બિહારમાં રાહુલ ગાંધીઃ મોદી અને આરએસએસથી નથી ડરતો, માત્ર એક વસ્તુથી ડરુ છુ
બિહારના પૂર્ણિયામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે કહ્યુ છે કે તે મોદી અને આરએસએસથી નથી ડરતા.
બિહારના પૂર્ણિયામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે કહ્યુ છે કે તે મોદી અને આરએસએસથી નથી ડરતા. તે એ લોકો સામે લડતા રહેશે. રાહુલે અહીં કહ્યુ, 'હું નરેન્દ્ર મોદી, ભાજપ અને આરએસએસથી નથી ડરતો. માત્ર એક વસ્તુથી ડરુ છુ. હું જૂઠના વિરોધમાં છુ અને માત્ર સત્યને માનુ છુ.' બિહારમાં લોકસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત કરીને પૂર્ણયાની જનભાવના રેલીમાં રાહુલે આ વાત કહી.

બિહારના યુવાનો જાગી જાઓ
રાહુલ ગાંધીએ અહીં કહ્યુ, બિહારના લોકો હું તમને સત્ય જણાવી રહ્યો છુ. દરરોરજ તમારા ખિસ્સામાંથી પૈસા લૂટવામાં આવી રહ્યા છે. એવામાં બિહારના યુવાનો જાગો અને પોતાના પૈસાનો હિસાબ માંગો. ચોકીદાર બનીને રહેવાની વાત કહીને સત્તામાં આવેલા નરેન્દ્ર મોદી કોઈ ગરીબના ચોકીદાર નથી તે અમીરોના અને અનિલ અંબાણીના ચોકીદાર છે.

બિહારના લોકો ક્યાં સુધી સહન કરશો
રાહુલ ગાંધીએ કહ્યુ કે નરેન્દ્ર મોદી જણાવે કે કેટલા બેરોજગારોને તેમણે રોજગાર આપ્યા છે. અહીંના ખેડૂતો માટે તેમણે શું કર્યુ છે. રાહુલે સભામાં હાજર મહિલાઓને કહ્યુ કે પીએમ મોદીએ તમારા ઘરમાં ઘૂસીને પૈસા કાઢી લીધા. રોજ ચોરી થઈ રહી છે, ક્યાં સુધી પોતાની કમાણી લૂંટાતા બિહારના લોકો જોતા રહેશે.

ગરીબના ખાતામાં પૈસા નાખશે કોંગ્રેસ
રાહુલ ગાંધીએ કહ્યુ કે નરેન્દ્ર મોદીએ દેશની જનતા સાથે છેતરપિંડી કરી છે જ્યારે કોંગ્રેસ પોતાના વચનો પૂરા કરે છે. મોદી સરકારે ઉદ્યોગપતિઓ પર પૈસા લૂટાવ્યા છે પરંતુ કોંગ્રેસ પાર્ટી ગરીબી રેખા નીચે જીવતા લોકોના બેંક અકાઉન્ટમાં પૈસા મોકલશે. કોંગ્રેસે પોતાના વચનો પૂરા કર્યા છે અને આ વખતે પણ આ વચન પૂરુ કરશે. લોકસભા ચૂંટણી માટે પૂર્ણિયામાં બીજ તબક્કા માટે 18 એપ્રિલે મતદાન યોજાવાનું છે.












Click it and Unblock the Notifications
