For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી અપીલ, પહેલા મતદાન પછી જલપાન!

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.

|
Google Oneindia Gujarati News

આજે દેશભરમાં લોકસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે મતદાન થવા જઈ રહ્યુ છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. પીએમે અપીલ કરી છે કે તમે બધા લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ જરૂર કરો. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યુ કે લોકસભા ચૂંટણી માટે આજે પહેલા તબક્કાનું મતદાન છે. બધા મતદારોને મારી વિનંતી છે કે લોકતંત્રના આ મહોત્સવમાં જરૂર ભાગ લો. વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરો. પહેલા મતદાન પછી જલપાન!

narendra modi

તમને જણાવી દઈએ કે આજે દેશના 20 રાજ્યોની 91 લોકસભા સીટો પર મતદાન થઈ રહ્યુ છે. આ 91 લોકસભા સીટોમાં 8 સીટો ઉત્તર પ્રદેશ, 4 સીટો બિહાર અને 7 સીટો મહારાષ્ટ્રની પણ શામેલ છે. પહેલા તબક્કાના મતદાનમાં સૌથી વધુ આંધ્રપ્રદેશની 25 અને તેલંગાનાની 17 સીટો છે. આ ઉપરાંત ઉત્તરાખંડની 5, છત્તીસગઢની 1, પશ્ચિમ બંગાળની 2, અરુણાચલની 2, અસમની 5, જમ્મુ કાશ્મીરની 2, મણિપુરની 1, મેઘાલયની 2, મિઝોરમની 1, નાગાલેન્ડની 1, ઓડિશાની 4, સિક્કિમની 1, ત્રિપુરાની 1, અંદમાનની 1 અને લક્ષદ્વીપની 1 લોકસભા સીટ પર મત આપવા જઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે પહેલા તબક્કાના મતદાન માટે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. દરેર પોલિંગ બુથ પર મોટી સંખ્યામાં સુરક્ષા બળોને તૈનાત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ વખતે લોકસભા ચૂંટણી કુલ સાત તબક્કામાં થશે. ચૂંટણીનો બીજો તબક્કો 18 એપ્રિલ, ત્રીજો તબક્કો 23 એપ્રિલ, ચોથો તબક્કો 29 એપ્રિલ, પાંચમો તબક્કો 6 મે, છઠ્ઠો તબક્કો 12મે અને સાતમો તબક્કો 19 મેના રોજ પૂર્ણ થશે. ચૂંટણીના પરિણામો 23 મેના રોજ ઘોષિત કરવામાં આવશે.

આ પણ વાંચોઃ મેરઠ, સહારનપુર અને બિઝનૌરમાં કેટલીય જગ્યાએ EVM ખોટકાયાંઆ પણ વાંચોઃ મેરઠ, સહારનપુર અને બિઝનૌરમાં કેટલીય જગ્યાએ EVM ખોટકાયાં

English summary
Lok Sabha Elections 2019: Prime Minister Narendra Modi appeal to voters to cast their vote.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X