહારાષ્ટ્રની દક્ષિણી મુંબઈમાં કોંગ્રેસ ઉમેદવાર મિલિન્દ દેવડાના સમર્થનમાં કરવામાં આવેલી રેલીમાં બોલતા સિદ્ધુએ કહ્યુ કે કોંગ્રેસ અને ભાજપની શું તુલના થઈ શકે છે. કોંગ્રેસે દેશને પાંચ ગાંધી આપ્યા છે. જ્યારે ભાજપ અને આ સરકારે દેશને ત્રણ મોદી આપ્યા છે. એ છે - નીરવ મોદી, લલિત મોદી અને નરેન્દ્ર મોદીના નામ લીધા.

સિક્સર મારીને આ સરકારને કાઢોઃ નવજોત સિંહ સિદ્ધુ

સિક્સર મારીને આ સરકારને કાઢોઃ નવજોત સિંહ સિદ્ધુ

સિદ્ધુએ અહીં કહ્યુ કે નરેન્દ્ર મોદીએ અમુક અમીર લોકોને લાભ પહોંચાડ્યો અને દેશની સામાન્ય જનતાને એક સિક્સરથી બહાર કરી દીધી. સમય આવી ગયો છે કે એક છક્કો મારવામાં આવે અને આ લોકોને પણ સરકારમાંથી બહાર કરી દેવામાં આવે. સિદ્ધુએ કહ્યુ કે મોદી ગરીબ નાગરિકોના પીએમ નથી. તે દેશના ગરીબો અને ખેડૂતો વચ્ચે ક્યારેય નથી ગયા કારણકે અંબાણી અને અદાણીઓ માટે ચોકીદારીમાંથી સમય જ નથી મળ્યો. નરેન્દ્ર મોદીએ બે કરોડ નોકરીઓનું વચન આપ્યુ હતુ પરંતુ છેલ્લા પાંચ વર્ષોમાં માત્ર આઠ લાખ નોકરીઓ પેદા કરી શક્યા.

કોંગ્રેસના સ્ટાર પ્રચારક છે સિદ્ધુ

કોંગ્રેસના સ્ટાર પ્રચારક છે સિદ્ધુ

નવજોત સિંહ સિદ્ધુ વર્તમાન લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક છે. જો કે તે ઘણી વાર પોતાના નિવેદનોના લીધે વિવાદોમાં પણ ફસાઈ ચૂક્યા છે. ચૂંટણી કમિશને તેમના એક નિવેદન માટે 22 એપ્રિલના રોજ તેમના પ્રચાર પર 72 કલાક સુધી પ્રતિબંધ લગાવી દીધા હતા. બિહારમાં એક ચૂંટણી રેલીમાં સાંપ્રદાયિક આધાર પર મત માંગવા માટે કમિશને તેમની સામે આ પગલુ ઉઠાવ્યુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X