જ્યારે મોદી-મોદીના નારા લગાવતા લોકોને જોઈ ગાડીમાંથી ઉતરી ગયાં પ્રિયંકા ગાંધી

જ્યારે મોદી-મોદીના નારા લગાવતા લોકોને જોઈ ગાડીમાંથી ઉતરી ગયાં પ્રિયંકા ગાંધી

ઈન્દોરઃ સોમવારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મધ્ય પ્રદેશના કેટલાય શહેરોમાં રેલી કરી. આ દરમિયાન ઈન્દોરથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં પ્રિયંકા મોદી-મોદીના નારા લગાવી રહેલા લોકોને મળતી જોવા મળી રહી છે. પ્રિયંકા રોડ શો બાદ જ્યારે કાફલા સાથે જઈ રહ્યા હતા તો રસ્તા કાઠે ઉભેલા કેટલાક લોકોએ મોદી-મોદીના નારા લગાવવા શરૂ કરી દીધા. જેના પર પ્રિયંકા ગાંધી ગાડી પરથી નીચે ઉતરી આ લોકો પાસે ગયાં. પ્રિયંકા અને તેના સુરક્ષાકર્મિઓને આવતા જોઈ લોકો ચુપ થઈ ગયા પરંતુ જ્યારે પ્રિયંકા પ્રેમથી મળી અને ચૂંટણી માટે શુભકામના આપી તો આ લોકોએ પણ તેમને દીદી કહીને બોલાવ્યાં અને ઑલ ધી બેસ્ટ કહ્યું. આ લોકોને મળ્યાના તુરંત બાદ પ્રિયંકા ગાંધી ગાડીમાં બેસીને ચલ્યા ગયાં.

મધ્ય પ્રદેશ કોંગ્રેસના ટ્વિટર અકાઉન્ટ પરથી શેર કર્યો વીડિયો

મધ્ય પ્રદેશ કોંગ્રેસના ટ્વિટર અકાઉન્ટ પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતા લખ્યું, ઈન્દોરમાં કેટલાક લોકોએ પ્રાયોજિત રીતે મોદી-મોદીના નારા લગાવ્યા તો પ્રિયંકા ગાંધીએ કાર પરથી ઉતરી નારા લગાવતા લોકોને મળ્યા અને કહ્યું કે તમે તમારી જગ્યાએ, હું મારી જગ્યાએ ઓલ ધી બેસ્ટ, આગળ તેમણે ક્યું કે દેશની માટી, દેશની જનતા અને દેશના કણ-કણથી પ્રેમ. કદાચ... મોદી પણ દેશને સમજી શકત.

ઈન્દોર રતલામમાં કર્યો રોડ શો

ઈન્દોર રતલામમાં કર્યો રોડ શો

અગાઉ ઉત્તર પ્રદેશના બિઝનૌરમાં પણ તેમણે કંઈક આવું જ કર્યું હતું જ્યારે રોડ શો દરમિયાન કેટલાક લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા, તો તેમણે હંસતાં તેમની ઉપર ફૂલ ફેંકવાનું શરૂ કરી દીધું હતું. પ્રિયંકા ગાંધીએ અંતિમ તબક્કાના ચૂંટણી પ્રચાર માટે સોમવારે મધ્ય પ્રદેશના ઈન્દોર, રતલામ અને કેટલાય શહેરોમાં સભાઓ કરી છે. મધ્ય પ્રદેશમાં લોકસભા ચૂંટણીના આખરી તબક્કામાં ઈન્દોર સહિત માલવા-નિમાડની આઠ સીટ પર મતદાન થશે.

મોદી પર સાધ્યું નિશાન, બોલી-તે મોટા રક્ષા વિશેષજ્ઞ

મોદી પર સાધ્યું નિશાન, બોલી-તે મોટા રક્ષા વિશેષજ્ઞ

પ્રિયંકાએ ઈન્દોરમાં નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે, નરેન્દ્ર મોદી બહુ મોટા રક્ષા વિશેષ છે, એટલા મોટા વિશેષ છે કે તેમણે ખુદ ફેસલો કર્યો કે કયા લોકો પ્લેન બનાવશે. એટલું જ નહિ તેમણે ફેસલો કર્યો કે જે લોકોએ પોતાની જિંદગીમાં ક્યારેય જહાજ નથી બનાવ્યું તેઓ પ્લેન બનાવશે ન કે એચએએલ, જે વર્ષોથી લડાકૂ વિમાન બનાવી રહ્યું છે. વિશેષજ્ઞ એટલા મોટા છે કે કહે છે વાદળો ઉપરથી પ્લેન જશે તો રડારથી બચી જશે, રડારમાં પણ તેમણે વિચાર્યું હતું કે રડારથી તે બચી જશે પરંતુ બચી ન શક્યા. તેઓ રડારમાં આવી ગયા. વરસાદ હોય કે ધૂપ હોય બધા જાણી ગયા છે કે તેમનું સચ શું છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ મધ્ય પ્રદેશ પહોંચી સોમવારે સૌથી પહેલા ઉજ્જૈનમાં મહાકાળ મંદિરમાં વિશેષ પૂજા કરી. આ દરમિયાન પ્રિયંકાની સાથે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ પણ હાજર રહ્યા જે બાદ તેઓ ચૂંટણી પ્રવાસ પર નિકળી પડ્યા. ઉજ્જૈનમાં મહાકાળ દર્શન બાદ રતલામ અને ઈન્દોરમાં રોડ શો કર્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X